Gujarat Police New Rules and Regulations 2024: સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહિ.
સરકારશ્રીના ગૃહ વિભાગ ધ્વારા તા.૦૭/૦૨/૨૦૨૪ના જાહેરનામાથી લોકરક્ષક કેડરના નવા પરીક્ષા નિયમો જાહેર કરેલ છે. જે જોવા માટે અહીં કલીક કરો……
LRD ના નવા નિયમો જાહેર
ગુજરાત પોલીસ ભરતીના નવા નિયમો 2024: હવેથી શારીરિક લાયકાતમાં દોડ ના ગુણ નહીં મળે. દોડ ફક્ત નિયત સમયમાં પૂર્ણ કરવાની રહેશે. શારીરિક કસોટીમાં વજનનો મુદ્દો રદ કરવામાં આવ્યો. શારીરિક કસોટી માં પાસ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટીવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. હવે 200 ગુણનું ત્રણ કલાકનું એક પેપર લેવાશે. આ પેપર ભાગ a અને b એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજીયાત રહેશે. વિષયોમાં પણ થયો ફેરફાર
Gujarat Police New Rules and Regulations
જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.
પહેલા લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહિ પરંતુ કોર્ષના સમયગાળા (Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશે.
કોર્સના આધારે વધારાના ગુણ આપવામાં આવશે
પહેલાં લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા, જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહીં, પરંતુ કોર્સના સમયગાળા (Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશેઃ
કોર્સનો સમયગાળો | વધારાના ગુણ |
1 વર્ષ | 3 |
2 વર્ષ | 5 |
3 વર્ષ | 8 |
4 વર્ષ કે તેથી વધુ | 10 |
આખરી પસંદગી યાદી OBJECTIVE MCQ TEST અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.