Electoral Roll 2024; લોકસભાની ચૂંટણી જાહેર થવામાં હવે થોડા દિવસો જ બાકી છે, અંદાજિત 14 માર્ચ થી 15 માર્ચ સુધીમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તેવી સંભાવના છે, ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે નવી લેટેસ્ટ અપડેટ મતદાર યાદિ જાહેર કરવામા આવી છે. આ મતદાર યાદિ મા જે લોકોના નામ છે તે આવનારી લોકસભાની ચૂંટણી માટે મતદાન કરી શકસે. નવી જાહેર કરાયેલી મતદાર યાદિમા કુલ 96.8 કરોડ મતદારો નોંધાયેલા છે.
Gujarat Electoral Roll 2024
ચૂંટણી પંચે તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારોને લગતો વિશેષ સમરી રિવીઝન 2024 રિપોર્ટ જાહેર કરવામા આવ્યો છે. નવી મતદાર યાદિ જાહેર કરતા ઈલેકશન કમીશને જણાવ્યુ હતુ કે 18 થી 29 વર્ષની વયજૂથના 2 કરોડ નવા મતદારો મતદાન યાદીમાં ઉમેરાવામા આવ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યામાં 6% જેટલો વધારો નોંધાયો છે.
ગુજરાત નવી મતદાર યાદી 2024
- 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા મતદારો 89.6 કરોડ હતા તે વધીને 2024 મા 96.8 કરોડ થયા છે.
- 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા પુરૂષ મતદારો 46.5 કરોડ હતા તે વધીને 2024 મા પુરુષ મતદારો 49.7 કરોડ થયા છે.
- 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા સ્ત્રી મતદારો 43.1 કરોડ હતા તે વધીને 2024 મા સ્ત્રી મતદારો 47.1 કરોડ થયા છે.
- 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા 18-19 વર્ષના મતદારો 1.5 કરોડ હતા તે વધીને 2024 મા 18-19 વર્ષના મતદારો 1.85 કરોડ થયા છે.
Voter Slip: મતદાર કાપલી વિના તમે તમારો મત આપી શકશો નહીં. પરંતુ ઘણા પ્રસંગોએ મતદાર કાપલી લોકો સુધી પહોંચતી નથી. પરંતુ જો આવું થાય તો તમે તેને ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો.
વોટર સ્લીપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
આ રીતે કરો Voter ID ડાઉનલોડ
- પહેલા www.eci.gov.in પર જાઓ.
- નવા યુઝરે પહેલા રજિસ્ટર કરવું પડશે.
- E-EPIC ડાઉનલોડ કરવાનો ઓપ્શન પસંદ કરો.
- E-EPIC નંબર કે ફોર્મ રેફરન્સ નંબર નાખો.
- નંબર નાખ્યા બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
- OTP નાખ્યા બાદ E-EPIC ડાઉનલોડ પર ક્લિક કરવું.
- ક્લિક કરવાથી તમારા ફોનમાં PDF ફોર્મેટમાં Voter ID ડાઉનલોડ થઈ જશે.
આવી રીતે ગુજરાત નવી મતદાર યાદી 2024 ડાઉનલોડ કરો
નવી મતદાર યાદિમા તમારૂ નામ નોંધાયેલ છે કે કેમ તે ચેક કરવા માટે નીચેની રીતે ચેક કરી શકો છો.
- આ માટે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ https://voters.eci.gov.in ઓપન કરવાની રહેશે.
- અહિં આપેલી લીંક https://voters.eci.gov.in/download-eroll?stateCode=S06 પરથી પણ તમે સીધા ઓપન કરી શકો છો.
- ત્યારબાદ ઓપન થયેલી લીંકમા તમારૂ District, Assembly Constituency અને Launguage સીલેક્ટ કરો. અને ત્યા આપેલ કેપ્ચા કોડ દાખલ કરો.
- ત્યારબાદ તમારી સામે તમે સીલેકટ કરેલ વિધાનસભા મતવિસ્તાર ના તમામ બુથવાઇઝ મતદારયાદિ નુ લીસ્ટ ખુલી જશે.
- તેમા તમે જ ગામ, વિસ્તાર ના બુથની મતદાર યાદિ ડાઉનલોડ કરવા માંગતા હોય તે સીલેકટ કરો.
- તેની સામે આપેલ ડાઉનલોડ બટન પર કલીક કરતા તે બુથમા નોધાયેલા મતદારો ની મતદાર યાદિ તમારી સામે ઓપન થશે.