ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામની રાહ જોતા વિધાર્થિઓની આતુરતાનો અંત આવશે. સવારે 9 વાગ્યે ગુજરાત બોર્ડની વેબસાઈટ WWW.GSEB.ORG પર બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે.
GSEB HSC Science Result 2024: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આવતીકાલે સવારે 9: વાગ્યે બોર્ડની વેબસાઈટ ઉપર બંને પરિણામ જોઈ શકાશે
ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સાથે જ જાહેર થશે. બંને પ્રવાહના ભેગા મળી કુલ ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે.
Gujarat Board Results 2024: આ રીતે પરિણામ ચેક કરો
- પગલું 1: સૌ પ્રથમ વિદ્યાર્થીઓ GSEB gseb.org ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- પગલું 2: હવે વિદ્યાર્થીઓ હોમપેજ પર HSC સાયન્સ/કોમર્સ પરિણામ લિંક પર ક્લિક કરો
- સ્ટેપ 3: આ પછી તમારી સામે એક નવી વિન્ડો ખુલશે
- પગલું 4: પછી તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો
- પગલું 5: આ પછી વિદ્યાર્થીઓ સબમિટ પર ક્લિક કરો
- પગલું 6: પછી GSEB ધોરણ 12 નું પરિણામ સ્ક્રીન પર દેખાશે
- પગલું 7: હવે તમારું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો
- પગલું 8: આ પછી વધુ જરૂરિયાત માટે પ્રિન્ટ આઉટ લો