ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર રાજ્યમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

આ ચૂંટણી પ્રચાર અભિયાન માટે નેતાઓ માટે ખાસ ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરોની ડિમાન્ડ વધી છે. તેમાં પણ સૌથી વધુ માગ તો એરક્રાફ્ટની છે. 

પ્રાઈવેટ જેટ્સ એવિયેશનના સુત્રોના જણાવ્યા પ્રમાણે કુલ ચાર્ટર્સની ઓછામાં ઓછી 50% માંગ રાજકીય પાર્ટીઓ તરફથી આવે છે.

નિર્ધારિત ફ્લાઇટ્સમાં ઉડવાને બદલે હવે મોટાભાગના રાજકારણીઓ હવે ચાર્ટર જેટ દ્વારા આવે છે અને રાજ્યની અંદર ઉડવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે.

અમદાવાદ સ્થિત એક ઉડ્ડયન કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે.આ મહિને મોટા ભાગના ચાર્ટર પ્લેન રાજકીય નેતાઓ માટે બુક થઈ ગયા છે.

”જો કોઈ પાર્ટી એક દિવસ માટે પણ ચાર્ટર એરક્રાફ્ટ રાખે છે તો તેનો ખર્ચ રૂ. 15 લાખથી રૂ. 30 લાખ સુધીનો હોય છે.