VMC Recruitment Exam 2023: VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગની કુલ 552 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ થયેલ તેની લેખિત પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે.
VMC Recruitment Exam
વડોદરા મહાપાલિકાની જૂનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 8 ઓક્ટોબરે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જૂનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવીશે. જે પરીક્ષાને લઈ ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં હતાં. અત્રે જણાવી દઈએ કે, આ પરીક્ષાનું આયોજન ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ કરવામાં આવ્યું છે.
VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ
VMC Junior Clerk Exam Date: VMC જુનિયર ક્લાર્ક માટે અગાઉ તારીખ 16-02-2023 થી 28-02-2022 (10-04-2022 તારીખ વધારી) ફોર્મ ભરવામાં આવ્યા હતા. આજ રોજ GSSSB દ્વારા ઓફિશિયલ સાઈટ મારફતે પરીક્ષા તારીખની જાણ કરી છે. કુલ 552 જગ્યાઓ માટે યોજાશે જુનિયર કલાર્કની પરીક્ષા.
ક્યારે લેવાશે પરીક્ષા
મળતી માહિતી અનુસાર vmc junior clerk exam તારીખ 08-10-2023ને રવિવારના રોજ આયોજન કરવામાં આવશે. આ પરીક્ષા અંદાજે એક લાખ આઠ હાજર ઉમેદવારો બેસશે. અનિવાર્ય સંજોગોમાં મંડળ દ્વારા આ કર્ય્ક્રમામ ફેરફાર કરી શકશે.
ક્યારે કોલ લેટર ડાઉનલોડ થશે
સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલા મંડળની વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પર મુકવામાં આવશે. જેની સબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઈટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.
552 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક વર્ગ-03 સંવર્ગની કુલ 552 જગ્યાઓ ભરવા માટેની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું તા.08/10/2023ને રવિવારના રોજ આયોજન કરાયું છે. સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલા મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવશે.
કેટલા ગુણની પરીક્ષા રહેશે
વડોદરા મનપાની જૂનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. જેમાં 552 બેઠકો માટે પરીક્ષાનું આયોજન કરવામા આવ્યું છે. કુલ 1 લાખ 8 હજાર ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને નડીયાદમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પરીક્ષાનો સમય બે કલાકનું રહેશે તેમજ ૨૦૦માર્કનું પ્રશ્ન પત્ર હશે.
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
કોલ લેટર | – |
હોમપેજ | અહીં ક્લિક કરો |
વારંવાર પુછાતા પ્રશ્નો FAQs
વડોદરા મહાનગર પાલિકા જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ કઈ છે?
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ:- 08-10-2023