PM મોદી ફરી એક વખત ગુજરાત આવશે, 3 દિવસ સુધી 5 જિલ્લાઓમાં કરશે પ્રચાર

PM મોદી ફરી એક વખત ગુજરાત આવશે: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતાઓના આટા ફેરા વધી ગયા છે. ચૂટણી પ્રચાર માટે ભાજપે 12 કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા છે. જો કે તેમ છતાં પણ ભાજપના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી આગામી તારીખ 9, 10 અને 11 ઓક્ટોબરના રોજ ગુજરાત આવશે. તેઓ રાજ્યમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

PM મોદી ફરી એક વખત ગુજરાત આવશે

PM મોદી શરૂ કરશે તોફાની ચૂંટણી પ્રચાર

PM મોદી આગામી તારીખ 9મી ઓક્ટોબરના દિવસે બપોરે ગુજરાત આવશે. ત્યાર બાદ તેઓ 9મી ઓક્ટોબરે મહેસાણાના મોઢેરા પાસે જાહેર સભાને સંબોધન કરશે. અહીં તેઓ મોઢેશ્વરી માતા દર્શન કરશે. તદુપરાંત મહેસાણાની દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું પણ PM મોદી લોકાર્પણ કરશે. બાદમાં રાત્રી રોકાણ કરવા ગાંધીનગર રાજભવન ખાતે જવા રવાના થશે. 10 ઓક્ટોબરના રોજ સવારે ભરુચના જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનું PM મોદી ખાતમુહૂર્ત કરશે. 10 ઓક્ટોબરના રોજ આણંદ ખાતે પણ PM મોદી જાહેર જનસભાને સંબોધશે. જ્યારે 10 ઓક્ટોબરે બપોરે જામનગરના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તો 11મી ઓક્ટોબરના રોજ PM મોદી જામકંડોરણામા વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

PM મોદીનો 3 દિવસનો કાર્યક્રમ આ પ્રમાણે છે

  1. 9-10-11 ઓક્ટોબરના રોજ PM મોદી ગુજરાત પ્રવાસે
  2. 9 ઓક્ટોબરે બપોરે PM મોદી ગુજરાત આવશે
  3. 9 ઓક્ટોબરે મહેસાણાના મોઢેરા પાસે સભાને સંબોધશે
  4. મહેસાણાની દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું કરશે લોકાર્પણ
  5. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોઢેશ્વરી માતાના પણ દર્શન કરશે
  6. માતાના દર્શન કર્યા બાદ ગાંધીનગર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ
  7. 10 ઓક્ટોબરે સવારે ભરુચના જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનું ખાતમુહૂર્ત કરશે
  8. 10 ઓક્ટોબરના રોજ આણંદ ખાતે જાહેર જનસભાને સંબોધન કરશે
  9. 10 ઓક્ટોબરે બપોરે જામનગર વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
  10. 11 ઓક્ટોબરે જામકંડોરણામા વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

29-30 સપ્ટેમ્બરે આવ્યા હતા ગુજરાતના પ્રવાસે

ઉલ્લેખનીય છે કે, ગત 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવેલા PM મોદીએ સુરતને રૂ. 3400 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટની ભેટ આપી હતી. PM મોદીએ ભાવનગરમાં પણ 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. સાથે અમદાવાદમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો હતો. 30 સપ્ટેમ્બરના રોજ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. સાથે અમદાવાદીઓને નવરાત્રીમાં PM મોદીએ મેટ્રો ટ્રેનની ભેટ આપી હતી. આ ઉપરાંત ગુજરાતના પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી મા અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચ્યા હતા. 30 તારીખે PM મોદીએ અંબાજી મંદિરે દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો