IPL 2024; કઈ ટીમ ક્યારે રમશે મેચ, આ એપ્લિકેશન પર જોઈ શકાશે IPL લાઇવ

IPL 2024 Schedule: IPLની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે. 22 ફેબ્રુઆરીના રોજ IPL 2024નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીને કારણે માત્ર 21 દિવસનું જ શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ IPL 2024 ક્રિકેટ પ્રીમિયર લીગ અને તેના શિડ્યૂલ વિશે.

22 માર્ચે શરૂ થવાની છે અને 29 મેના રોજ સમાપ્ત થવાની છે

2024ની IPL સિઝન 22 માર્ચે શરૂ થવાની છે અને 29 મેના રોજ સમાપ્ત થવાની છે, જેમાં સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ 74 મેચો રમાશે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ રમાશે. બાકીનું શેડ્યૂલ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે.

તારીખટીમસ્થળસમય
22 માર્ચચેન્નાઈ સુપર કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરચેન્નાઈરાત્રે 8 વાગ્યે
23 માર્ચપંજાબ કિંગ્સ VS દિલ્હી કેપિટલ્સમોહાલીબપોરે 3.30 વાગ્યે
23 માર્ચકલકત્તા નાઈટ રાઈડર્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદકલકત્તાસાંજે 7.30 વાગ્યે
24 માર્ચરાજસ્થાન રોયલ્સ VS લખનૌઉ સુપર જાયન્ટ્સજયપુરબપોરે 3.30 વાગ્યે
24 માર્ચગુજરાત ટાઈટન્સ VS મુંબઈ ઈન્ડિયન્સ,અમદાવાદસાંજે 7.30 વાગ્યે
25 માર્ચરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS પંજાબ કિંગ્સબેંગ્લોરસાંજે 7.30 વાગ્યે
26 માર્ચચેન્નાઈ સુપર કિંગ્સ VS ગુજરાત ટાઈટન્સચેન્નાઈસાંજે 7.30 વાગ્યે
27 માર્ચસનરાઈઝર્સ હૈદરાબાદ VS મુંબઈ ઈન્ડિયન્સહૈદરાબાદસાંજે 7.30 વાગ્યે
28 માર્ચરાજસ્થાન રોયલ્સ VS દિલ્હી કેપિટલ્સજયપુરસાંજે 7.30 વાગ્યે
29 માર્ચરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS કલકત્તા નાઈટ રાઈડર્સબેંગ્લોરસાંજે 7.30 વાગ્યે
30 માર્ચલખનૌઉ સુપર જાયન્ટ્સ VS પંજાબ કિંગ્સલખનૌઉસાંજે 7.30 વાગ્યે
31 માર્ચગુજરાત ટાઈટન્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદઅમદાવાદબપોરે 3.30 વાગ્યે
31 માર્ચદિલ્હી કેપિટલ્સ VS ચેન્નાઈ સુપર કિંગ્સવાઈજેગસાંજે 7.30 વાગ્યે
1 એપ્રિલમુંબઈ ઈન્ડિયન્સ VS રાજસ્થાન રોયલ્સમુંબઈસાંજે 7.30 વાગ્યે
2 એપ્રિલરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS લખનૌઉ સુપર જાયન્ટ્સબેંગ્લોરસાંજે 7.30 વાગ્યે
3 એપ્રિલદિલ્હી કેપિટલ્સ VS કલકત્તા નાઈટ રાઈડર્સવાઈજેગસાંજે 7.30 વાગ્યે
4 એપ્રિલગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સઅમદાવાદસાંજે 7.30 વાગ્યે
5 એપ્રિલસનરાઈઝર્સ હૈદરાબાદ VS ચેન્નાઈ સુપર કિંગ્સહૈદરાબાદસાંજે 7.30 વાગ્યે
6 એપ્રિલરાજસ્થાન રોયલ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરજયપુરસાંજે 7.30 વાગ્યે
7 એપ્રિલમુંબઈ ઈન્ડિયન્સ VS દિલ્હી કેપિટલ્સમુંબઈબપોરે 3.30 વાગ્યે
7 એપ્રિલલખનૌઉ સુપર જાયન્ટ્સ VS ગુજરાત ટાઈટન્સલખનૌઉસાંજે 7.30 વાગ્યે

IPL 2024 ની શરુઆત 22 માર્ચથી થશે, જ્યાં ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. RCB vs CSK મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓની ઉત્તેજના વધી રહી છે, પરંતુ સૌ પ્રથમ ઓપનિંગ સેરેમની સૌનું ધ્યાન આકર્ષિત કરવા માટે તૈયાર હશે. દર વખતની જેમ આ વખતે પણ IPL 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ઘણા મોટા સ્ટાર્સ ભાગ લેશે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે સામાન્ય લોકો આ સમારોહ કેવી રીતે, ક્યારે અને ક્યાં જોઈ શકશે.

IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં ઘણા મોટા સ્ટાર્સ આવશે

રિપોર્ટ્સનું માનીએ તો ભારતીય સંગીતકારો સોનુ નિગમ, એઆર રહેમાન સિવાય બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ આઈપીએલની આગામી સિઝનની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે સોનુ નિગમ અને એઆર રહેમાન સાથે મળીને દેશભક્તિ પર એક ખાસ પેશકશ કરી શકે છે. આ સમગ્ર સમારોહની સમય મર્યાદા 30 મિનિટ રાખવામાં આવી છે.

Jio સિનેમા અને Sports 1 માં લાઇવ જોઈ શકાશે

IPL 2024ના પ્રસારણના અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. અંગ્રેજીમાં લાઈવ કોમેન્ટ્રી Star Sports 1 HD/SD પર ઉપલબ્ધ થશે, અને હિન્દી કોમેન્ટ્રી Star Sports હિન્દી HD/SD પર ઉપલબ્ધ થશે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ બંગાળી, કન્નડ, તેલુગુ અને તમિલ સહિત અન્ય ભાષાઓમાં લાઈવ કોમેન્ટ્રી સાંભળવા મળશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Jio સિનેમા એપ પર જોઈ શકાશે.

IPL 2024 ની ઓપનિંગ સેરેમની ક્યારે અને ક્યાં થશે ?

IPL 2024 ની ઓપનિંગ સેરેમની MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં CSK vs RCB મેચની શરૂઆતના થોડા સમય પહેલા 22 માર્ચે સાંજે 6:30 વાગ્યે શરૂ થશે.