SBIF Asha Scholarship: વિદ્યાર્થીઓને અભ્યાસમા મદદરૂપ થવા માટે સરકારના વિવિધ્ વિભાગો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા Scholarship આપવામા આવતી હોય છે. SBI Foundation તરફથી આવી જ એક સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામા આવે છે. ચલઓ જાણીએ SBIF Asha Scholarship યોજનાની સંપૂર્ણ માહિતી.
SBIF Asha Scholarship
સંસ્થા | SBIF Asha Scholarship |
લાભાર્થી | ધો. 6 થી 12 ના વિદ્યાર્થી |
લાયકાત | 75 % ગુણ |
છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2023 |
વેબસાઈટ | https://www.sbifoundation.in |
સ્કોલરશીપ મેળવવા માટેની પાત્રતા
- આ સ્કોલરશીપ મેળવવા માટે ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
- અરજદારોએ અગાઉના શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા 75% ગુણ મેળવેલા હોવા જોઈએ.
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક તમામ સ્ત્રોતોમાંથી રૂ. 3,00,000 થી વધુ ન હોવી જોઈએ.
- PAN India ના વિદ્યાર્થીઓ પણ આ યોજના માટે અરજી કરી શકે છે.
મળવાપાત્ર રકમ
SBIF ની આ સ્કોલરશીપની યોજના માં પાસ થનાર વિદ્યાર્થીઓને વર્ષે રૂપિયા 10000હજારની સ્કોલરશીપ મળશે.
સ્કોલરશીપ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- પાછલા શૈક્ષણિક વર્ષની માર્કશીટ ની નકલ
- વિદ્યાર્થીના આધાર કાર્ડ ની નકલ
- અભ્યાસ ચાલુ હોવા બાબતનો પુરાવો (ફી રસીદ/પ્રવેશ પત્ર/સંસ્થા ઓળખ કાર્ડ/બોનાફાઇડ પ્રમાણપત્ર)
- અરજદાર (અથવા માતા-પિતા)ની બેંક ખાતાની વિગતો
- આવકનો પુરાવો (ફોર્મ 16A/સરકારી અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર/સેલરી સ્લિપ વગેરે)
- અરજદારનો ફોટોગ્રાફ
સ્કોલરશીપ મેળવવા માટે અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ www.sbifoundation.in ઓપન કરો.
- તેમા SBIF Asha Scholarship પર કલીક કરો.
- ત્યારબાદ નીચે ‘Apply Now’ બટનને ક્લિક કરો.
- ‘ઓનલાઈન અરજી ફોર્મ પેજ’ પર જવા માટે રજિસ્ટર્ડ આઈડીનો ઉપયોગ કરીને Buddy4Study પર લૉગિન કરો.
- જો તમે રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય તો – તમારા ઈમેલ/મોબાઈલ નંબર/જીમેલ એકાઉન્ટ વડે Buddy4Study પર નોંધણી કરો.
- તમને હવે ‘એસબીઆઈએફ આશા સ્કોલરશિપ પ્રોગ્રામ ફોર સ્કૂલ સ્ટુડન્ટ્સ 2023’ એપ્લિકેશન ફોર્મ પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
- એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરવા માટે ‘સ્ટાર્ટ એપ્લિકેશન’ બટન પર ક્લિક કરો.
- ઓનલાઈન અરજી ફોર્મમાં તમારી જરૂરી વિગતો ભરો.
- ત્યારબાદ માંગવામા આવેલા જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરો.
- ‘નિયમો અને શરતો’ સ્વીકારો અને ‘Preview’ પર ક્લિક કરો.
- જો અરજદારે ભરેલી બધી વિગતો પૂર્વાવલોકન સ્ક્રીન પર યોગ્ય રીતે દેખાતી હોય, તો અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.