ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આગમનને લઈને રાજ્યના વહીવટી તંત્રમાં ભારેખમ બદલાવ આવી રહયા છે. જેનો દૌર આજે પણ યથાવત રહ્યો છે.

- રાજ્યમાં વિધાનસભા ચૂંટણી અગાઉ કરવામાં આવી બદલી
- રાજ્યભરના અનેક પોલીસ સ્ટેશનના PI બદલાયા
- ગુજરાતના બિન હથિયારધારી 113 PI ની બદલી
વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા જ રાજયભરના અનેક પોલીસ સ્ટેશનના PIની બદલીઓ કરવામાં આવી છે. ગુજરાતના બિન હથિયાર ધારી 113 PIની બદલી કરાઈ છે. આ બદલી કરાયેલા PIને તાત્કાલિક ટ્રાન્સફરના સ્થળે હાજર થવા પણ હુકમ કરાયા છે. વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. જુઓ લિસ્ટ





મહત્વનું છે કે 26 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના 38 PI અધિકારીઓની બદલી કરી નવા સ્થળોએ ફરજ સોંપવામાં આવી હતી. ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર અંગે ચર્ચાએ જોર પકડ્યું હતું. જેને સરકારે સત્તાવાર મહોર લગાવી છે. ઉલ્લેખનીય છે કે 10 ઓગસ્ટે 79 નાયબ કલેક્ટર અને 64 જીએએસ કેડરના સિનિયર સ્કેલના અધિકારીઓ બદલાયા હતા.સરકારના આ બદલાવ આજે પણ જારી રહ્યા છે.