સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ વિવિધ જગ્યાઓ માટે ભરતી: સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ દેવભુમિ દ્વારકા જીલ્લામાં કાર્યરત જીલ્લા બાળ સુરક્ષા એકમ, દેવભૂમિ દ્વારકા માટે ૧૧ માસ કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા ૨૧ થી ૪૦ વર્ષના ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામા આવે છે.
સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ વિવિધ જગ્યાઓ માટે ભરતી
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યાઓ | 07 |
અરજી પ્રકાર | ઓફલાઇન |
જોબ લોકેશન | દેવભૂમિ દ્વારકા |
અરજીની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં |
સંકલિત બાળ સુરક્ષા યોજના ભરતી 2022
સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે,જેની માહિતી તમે નીચેના ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
કાનૂની સહ પ્રોબેશન અધિકારી | 01 |
કાઉન્સેલર | 01 |
સામાજિક કાર્યકર | 01 |
એકાઉન્ટન્ટ | 01 |
ડેટા એનાલિસ્ટ | 01 |
આઉટરીચ વર્કર | 01 |
કુલ જગ્યાઓ | 07 |
સંકલિત બાળ સુરક્ષા યોજના ભરતી શૈક્ષણિક લાયકાત
- કાનૂની સહ પ્રોબેશન અધિકારી
- LLB સાથે લઘુતમ 55% સાથે ઉત્તીર્ણ
- કાઉન્સેલર
- મનોવિજ્ઞાન સાથે અનુસ્નાતક, લઘુતમ 55% સાથે ઉત્તીર્ણ
- સામાજિક કાર્યકર
- MRM/MSW/MRM/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક,લઘુતમ 50% માર્ક્સ સાથે પાસ કરેલું હોવું જોઈએ.
- એકાઉન્ટન્ટ
- B.Com/M.com/CA લઘુતમ 50% સાથે ઉત્તીર્ણ
- ડેટા એનાલિસ્ટ
- કોઈપણ વિધાશાખામાંથી સ્નાતક અથવા કોમ્પ્યુટર ની ડીગ્રી/ડિપ્લોમાં
- આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
- કોઇપણ વિધાશાખામાં સ્નાતક/ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર (DCA) લઘુતમ 50% માર્ક અને CCC ટાઈપિંગ 40 શબ્દ પ્રતિ મિનિટ
- આઉટરીચ વર્કર
- BRS/BSW/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએશન ની ડીગ્રી
વય મર્યાદા
- તમામ જગ્યાઓની ભરતી માટે ઉમેદવાર ની ઉંમર 21 થી 40 વર્ષની હોવી જોઈએ.
સંગઠિત બાળ સુરક્ષા યોજના ભરતી એપ્લિકેશન પ્રોસેસ
ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10 માં હસ્તલિખિત અરજી, તાજેતરનો ફોટોગ્રાફ્સ અને જરૂરી દસ્તાવેજ ની પ્રામાણિત નકલ સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, A/G 3, ભોંય તળિયે, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ધરમપુર, ખંભાળિયા, 361305 ને મળે તે રીતે માત્ર રજીસ્ટર એડી. થી મોકલવાની રહેશે.
સંગઠિત બાળ સુરક્ષા યોજના ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવાર પસંદગી રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.વધુ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.
સંગઠિત બાળ સુરક્ષા યોજના ભરતી પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર |
કાનૂની સહ પ્રોબેશન અધિકારી | રૂ.21000/- |
કાઉન્સેલર | રૂ.14000/- |
સામાજિક કાર્યકર | રૂ.14000/- |
એકાઉન્ટન્ટ | રૂ.14000/- |
ડેટા એનાલિસ્ટ | રૂ.14000/- |
આઉટરીચ વર્કર | રૂ.12000/- |
કુલ જગ્યાઓ | રૂ.11000/- |
સંકલિત બાળ સુરક્ષા યોજના ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
સોસિઓ એજ્યુકેશન હોમપેજ | અહીં ક્લિક કરો |

સંગઠિત બાળ સુરક્ષા યોજના ભરતી FAQ
-
સંગઠિત બાળ સુરક્ષા યોજના હેઠળ દ્વારકા જિલ્લામાં કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
સંગઠિત બાળ સુરક્ષા યોજના હેઠળ દ્વારકા જિલ્લામાં 07 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
-
સંગઠિત બાળ સુરક્ષા યોજના કોના દ્વારા ચલાવવામાં આવે છે?
સંગઠિત બાળ સુરક્ષા યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.