Manav Garima Yojana Beneficiary List: માનવ ગરિમા યોજના લાભાર્થીઓની યાદી જાહેર, જુઓ માનવ ગરિમા યોજનામાં તમારું નામ છે કે નથી

By Natvar Jadav

Published On:

Follow Us
Manav Garima Yojana Beneficiary List 2023

Manav Garima Yojana Beneficiary List: સરકાર દ્વારા નાના ધંધાર્થી અને વ્યવસાય કરતા લોકો માટે માનગ ગરીમા યોજના અંતર્ગત જૂન મહિનામા ઓનલાઇન ફોર્મ ભરવામા આવ્યા હતા. આ યોજન અંતર્ગત કોમ્પ્યુટર ડ્રો દ્વારા લાભાર્થીની પસંદગી કરવામા આવે છે. માનવ ગરીમા યોજના લીસ્ટ અંતર્ગત પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ જાહેર કરવામા આવ્યુ છે.

માનવ ગરિમા યોજના લિસ્ટ જાહેર

રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા દર વર્ષે અલગ-અલગ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગુજરાત રાજ્યના ઘણા વિભાગો દ્વારા Online Portal દ્વારા અરજી સ્વીકારવાની કામગીરી હાથ ધરાતા હોય છે. કૃષિ વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા ઈ કુટીર પોર્ટલ પર તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા E-Samaj kalyan Portal પર ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. પ્રિય વાંચકો, આજે આપણે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ વિશે વાત કરીશું. આ વિભાગ દ્વારા “Manav Garima Yojana Beneficiary List 2023” વિશે માહિતી અને લિંક આપીશું. જેમાં તમે અરજી ફોર્મ ભરેલું હોય તો જાતે પણ ચેક કરી શકો.

Manav Garima Yojana Beneficiary List

યોજનામાનવ ગરીમા યોજના (Manav Garima Yojana)
અમલીકરણ વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
રાજ્યગુજરાત
યોજનાનો હેતુસ્વરોજગારીની તકો
વેબસાઈટesamajkalyan.gujarat.gov.in

નાના વ્યવસાયકારો પોતાની રીતે પગભર બની શકે અને તેમને વ્યવસાય-ધંંધો વિકસાવવાની તક મળે તે માટે માનવ ગરીમા યોજના અંતર્ગત નાના વ્યવસાયકારો ને સાધન કીટ સહાય આપવામા આવે છે.

માનવ ગરિમા યોજના 2023 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી

માનવ ગરિમા યોજના એ સમાજના લોકોને ધંધા-રોજગારના સાધનો માટે આર્થિક સહાય આપે છે. જેને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચાલવામાં આવે છે. સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજના ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ અંતર્ગતના જિલ્લા કક્ષાએ વિકસતી જાતિની કચેરી અને સમાજ સુરક્ષાની કચેરી દ્વાર સ્વ-રોજગારી માટે વિવિધ ધંધા માટે સાધન સહાયની ટૂલ કીટ આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી

ગુજરાતના રાજ્યની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, ઓબીસી અને પછાત વર્ગને આર્થિક મદદ કરવા માટે માનવ ગરિમા યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ઉપરોક્ત જ્ઞાતિ ઉદ્યોગસાહસિકતા, પૂરતી આવક અને સ્વ-રોજગાર પેદા કરવા માટે વ્યક્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકાર સામાજિક રીતે પછાત વર્ગોને વધારાના સાધનો / સાધનો પણ આપવા જઈ રહી છે જેથી તેઓ તેમના સ્થાનિક વ્યવસાયને આગળ ધપાવી શકે.

Manav Garima Yojana Beneficiary List 2023

માનવ ગરીમા યોજના લિસ્ટ 2023

માનવ ગરીમા યોજના મા નીચેના વ્યવસાય માટે પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ ઓફીસીયલ વેબસાઇટ પર જાહેર કરવામા આવ્યુ છે.

ક્રમકિટનું નામ
1કડીયાકામ
2સેન્ટીંગ કામ
3વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
4મોચીકામ
5દરજીકામ
6ભરતકામ
7કુંભારીકામ
8વિવિધ પ્રકારની ફેરી
9પ્લમ્બર
10બ્યુટી પાર્લર
11ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
12ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
13સુથારીકામ
14ધોબીકામ
15સાવરણી સુપડા બનાવનાર
16દુધ-દહી વેચનાર
17માછલી વેચનાર
18પાપડ બનાવટ
19અથાણા બનાવટ
20ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
21પંચર કીટ
22ફ્લોર મીલ
23મસાલા મીલ
24મોબાઇલ રીપેરીંગ
25હેર કટીંગ (વાળંદ કામ)

માનવ ગરીમા યોજના લીસ્ટ કઇ રીતે ડાઉનલોડ કરવુ ?

મનાવ ગરીમા યોજના 2023 માટે પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.

  1. સૌ પ્રથમ માનવ ગરીમા યોજના માટેની ઓફીસીયલ વેબસાઇટ www.esamajkalyan.gujarat.gov.in ઓપન કરો.
  2. ત્યારબાદ આ વેબસાઇટ મા News And Notification વિકલ્પ પર ક્લીક કરો.
  3. તેમા “માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રો માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી” પર ક્લીક કરતા તમને પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ જોવા મળશે.

માનવ ગરીમા યોજના લાભાર્થી લીસ્ટ PDFઅહિં ક્લીક કરો
Home pageClick here

Natvar Jadav

Natvar Jadav is a passionate writer and blogger with a deep love for language and storytelling. With a background in literature and a keen interest in various topics, Natvar has honed his writing skills to engage readers and ignite their curiosity.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now