ગુજરાત પોલીસ ભારતીને લઈને મોટા સમાચાર, ક્યારે આવશે ભરતી? કેટલી જગ્યાઓ ભરવામાં આવે જાણો આ નાનકડા લેખથી.

ગુજરાતના હજારો લાખો યુવાનો જે પોલીસ ભરતીની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા આખરે તેને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. 

ગૃહ વિભાગ દ્વારા આગામી બે દિવસમાં LRD, જેલ સિપાહી, કોન્સટેબલ સહિત IBમાં વિશાળ ભરતીની જાહેરાત કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે ભરતી બોર્ડને, આગામી 2024ની લોકસભાની ચૂંટણી પહેલા જ ભરતી પ્રક્રિયા પૂરી કરી દેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. 

તમામ પરીક્ષાઓ મોડમાં લેવાશે. અંદાજે 12 હજારથી પણ વધુ જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવશે.

ગુજરાત પોલીસ ભારતીને લઈને મોટા સમાચાર

પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી આઇપીએસ હસમુખ પટેલને સોંપવામાં આવી છે. હસમુખ પટેલને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 

હસમુખ પટેલને ભરતી બોર્ડની જવાબદારી સોંપાઇ છે. એડિશનલ ડીજીનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે DIG પરીક્ષિતા રાઠોડ પણ ભરતી વિભાગના DIG તરીકે સેવા આપશે. હાલ પરીક્ષિતા રાઠોડ સીઆઇડી ક્રાઇમના DIG છે.