Water Tank Sahay Yojana 2023: પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના, iKhedut પોર્ટલ પરથી ફોર્મ ભરો

Water Tank Sahay Yojana 2023: પ્રિય વાંચકો, iKhedut પોર્ટલ પર અનેક વિભાગની યોજનાનો બહાર પાડવામાં આવે છે. જેમાં ખેતીવાડી વિભાગની યોજનાઓ, પશુપાલન વિભાગની યોજનાઓ, બાગાયત…

પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના

Water Tank Sahay Yojana 2023: પ્રિય વાંચકો, iKhedut પોર્ટલ પર અનેક વિભાગની યોજનાનો બહાર પાડવામાં આવે છે. જેમાં ખેતીવાડી વિભાગની યોજનાઓ, પશુપાલન વિભાગની યોજનાઓ, બાગાયત વિભાગની યોજનાઓનો સમાવેશ થાય છે. મિત્રો અગાઉના આર્ટીકલમાં આપણે બાગાયત વિભાગની અનેક યોજનાઓ જેવીકે પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજના, Tractor Sahay Yojana 2023 અને ફળ પાકો માટે સહાય યોજનાની વિગતવાર માહિત મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Water Tank Sahay yojana 2023 હેઠળ શું લાભ મળે? તેની ચર્ચા કરીશું.

પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના

યોજનાનું નામWater Tank Sahay yojana 2023
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
ઓફિશિયલ વેબસાઈટikhedut.gujarat.gov.in
અરજી કરવાની છેલ્લી તારીખતા 15/05/2023 થી 14/06/2023 સુધી

પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના

ટપક સિંચાઈ મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના

  • (અ) વ્યક્તિગત સહાયના કેસમાં જે તે અરજદારના ખાતામાં સહાય ખર્ચના પ૦% અથવા રૂ. ૯.૮૦ લાખ બે માંથી જે ઓછું હોય તે ચુકવવાની રહેશે. નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ કોસ્ટ રૂ.૧૯.૬૦ લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના ૫૦ ટકા અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટે ઓછામાં ઓછા ૭૫ ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવાના રહેશે.
  • (બ)સામુહિક જુથના કિસ્સામાં જૂથ દ્વારા નક્કી કરેલ જૂથ લીડરના ખાતામાં સહાય ખર્ચના ૫૦% અથવા રૂ.૯.૮૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે ચુકવવાની રહેશે. નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ કોસ્ટ રૂ.૧૯.૬૦ લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના ૫૦ ટકા અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટે ઓછામાં ઓછા ૭૫ ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવાના રહેશે.

Water Tank Sahay Yojana 2023

  • સદર યોજનાની સહાય માટે તમામ લાભાર્થી ખેડૂત ખાતેદારે સુક્ષ્મ પિયત/માઈક્રો ઈરીગેશન સીસ્ટમ અપનાવેલ હોય તેમને જ યોજનાનો લાભ આપી શકાશે. (Water Tank Sahay yojana 2023)
  • આ યોજના હેઠળની સહાય માટે યુનિટ કોસ્ટમાં ઓછામાં ઓછા ૭૫ ઘનમીટરની અને વધુમાં વધુ ૧૦૦૦ ઘનમીટરની ક્ષમતાવાળી આર.સી.સીની પાણીની ટાંકીનો સમાવેશ કરવાનો રહેશે.આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરો માટે આજીવન એક જ વખત મળી શકશે,
Water Tank Sahay Yojana 2023
Water Tank Sahay Yojana 2023: પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના, iKhedut પોર્ટલ પરથી ફોર્મ ભરો 3

કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

I-khedut Portal પર ચાલતી પાણીના ટાંકા (Water Tank Sahay yojana 2023) બનાવવા માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • અરજદાર ખેડૂતની 7/12 અને 8-અ ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂતએસ.સી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત એસ.ટી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

આ રીતે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કરવી?


પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

  • પ્રથમ Google ખોલીને “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં iખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-1 પાણીના ટાંકા (Water Tank Sahay yojana 2023) બનાવવા સહાય આપવાની યોજના પર ક્લિક કરવું.
  • જેમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application
  • Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • છેલ્લે, લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
Water Tank Sahay yojana 2023 ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *