ITI ADMISSION FORM 2024 ; આઈ ટી આઈ પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ, ધોરણ 8 પાસ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે

થોડા દિવસ પહેલાં જ ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર થયું છે. ત્યારે આગલા અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા ઘણી સરકારી સંસ્થા અને ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ માટેના ફોર્મ શરૂ થઈ ગયેલ છે. ત્યારે આજે આપને આ પોસ્ટમા ગુજરાત આઈ.ટી.આઈ પ્રવેશ ફોર્મ 2024 (ITI ADMISSION FORM 2024) વિશેની વાત કરીશું તથા કેવી રીતે ફોર્મ ભરવું તેની માહિતી મેળવીશું.

ITI ADMISSION FORM 2024

હેતુITI એડમિશન અંગે માહિતી આપવા બાબત
અરજી કરવાની શરૂઆત1 એપ્રિલ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ13 જૂન 2024
ઓફિશિયલ વેબસાઇટitiadmission.gujarat.gov.in
કેટેગરીવિવિધ ફોર્મ

કોણ કોણ આઈ.ટી.આઈ સંસ્થા માં એડમિશન લઈ શકે ?

આઈ.ટી.આઈ સંસ્થા માં ધોરણ 8 પાસ થી માંડીને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. જેમાં ડીઝલ મિકેનિકલ, કોમ્પ્યુટર ઓપરેટર, વેલ્ડર આવા ઘણા ટેકનિકલ કોર્ષ આઈ.ટી.આઈ સંસ્થા દ્વારા ફ્રી માં કરાવવામાં આવે છે. આઈ.ટી.આઈ કોર્સ પૂર્ણ કર્યા પછી apprenticeship માટે તમે વિવિધ કંપની માં જઈ શકો છો અને 8,000 જેટલું (stipends) વેતન મેળવી શકો છો.

Gujarat ITI 2024 Admission Form

Directore of Employmemt and Training (DET) દ્વારા ટેકનીકલ અને નોન-ટેકનિકલ કોર્સ માટે આઈ ટી આઈ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. Gujarat ITI 2024 Admission Form ઓનલાઈન પ્રક્રિયા 1 એપ્રિલ 2024 થી ચાલુ થઈ ગયેલ છે. એડીમિશન મેળવવાની પ્રકિયા ફક્ત ઓનલાઇન જ છે. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મેરીટના આધારે થાય છે.

Gujarat ITI 2024 અરજી કરવાની રીત

 રાજ્યમાં ટેકનીકલ અને નોન-ટેકનીકલ શિક્ષણ મેળવવા માટે ITI માં એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. જેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
  • સૌપ્રથમ ITI ની ઓફિશિયલ વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in/ પર જાઓ.
  • ત્યારબાદ નવા રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન કરીને બાહેંધરી વાંચીને સબમિટ પર ક્લિક કરો.
  • હવે તમારો રજીસ્ટ્રેશન નંબર નોંધી લો અને રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લૉગિન કરો.
  • હવે જરૂરી માહિતી દાખલ કરો.
  • ત્યારબાદ ફોટો અને સહી જરૂરી સાઇઝ મુજબ અપલોડ કરો.
  • હવે તમારી અરજીને કન્ફોર્મ કરી દો.
  • હવે તમારી અરજીની પ્રિન્ટ કરી લો.
  • હવે તમે ઓનલાઈન માધ્યમથી અરજી ફી ભરી દો.