MYSY Scholarship Yojana 2023: ગુજરાત સરકાર દ્વારા લોકો માટે વિવિધ સહાય અને યોજનાઑ ચલાવવામાં આવે છે. જેમાં જુદી જુદી યોજનાની વાત કરીએ તો Free સિલાઈ મસીન, આરોગ્ય વિમાઓ, ખેતી માટેની સહાય, ઓછા વ્યાજ દરે લોન સહાય, વિદ્યાર્થીઑ માટે શિષ્યવૃતિ સહાય જેવી ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાની એક યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો સમાવેશ થાય છે. આ યોજનામાં ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે. આવો જાણીએ આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય.
MYSY Scholarship Yojana 2023
યોજનાનુ નામ | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (Mukhyamntri Yuva Swavalamban Yojana) |
લાભાર્થી | ગુજરાતના તમામ ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ |
મળવા પત્ર સહાય | શિષ્યવૃતિ (ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, બૂક સહાય, ઇન્સ્ટુમેન્ટ સહાય) |
હેલ્પલાઇન નંબર | 079-26566000 / 7043333181 |
ઓફિશિયલ વેબસાઇટ | https://mysy.guj.nic.in/ |
યોજનાનો હેતુ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો હેતુ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં આવેલ ખર્ચને પહોચી વળવા માટે સરકાર દ્વારા આવા તમામ વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી રહે તે બાબતનો છે. કોઈ કુટુંબ આરિક રીતે નબળા હોવાને લીધે તેમનું બાળક ઉચ્ચ અભ્યાસમાં જઈને આ યોજના થકી અભ્યાસમાં આગળ વધે તે હેતુથી સરકાર દ્વારા આર્થિક સહાય મળી રહે. અને નાણાકીય સહાયથી બાળક પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે.
MYSY શિષ્યવૃતિના પ્રકાર
આ યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને નીચે મુજબની શિષ્યવૃતિ મળવા પાત્ર છે.
- ટ્યુશન ફી સહાય
- હોસ્ટેલ ફી સહાય
- બૂક સહાય તથા ઇન્સ્ટુમેન્ટ સહાય
આ યોજના હેઠળ મળતા લાભો
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત બિન અનામત વિદ્યાર્થીઓને બૂક અને શૈક્ષણિક સાધનો ખરીદવા માટે આર્થિક સહાય મળવાપાત્ર છે.
- જે વિદ્યાર્થી મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી અને ડેન્ટલ કોર્ષમાં છે તેઓને 5 થી 10 લાખ રૂપિયાની આર્થિક સહાય મળવા પાત્ર છે.
- સરકારી નોકરીઓમાં તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે.
- જે તે પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણની સુવિધા કે સરકારી હોસ્ટેલ ન હોય તો સરકાર 10 મહિના માટે દર માસ દીઠ રૂપિયા 1200 ની સહાય આપવામાં આવે છે.
- 80% કે તેથી વધારે ટકા સાથે ધોરણ 10 કે ધોરણ 12 માં મળ્યા હોય અને ડિપ્લોમા અભ્યાસક્રમ પસંદ કરેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને રૂ. 25,000 અથવા તો 50% ફી બે માથી જે ઓછી હશે તે મળવા પાત્ર થશે.
- આ યોજના હેઠળ મફત કપડાં, મફત વાંચન સામગ્રી સરકાર દ્વારા આપવામાં આવશે.
- તે તમામ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા ઈચ્છે છે તેઓને તાલીમ કેન્દ્રો હેઠળ તાલીમ આપવામાં આવશે.
MYSY દ્વારા મળતી શિષ્યવૃતિ રકમની સહાય
કોર્ષનું નામ | રકમ રૂપિયા |
---|---|
મેડિકલ (MBBS) તથા ડેન્ટલ (BDS) | રૂ. 2,00,000/- |
પ્રોફેશનલ ગ્રેજ્યુએશન કોર્ષ (BE, BTECH,BPHARM) | રૂ. 50,000/- |
ડિપ્લોમા કોર્સિશ | રૂ. 25,000/- |
સામાન્ય ગ્રેજ્યુએશન (BCOM, BA, BBA, BCA, BSC) | રૂ. 10,000/- |
MYSY દ્વારા મળતી હોસ્ટેલ રકમની સહાય
ક્યાં અરજી કરી શકે | સરકારી, સેલ્ફ ફાઇનાન્સ તથા ગ્રાન્ટ ઇન એઇડ |
મળવા પાત્ર રકમ | રૂ. 1,200/- |
એડમિશન ક્યાં હોવું જોઈએ | તાલુકાની બહાર |
MYSY દ્વારા મળતી પુસ્તક રકમની સહાય
આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત નીચે મુજબના કોર્ષ પ્રમાણે રકમ નિયત કરેલ છે.
મેડિકલ (MBBS) તથા ડેન્ટલ (BDS) | રૂ 1000/- |
પ્રોફેશનલ ગ્રેજ્યુએશન કોર્ષ (BE, BTECH,BPHARM) | રૂ 5000/- |
ડિપ્લોમા કોર્સિશ | રૂ 3000/- |
યોજના માટેની પાત્રતા
- ડિપ્લોમા કોર્ષમાં ઓછાંમાં ઓછા 80% પર્શનટાઇલ સાથે ગુજરાત રાજ્યમાથી માન્ય બોર્ડમાથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
- બેચરલ ડિગ્રી પ્રોગ્રામ્સમાં સ્કોલરશીપ માટે ઉમેદવારે ઓછાંમાં ઓછા 80% પર્શનટાઇલ સાથે ગુજરાત રાજ્યમાથી માન્ય બોર્ડમાથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ/ સામાન્ય પ્રવાહ પાસ કરેલ હોવો જોઈએ.
- ડિપ્લોમા દિગીરી સુધીના વિદ્યાર્થીઓ માટે આ યોજના અંતર્ગત લઘુતમ પાત્રતા ગુજરાત રાજય માથી માન્ય પ્રાપ્ત યુનિવર્સિટી માથી દ્પ્લોમની પરીક્ષામાં 65% માર્ક હોવા જરૂરી છે.
- આ યોજનાનો લાભ મેળવવા માટે ઉમેદવારના માતા પિતાની તમામ આવક કુલ 6,00,000 થી વધારે ના હોવી જોઈએ.
- જેના માટે આવકનો દાખલો સતાધારી અધિકારી પાસેથી મેળવેલો હોવો જોઈએ.
જરૂરી ડોક્યુમેન્ટ
- આવકનો દાખલો
- આધારકાર્ડ
- સેલ્ફ ડિકલેરેશન ફોર્મ
- નવા વિદ્યાર્થીઓ માટે સંસ્થાનું પ્રમાણપત્ર
- સંસ્થા તરફથી રિન્યૂઅલ પ્રમાણપત્ર
- નોન-આઇટી રિટર્ન માટે સેલ્ફ ડિકલેરેશન
- ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ
- એડમિશન લેટર અને ફીની રસીદ
- બેન્ક પાસબુકની નકલ
- છાત્રાલય એડમિશન લેટર અને ફીની પહોચ
- એફિડેવિટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- અન્ય માંગવામાં આવે તે
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
ઓફિશિયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
જરૂરી આધાર પૂરવાની PDF માટે | અહિં ક્લીક કરો |