Learning Licence Gujarat 2023: કેન્દ્ર સરકાર દ્વારા આરટીઓની તમામ સુવિધા ઓનલાઇન કર્યા બાદ લાયસન્સ માટેના બદલાવ કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તબક્કે લર્નિંગ લાઇસન્સ (Learning Licence Online) ઘરે બેઠા જ ઉમેદવારને મળી શકે તે માટેની વ્યવસ્થા શરૂ કરવા તમામ રાજ્યોને આદેશ કરાયો છે. ઉમેદવાર પોતાના મોબાઈલથી અથવા તો સાઈટ પરથી તેની પરીક્ષા પોતાની અનુકૂળતા મુજબ આપી શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.
Learning Licence Gujarat 2023
પોસ્ટનું નામ | Learning Licence Gujarat 2023 |
ડિપાર્ટમેન્ટ | Transport Department Gujarat |
પોસ્ટની કેટેગરી | સમાચાર |
સમાચાર સૂત્રો | દિવ્ય ભાસ્કર (Date: 24 February, 2023) |
હવે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા આપતા પહેલા સરકારે નિયત કરેલો અભ્યાસક્રમ ફરજિયાત શીખવો પડશે. ત્યારબાદ જ ઉમેદવાર પરીક્ષા આપી શકશે. ઉમેદવારે અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે તે માટેનું સર્ટિફિકેટ જનરેટ થશે.
લર્નિંગ લાયસન્સની પરીક્ષાનો પ્રોસિજર ફેસલેસ અને આધાર બેઝ રાખવાનું જણાવાયું છે. સરકાર દ્વારા અભ્યાસક્રમ તૈયાર કરવા બે-ત્રણ આયામો ઉપર કાર્ય શરૂ કર્યું છે.
નવી લાયસન્સ પ્રક્રિયા આવી હશે
New driving licence process: નવી લર્નિંગ લાયસન્સ પ્રણાલીમાં રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમ નક્કી કરવાનો રહેશે. જે શીખ્યા બાદ 7 દિવસમાં લર્નિંગ લાઇસન્સ માટે નિયત પોર્ટલ અથવા મોબાઇલ એપ દ્વારા પરીક્ષા આપી શકશે. સિસ્ટમ ફેસ રેકગ્નાઈઝ અને આધારકાર્ડ બેઝ હશે.
નવી લાયસન્સ પ્રક્રિયામાં અભ્યાસક્રમમાં શું હશે?
- ટ્રાફિક સાઇન
- ટ્રાફિક સિગ્નલ અને નિયમો
- ડ્રાઇવરની ફરજ અને અકસ્માત સમયની કામગીરી
- અનમેન રેલવે ક્રોસિંગ પસાર કરતી વખતે રાખવાની તકેદારી
- કયા ડોક્યુમેન્ટ રાખવા
- રોડ રેગ્યુલેશન