ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો અંદાજીત ખર્ચ 450 કરોડ રૂપિયા, બજેટ ફાળવણી કરતા વધુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને રાજકારણીઓ પણ લોકોને રીઝવવા માટે વાયદાનો વેપાર ચલાવી રહ્યા છે. જો કે આ તમામ વચ્ચે એ સવાલ થવો સ્વાભાવિક છે કે આ વિધાન સભાની ચૂંટણીમાં કેટલો ખર્ચ થશે અને રાજ્યની તિજોરી પર કેટલો બોજો પડશે.

બે તબક્કાની ચૂંટણીનો ખર્ચ 450 કરોડ રૂપિયા

રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પંચના અંદાજ મુજબ આ બે તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પાછળ લગભગ 450 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. ગુજરાત સરકારે તેના 2022–23ના બજેટમાં વિધાનસભાની ચૂંટણી માટે અંદાજીત 387 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જો કે ચૂંટણી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તે ખર્ચ લગભગ 450 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 326 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જો કે સરકારે ત્યારે બજેટમાં માત્ર 250 કરોડ જ ફાળવ્યા હતા. તે જ પ્રમાણે વર્ષ 2012ની ચૂંટણીમાં અનુમાનિત બજેટ ફાળવણી 175 કરોડ રૂપિયા કરતા ચૂંટણી ખર્ચ વધું થયો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો અંદાજીત ખર્ચ 450 કરોડ રૂપિયા, બજેટ ફાળવણી કરતા વધુ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો અંદાજીત ખર્ચ 450 કરોડ રૂપિયા, બજેટ ફાળવણી કરતા વધુ 2

શા માટે ખર્ચ ચૂંટણી ખર્ચ વધ્યો?

વિધાન સભાની ચૂંટણી બે તબક્કામાં થવાની હોવાથી સ્ટાફનું મહેંતાણું, લોઝીસ્ટીક અને વાહન ખર્ચ, મતમથકો અને પોલીંગ બુથની સંખ્યા વધવાથી ચૂંટણી ખર્ચ વધે તેવું અનુમાન છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!