Gujarat Rain Prediction: ગુજરાતમાં દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક આગાહી કરીને સો કોઈને ચોંકાવી દીધી છે. આજે રાજ્યના 5 જિલ્લા માટે જાહેર ઓરેન્જ એલર્ટ કરાયું છે. 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો 16 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે આફતનો વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી છે.
આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના છે
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના છે, જેમાં પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન સિદ્ધપુર, વડનગર સહિત આખા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સેવી છે. તો પૂર્વ ગુજરાતમાં દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠામાં હજી પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા સહીત મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણાના કડી, બેચરાજી, સમી હારીજ, ઊંઝા, વડનગર, વિસનગરમાં હળવા, ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. આવામાં બનાસકાંઠામાં 5 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત કેટલાક જિલ્લાઓ તથા અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે.
તેમણે જણાવ્યું છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક નદીઓ, જળાશયો અને તળાવો છલકાશે તેવું અનુમાન લગાવ્યું હતું. ત્યારે વાવાઝોડું અને ભારે વરસાદની સચોટ અગાહી કરનાર અંબાલાલ પટેલે નર્મદા, તાપી, રૂપેણ સહિત બનાસકાંઠાની નદીઓમાં પૂરની સ્થિતિ આવવાની આગાહી કરી છે, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ ઉ. ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના છે. આગામી 36 કલાક પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તેઓએ જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન સિદ્ધપુર, વડનગર સહિત આખા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તો પૂર્વ ગુજરાતમાં દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં ગઈકાલે 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૌથી વધુ જામનગરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગીર સોમનાથમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. પાટણનાં હારીજમાં અઢી ઈંચ, ભુજમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.
અંબાલાલ પટેલે શિખવાડી નક્ષત્ર પરથી આગાહીની રીત
અંબાલાલ પટેલે જણાવ્યું કે, પુનર્વસુ નક્ષત્રના કારણે જુલાઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યાર બાદ પુષ્ય નક્ષત્રમાં પણ રાજ્ય સહિત દેશમાંમાં ભારે વરસાદ થશે. આ ચોમાસું અતિ વિશિષ્ટ પ્રકારનું રહેશે, જેમાં ખૂબ વરસાદ થશે. વાદળો નીચલા સ્તરે જુલાઈ મહિનામાં હોય છે. 11 જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે. પરંતુ તેના ચાર દિવસ બાદ ફરી એકવાર વરસાદ 15 જુલાઈ બાદ શરૂ થશે. જે લગભગ 20 જુલાઈ સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે.