કેન્સર સહિતના જીવલેણ રોગોની દવાઓ મળશે સસ્તી, 34 નવી દવા ઉમેરાઇ – જાણો કઇ દવાઓ સસ્તી થશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એસેન્સિયલ મેડિસિનની નેશનલ લિસ્ટ 2022 જારી કરી દીધી છે. વર્ષ 2015 બાદ આ લિસ્ટને વર્ષ 2022માં એપડેટ કરવામાં આવ્યા છે. માંડવિયાએ આ જે બપોરે એક કાર્યક્રમ દરમિયાન જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી જાહેર કરી, જેમાં 34 દવાઓ સામેલ કરવામાં આવી છે. અને 24 દવાઓને હટાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ લિસ્ટમાં પબ્લિક હેલ્થ માટે ઉપયોગી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં કુલ 384 દવાઓ સામેલ કરવામાં આવી છે. 350 નિષ્ણાતોએ 140 મિટિંગ બાદ આ નવી અને લેટેસ્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવી છે.

કેન્સર સહિતના જીવલેણ રોગોની દવાઓ મળશે સસ્તી
કેન્સર સહિતના જીવલેણ રોગોની દવાઓ મળશે સસ્તી, 34 નવી દવા ઉમેરાઇ - જાણો કઇ દવાઓ સસ્તી થશે 2

મોંઘવારીના માર વચ્ચે દવાઓનો ખર્ચ ઘટે તેવી આશા જાગી છે. સરકાર દ્વારા છ વર્ષ બાદ આવશ્યક દવાઓની સુધારેલી નવી યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી યાદીમાં નવી 34 દવાઓ ઉમેરાઇ છે તો બીજી બાજુ 26 દવાઓ યાદીમાંથી દૂર કરાઇ છે.

છેલ્લે વર્ષ 2015 બાદ સુધારો કરાયાના છ વર્ષ બાદ વર્ષ 2022માં નેશનલ ઇનિશિયલ લિસ્ટ ઓફ મેડિશીન્સ (એનઇએલએમ)માં ફેરફાર કરાયો છે.

આવશ્યક દવાઓની નવી યાદી જાહેર

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે, આ યાદીમાં કઇ દવાનો સમાવેશ કરવો તેનો નિર્ણય સ્વતંત્ર સમિતિ કરે છે. 350 એક્સપર્ટ અને 140 બાર કન્સલ્ટેશન કરાયા બાદ આ યાદી તૈયાર થઇ છે. આ યાદીમાં જે દવાઓ છે તે સુરક્ષા, અફોર્ડેબિલિટી (વાજબી) અને એક્સસિબિલિટી (ઉપલબ્ધતા) પર આધારિત હોય છે.

આ યાદીમાં સામેલ 384 દવામાં લગભગ 1000થી વધારે ફોર્મ્યુલેશન ડ્રગ્સ છે. જ્યારે વર્ષ 2015માં 376 દવાઓમાં આશરે 800 ફોર્મ્યુલેશન ડ્રગ્સને આવરી લેવાયા હતા. શિડ્યુલ્ડ ડ્રગ્સ કે જે વર્ષ 2015માં આ યાદીનો હિસ્સો હતી, તેણે લગભગ રૂ. 1.6થી 1.7 લાખ કરોડની મૂલ્યના સ્થાનિક ફાર્મા માર્કેટમાં 17-18 ટકા યોગદાન આપ્યું હતું.

એનએલઇએમ યાદીમાં સામેલ દવાઓને શિડ્યુલ્ડ ડ્રગ્સ કહેવાય છે અને તેની કિંમત જથ્થાબંધ ફુગાવાના આધારે એનપીપીએ દ્વારા નક્કી કરાઇ છે. ફાર્મા કંપનીઓની શિડ્યુલ્ડ ડ્રગ્સની કિંમતમાં દર વર્ષે મહત્તમ 10 ટકા વધારો કરવાની મંજૂરી અપાઇ છે.

કેન્સર સહિતના જીવલેણ રોગોની દવાઓ મળશે સસ્તી

વર્ષ 1996માં પ્રથમવાર આ યાદી જાહેર કરાઇ ત્યારે 279 દવાઓ હતી અને ત્યારબાદ સમયાંતરે સુધારો કરાયો છે. સામાન્ય રીતે દર ત્રણ વર્ષે યાદીમાં સુધારો કરાય છે જો કે આ વખત છ વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ સુધારો કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના લીધે NLEM-2022ની યાદી કરવામાં વિલંબ થયો હોવાનું મનાય છે.

બેડાક્વિલિન (એન્ટી-ટીબી), ડેલામેનિડ (એન્ટી-ટીબી), ડોલ્યુટેગ્રાવીર (એચઆઈવી), ડાકલાટાસવીર (હેપેટાઈટિસ સી) જેવી પેટન્ટ દવાઓ પણ એનએલઇએસ-2022ની યાદીનો ભાગ છે.

એનપીપીએ એ ટ્રેડ માર્જિનને તર્કસંગત કરીને કેન્સરની 42 દવાઓની કિંમતો નક્કી કરી હતી. આ દવાઓની તપાસ કરીને અને લગભગ ચાર કેન્સરની દવાઓને પણ યાદીમાં સામેલ કરાઇ છે.

આવશ્યક દવાઓની નવી યાદી જાહેર

યાદીમાં કઇ બિમારીની દવાઓ સામેલ?

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટી (એનપીપીએ) દ્વારા આ યાદીમાં સામેલ દવાની ભાવ મર્યાદા નક્કી કરવા છે માર્ગદર્શન અપાય છે. આ યાદીમાં એન્ટિ-ઇન્ફેક્ટિવ (એન્ટિબાયોટિક્સ, એન્ટિફંગલ વગેરે), ડાયાબિટીસ, એચઆઇવી, ટીબી, ગર્ભનિરોધક, હોર્મોનલ મેડિશિન, અમુક લોહી ગંઠાઈ જવાની બિમારની, અને એનેસ્થેટિકની દવાઓ સામેલ છે. ઉપરાંત સામાન્ય એન્ટિબાયોટિક્સ જેમ કે મેરોપેનેમ, સેફ્યુરોક્સાઈમ, એન્ટિ-ડાયાબિટીક દવાઓ જેમ કે ઇન્સ્યુલિન ગ્લેર્ગિન અને ટેનેલિગ્લિપ્ટિનનો પણ સમાવેશ કરાયો છે.

કોવિડ-19ની દવાઓ અને વેક્સીનનો આ યાદીમાં સમાવેશ કરાયો નથી કારણ કે તે ઇમર્જન્સી યુઝ ઓથોરાઇઝેશન (ઇયુએ) હેઠળ છે અને તેની અસરકારકતા અને ડ્રગ પ્રોફાઇલ્સને સમજવા માટે વધુ અભ્યાસની જરૂર છે. આમ તો રાષ્ટ્રીય રસીકરણ અભિયાનમાં સામેલ વેક્સીન આપમેળે જ આ યાદીનો ભાગ બની જાય છે. રોટાવાયરસ રસી 2016માં રસીકરણ અભિયાનો હિસ્સો ભાગ બની હતી અને હવે તે આવશ્યક દવાઓની યાદીમાં સામેલ કરાઇ છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!