google news

ગુજરાતમાં ભારે વરસાદ, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદ: આજે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન રહેવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરેબિયન સીમાં સર્ક્યુલેશનને કારણે ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. જેમા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન રહેશે. જેના કારણે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

ગુજરાતમાં ભારે વરસાદ

અમદાવાદમાં સોમવારે, સતત ત્રીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. જેમા સરખેજમાં સૌથી વધુ અઢી ઈંચ જ્યારે જોધપુર વિસ્તારમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે દિવસ દરમિયાન અમદાવાદમાં હિલસ્ટેશન જેવો માહોલ થઇ ગયો હતો. દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન ઘટીને 33 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં હજુ આગામી બે દિવસ વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં ભારે વરસાદ
ગુજરાતમાં ભારે વરસાદ, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી 2

આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરેબિયન સીમાં સર્ક્યુલેશનને કારણે ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. જેમા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન રહેશે. જેના કારણે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

આ પણ વાંચો   [10 September 2022] સોના ચાંદીના ભાવ, જાણો તમારા શહેરના આજના તાજા ભાવ

Live Update: 13/09/2022

  • દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદી માહોલ
  • રાવલમાં વહેલી સવારે હતો ધોધમાર વરસાદ
  • રાવલ પંથકમાં મેઘરાજાની તોફાની બેટીંગ

જામ રાવલ

જામ રાવલ સહિતના નીચાણવાળા વિસ્તારોને ચેતવણી; વર્તુ 2 ડેમના ચાર દરવાજા અડધો ફૂટ ખોલાયા, મોડી રાતથી ઉપરવાસમાં અનાધાર વરસાદના કારણે ભેનકવડ ગામે આવેલ વર્તુ 2 ડેમના 4 દરવાજા અડધા ફૂટ સુધી ખોલાયા. જામ રાવલ સહિત નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં પાણી છોડાયુ છે. ભોગાવો નદીમાં પાણી આવતા સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર સહિતના શહેરના નીચાણવાળા વિસ્તાર તેમજ વઢવાણ અને લીંબડીના 10થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કોઝવે તેમજ વઢવાણ જીઆઇડીસી કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર પાણીમાંથી લોકો જીવના જોખમ પસાર થઇ રહ્યાં છે. કોઝવે બંધ કરાવવાની કામગીરી તંત્ર દ્વારા માત્ર કાગળ પર કરવામાં આવી હોય તેવો ઘાટ સર્જાયો.

વડોદરા

વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ. ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલીમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મંગળવારે અમદાવાદમાં ભારે વરસાદ ખાબકી શકે છે.

અમદાવાદ

અમદાવાદમાં વરસાદને પગલે રાબેતા મુજબ જ પાણી ભરાવાવની સમસ્યા સર્જાતાં વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. વરસાદી પાણી ભરાવવાની આજે દક્ષિણપશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ પાંચ, પશ્ચિમ ઝોનમાંથી ચાર, ઉત્તરપશ્ચિમ-દક્ષિણ ઝોનમાંથી 1-1 એમ કુલ 11 ઘટના નોંધાઇ હતી. બ્રેકડાઉનની 1 અને રોડ સેટલમેન્ટની 1 ઘટના નોંધાયાની માહિતી સૂત્રો પાસેથી મળી છે.

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો