રાજ્ય વહીવટ (જાહેર) અને ખાનગી વહીવટ પ્રથમ તબ્બકો ૧૮૮૭ થી ૧૯૨૬
રાજ્ય વહીવટ (જાહેર) અને ખાનગી વહીવટ
વહીવટી શાસ્ત્રી ‘નીગ્રો’ ના મતે લોકોના માટે કરવામાં આવતી સેવા વહીવટનું વાસ્તવિક હદય છે. રાજય વહીવટનો મૂળભૂત હેતુ લોકોનું કલ્યાણ છે.
રાજ્ય વહીવટનું સંગઠન અમલદાર શાહી (Byerocracy) ના સિદ્ધાંતના આધારે,જયારે ખાનગી વહીવટનું સંગઠન વ્યાવસાયિકતાના આધારે ગોઠવાયેલું હોય છે.
પોલ એપલ બી : ના મત મુજબ સરકારી વહીવટ પોતાના સાર્વજનિક સ્વરૂપના લીધે ભિન્ન હોય છે તે લોક સમીક્ષા અને લોકમતની સાધીન હોય છે.
હર્બટ સાયમન : ને નોંધ્યું છે કે સામાન્ય વ્યક્તિઓની દ્રષ્ટિ સાર્વજનિક વહીવટ રાજનીતિથી પરિપૂર્ણ અને લાલ ફિતાવાદી હોય છે; જયારે ખાનગી વહીવટ રાજયનીતિ શૂન્ય અને ચુસ્તીથી કામ કરવાવાળું હોય છે.
ડો.એમ.પી.શર્માના મત મુજબ રાજ્ય વહીવટ અને ખાનગી વહીવટએ વહીવટરૂપી સિક્કાની બે બાજુઓ છે,પરંતુ પોતાની આગવી મહ્નતા અને ટેકનીકો છે જે તેમને વિશિષ્ટ સ્વરૂપ બક્ષે છે.
રાજ્ય વહીવટના વિવિધ તબ્બકા
પ્રથમ તબ્બકો ૧૮૮૭ થી ૧૯૨૬
- પ્રથમતબ્બકામાં રાજ્ય વહીવટનો વિકાસ રાજ્યશાસ્ત્રની એક શાખા તરીકે વિશેષ બન્યો.
- F.J. ગુડનાઉ રાજકારણ અને વહીવટ
- L.D. વાઈટ રાજ્ય વહીવટના અભ્યાસની ભૂમિકા
બીજો તબ્બકોઃ ૧૯૨૦ થી ૧૯૩૦
- આ સમયમાં રાજ્ય વહીવટ એક સ્વતંત્ર વિજ્ઞાન તરફ આગેકુચ કરી શકે તે માટે વહીવટી શાસ્ત્રીઓએ કેટલાક સિદ્ધાંતો આપ્યા.
- W.F. વિલોબી : રાજ્ય વહીવટના સિદ્ધાંત
લ્યુથર ગુલીક અને ઉર્વિક : વહીવટી વિજ્ઞાન ઉપર નિબંધ - લ્યુથર ગુલીક ‘POSDCORD’ નો ખ્યાલ અને મેક્સ વેબરે ‘અમલદારશાહી’ નો આદર્શ ખ્યાલ આપ્યો.
ત્રીજો તબ્બકો: ૧૯૩૮ થી ૧૯૪૦
- આ સમયગાળા દરમ્યાન સિદ્ધાંતોથી આગળ વધીને વ્યવહારિક પાસા ઉપર ભાર મુકાયો.
- ચેસ્ટર બર્નાડ :- ’કારોબારેના કર્યો’ -હર્બટ સાયમન :- ’વહીવટી વર્તન’
- રોબર્ટ ડેલ :- ’રાજ્ય વહીવટનું વિજ્ઞાન અને સમસ્યાઓ’
ચોથો તબ્બકો: ૧૯૪૭ થી ૧૯૭૦
આ તબ્બકામાં નવીન રાજ્ય વહીવટની વિચારણા શરુ થઇ.આ બાબતે ૧૯૫૬ માં “એડમીનીસ્ટેટીવ સાયન્સ કવાટરલી’’ નામનું મેગેઝીન શરુ થયું
પાંચમો તબ્બકોઃ ૧૯૭૦ પછી
આ સમયગાળામાં રાજ્ય વહીવટનો એક સ્વતંત્ર શાસ્ત્ર તરીકે વિકાસ થયો. રાજ્ય શાસ્ત્ર બાબતે ૧૯૬૮ માં ‘મિન્નો બ્રુક’ સંમેલન યોજાયું.
-જ્યોર્જ ફ્રેડરીક શો :- ‘નવીન રાજ્ય વહીવટ’
કારોબારી
રાજ્ય કારોબારીનો સમગ્ર દોર જેના હાથમાં હોય તેણે કારોબારી કહે છે. મુખ્ય કારોબારીના પ્રકારોઃ-સામાન્ય રીતે કારોબારીને બે પ્રકારમાં વહેચી શકાય. ૧. સંસદીય કારોબારી ૨. પ્રમુખીય કારોબારી
૧. સંસદીય કારોબારી
બે સ્વરૂપ જણાય છે.૧. નામમાત્ર કારોબારી, ૨. વાસ્તવિક કારોબારી. બ્રિટનમાં રાજા-રાણી કે ભારતના રાષ્ટ્રપતિ નામમાત્રની કારોબારી છે. જયારે, બ્રિટન કે ભારતના વડાપ્રધાન અને પ્રધાનમંડળ વાસ્તવિક કારોબારી છે. અહી, મુખ્ય કારોબારીની રચના ધારાસભા માંથી થાય છે.
૨. પ્રમુખીય કારોબારી
પ્રમુખ પધ્ધતિમાં મુખ્ય કારોબારી પ્રમુખ એટલે કે પ્રેસિડેન્ટ અથવા રાષ્ટ્રપતિ છે. તે ચોક્કસ સમય માટે ચુંટાઈ છે અને મંત્રીમંડળની રચના કરે છે. પરંતુ, મંત્રીઓ ધારાસભાના સભ્યો નથી. પ્રમુખ તથા તેનું મંત્રીમંડળ ધારાસભાને જવાબદાર ગણાતું નથી.
-પ્રમુખ ધારાસભાનું વિસર્જન કરી શકતા નથી. અમેરિકા આ પ્રકારની શાસન પધ્ધતિનું શ્રેષ્ઠ ઉ.દા. છે. કારોબારીના અન્ય પ્રકારમાં બહુજન કારોબારી છે. આવો વિશિષ્ટ પ્રકાર માત્ર સ્વિત્ઝરલેન્ડમાં છે. અહીં કારોબારી સાત (૭) સભ્યોની પરિષદની બનેલી છે, તે પોતાના માંથી એકને પ્રમુખ એકને ઉપપ્રમુખ ૧ વર્ષ માટે ચૂંટે છે, અને તમામ સભ્યો સમાન ગણાય છે.
હૉપ પેજ | અહીં ક્લિક કેરો |
સરકારી માહિતી માટે | અહીં ક્લિક કેરો |
