GSRTC કંડક્ટર ભરતી 2023: નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસ.ટી. વિભાગમાં (Gujarat ST Division) અલગ અલગ જગ્યા માટે 3342 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
GSRTC Conductor Bharti 2023; ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (હવે પછીથી નિગમ ધ્વારા ઉલ્લેખ કરવામા આવશે) ધ્વારા નીચે જણાવેલ કક્ષાની સીધી ભરતી (ફીક્સ પગાર) ની જગ્યાઓ અન્વયે પસંદગીયાદી / પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર નીચે જણાવેલ સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં ઉમેદવારે photo ૧૦ KB અને signature ૧૦ KB સાઇઝથી (Photoનું માપ ૫ સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી. પહોળાઇ અને Signatureનું માપ ૨.૫ સે.મી. ઉંચાઇ અને ૭.૫ સે.મી. પહોળાઇ રાખવી.) વધારે નહિ તે રીતે jpg format માં scan કરી અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહેશે.
GSRTC કંડક્ટર ભરતી 2023
વિભાગનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) |
પોસ્ટનું નામ | કંડકટર |
કુલ જગ્યાઓ | ૩૩૪૨ |
લાયકાત | ધોરણ 12 પાસ |
ઓનલાઈન અરજી કરવાની તારીખ | તા.૦૭/૦૮/૨૦૨૩ |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | તા.૦૬/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી) |
અરજી પત્રકની ફ્રી સ્વિકારવાનો સમયગાળો | તા.૦૭/૦૮/૨૦૨૩ થી તા.૦૮/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી) |
વેબસાઈટ | https://gsrtc.in/ |
નોંધ: ૭૬૫ કંડકટરોની ભરતીની જાહેરાત સરકારશ્રીની મંજુરીની અપેક્ષાએ કરવામાં આવે છે. જો સરકારશ્રી ધ્વારા પસંદગીયાદી બનાવતા સુધીમાં મંજુરી આપવામાં આવશે તો ૭૬૫ કંડકટરોની ભરતી કરવામાં આવશે. જો મંજુરી ન મળે તો આપેલ જાહેરાતની સંખ્યામાંથી ૭૬૫ બાદ કરીને બાકી રહેલ જગ્યાઓની ભરતી પુર્ણ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે જેની નોધ લેશો.
ગુજરાત એસટી વિભાગમાં 3342 જગ્યાઓ માટે ભરતી
સરકારી નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસ.ટી. વિભાગમાં (Gujarat ST Division) અલગ અલગ જગ્યા માટે 3342 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. 7 ઓગસ્ટથી ઓનલાઇન ફોર્મ ભરવાની શરુઆત થશે. એસટી બસમાં 1299 જગ્યા ડ્રાઈવર સમકક્ષની ભરતી (Recruitment) કરાશે, જ્યારે શરતી (1)માં 765 અને શરતી (2)માં 1278 કંડક્ટર કક્ષાએ ભરતી કરાશે.
GSRTC કંડક્ટર ભરતી 2023 પગાર ધોરણ
પસંદગી પામનાર ઉમેદવારોને કંડકટર કક્ષામાં પાંચ વર્ષ માટે માસિક રૂ.૧૮૫૦૦/- ફીકસ પગારથી કરાર આધારીત નિમણુંક અપાશે. તેઓને નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઇપણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહીં. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પુરી થયેથી કંડકટર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મુળ પગાર અમલમાં હોય તે મુળ પગારમાં નિયમિત નિમણુંક મેળવવા પાત્ર થશે.
GSRTC કંડક્ટર ભરતી 2023 વય મર્યાદા
ઓછા માં ઓછી ૧૮ વર્ષ તથા વધુમાં વધુ તમામ પ્રકારની છુટછાટ સહીત નીચે જણાવ્યા મુજબ રહેશે,
વર્ગ | પુરૂષ (વધુ માં વધુ ઉંમર) | મહિલા (વધુ માં વધુ ઉંમર) |
---|---|---|
બિન અનામત | ૩૪ વર્ષ | ૩૯ વર્ષ |
અનામત | ૩૯ વર્ષ | ૪૪ વર્ષ |
માજી સૈનિક | ૪૫ વર્ષ | ૪૫ વર્ષ |
દિવ્યાંગ | બિન અનામત ૪૪ વર્ષ અનામત ૪૫ વર્ષ | ૪૫ વર્ષ |
- ૧૮ થી ૩૪ વર્ષ (જન્મ તારીખ:-૦૬/૦૯/૧૯૮૯ થી ૦૬/૦૯/૨૦૦૫)
- ઉપર જણાવેલ વયમર્યાદામાં અનામત કક્ષાનાં ઉમેદવારોને નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.
GSRTC કંડક્ટર ભરતી 2023 શૈક્ષણિક લાયકાત
ધો.૧૨ પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, કંડકટર લાઇસન્સ, ફર્સ્ટ એઇડ સર્ટીફીકેટ, બેઝ, વગેરેના પ્રમાણપત્ર / માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદના પ્રમાણપત્રો હશે તો તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અને અરજીપત્રક રદ કરવામાં આવશે.
ફર્સ્ટ-એઈડ સર્ટીફિકેટ તથા કંડકટર લાયસન્સ માટેની સુચના:-
- ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે જે વેલીડીટી ધરાવતો ફર્સ્ટ-એઇડ સર્ટીફિકેટ હોય તેની જ વિગત ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે. જો અરજી કર્યા તારીખે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ ફર્સ્ટ-એઇડ સર્ટીફિકેટ વેર્લીડ નહીં હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે.
- જો વેલીડ ફર્સ્ટ-એઇડ સર્ટીફિકેટ ન હોય અથવા વેલીડ ફર્સ્ટ-એઈડ સર્ટીફિકેટ પુર્ણ થઈ ગયું હોય તો નવું ફર્સ્ટ- એઈડ સર્ટીફિકેટ મેળવવાં માટેની ફીની પહોંચ અથવા પ્રોવિઝનલ સર્ટીફિકેટના આધારે ઓનલાઈન અરજી કરી શકાશે. જે ફીની પહોચનાં આધારે ઓનલાઈન અરજી કરી હોય તે જ ફીની પહોંચનાં આધારે મેળવેલ પ્રોવિઝનલ સર્ટીફિકેટ અથવા વેલીડ ફર્સ્ટ-એઈડ સર્ટીફિકેટ માન્ય રહેશે તેમજ દસ્તાવેજ ચકાસણી વખતે રજુ કરવાનું રહેશે, અન્યથા નિગમ ધ્વારા લેવામાં આવેલ નિર્ણય ઉમેદવારને બંધનકર્તા રહેશે.
- ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા સમયે વેલીડીટી ધરાવતા કંડકટર લાયસન્સની વિગત ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે. જો અરજી કર્યા તારીખે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ કંડકટર લાયસન્સ વેલીડ નહીં હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે.
GSRTC કંડક્ટર ભરતી 2023 પરીક્ષા ફી
- ઓનલાઈન અરજીપત્રક ભરતી સમયે અનામત અને બિનઅનામત કેટેગરીના તમામ ઉમેદવારોએ (દિવ્યાંગ તથા માજી સૈનિક ઉમેદવાર સહિત) અરજીપત્રક ફી ૩.૫૦*૩.૯ (GST ૧૮%) = કુલ રૂ.૫૯૮- https://ojas. gujarat.gov.In વેબસાઈટ પર ભરવાની રહેશે. જે ઉમેદવારોના ૧:૧૫ ના રેશિયો મુજબ ૧૦૦ ગુણની ઓ.એમ.આર. લેખિત પરીક્ષા આપવા માટે સમાવેશ થતો ન હશે તો તેવા સંજોગોમાં તેવા ઉમેદવારોએ ભરેલ અરજીપત્રક ફ્રી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. અરજીપત્રક ફી ભર્યા વગરની અરજી માન્ય રાખવામાં આવશે નહીં.
- ઓપ્ટીકલ માર્ક રીડીંગ (O.M.R) લેખિત પરીક્ષા માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ.૨૫૦/- + પોસ્ટલ ચાર્જ ભરવાનાં રહેશે.
૩. અનુ.જાતિ, અનુ.જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ જો જનરલ કેટેગરીમાં અરજી કરેલ હશે તો તે પૈકી ઓપ્ટીકલ માર્ક રીડીંગ (O.M.R) લેખિત પરીક્ષા માટે બોલાવેલ તમામ ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે. - અનુ.જાતિ, અનુ.જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ. સા.શૈ.પ.વર્ગ, માજી સૈનિક અને દિવ્યાંગ તરીકે અરજી પત્રક ભરેલ હશે તેવા ઉમેદવારોને પરીક્ષા ફી ભરવામાંથી નિયમાનુસાર મુક્તિ આપવામાં આવશે. જે ઉમેદવારોએ O.M.R પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આપવા ફી ભરવાની થતી હોય તેવા ઉમેદવારોએ O.M.R પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અંગેનો કોલલેટર મળ્યેથી નીચેની સુચના મુજબ ફી ભરવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે.
કંડકટરનો અભ્યાસક્રમ 2023 | Conductor Bharti 2023 Syllabus
1 | ગુજરાતી વ્યાકરણ (ધોરણ 12 કક્ષા સુધીનું) | 10 ગુણ |
2 | અંગ્રેજી વ્યાકરણ (ધોરણ 12 કક્ષા સુધીનું) | 10 ગુણ |
3 | કમ્પ્યુટરની પ્રાથમિક માહિતી | 20 ગુણ |
4 | સામાન્ય જ્ઞાન(ગુજરાતનો ઇતિહાસ,ભૂગોળ,વર્તમાન પ્રવાહ વગેરે.) | 20 ગુણ |
5 | કંડકટર ની ફરજો,પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો,મોટર વ્હીકલ એકટના પ્રાથમિક પ્રશ્નો | 10 ગુણ |
6 | ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો/નિગમને લાગતી માહિતી | 10 ગુણ |
7 | રોડ સેફટી | 10 ગુણ |
8 | ટેસ્ટ ઓફ રિજનિંગ અને ક્વોન્ટીટેટિવ,એપ્ટીટ્યુડ (ધોરણ 12 કક્ષા સુધીનું) | 10 ગુણ |
કુલ ગુણ | 100 ગુણ |
GSRTC કંડક્ટર ભરતી 2023 નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવાની લિંક | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
GSRTC કંડક્ટર ભરતી 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ?
તા.૦૬/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી)
GSRTC કંડક્ટર ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ છે ?
કુલ જગ્યાઓ 3342