BJP Candidate List 2022
આ વખતે ભાજપ મનોમંથન કર્યા બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવાની છે.
ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન ભાજપ સૌથી આગળ હોય છે. ત્યારે આ વખતે ભાજપ ઉમેદવારોના નામને લઈ આટલું મનોમંથન કેમ કરી રહ્યું છે
તે એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીમાં ભાજપ કદાચ નવા ઉમેદવારોને મોકો આપી શકે છે.
આટલા સમયના મનોમંથન બાદ ભાજપ કોને ટિકિટ આપે છે તેની પર પણ સૌની નજર રહેવાની છે કારણ કે હાઈ કમાન્ડ ઉમેદવારોના નામ પર મોહર લગાડવાના છે.