Meri Maati Mera Desh: મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત શપથ અને સેલ્ફી લઈ મેળવો સર્ટિફિકેટ, ફક્ત 2 મિનિટમાં

By Natvar Jadav

Published On:

Follow Us
Meri Maati Mera Desh Certificate

Meri Maati Mera Desh: આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ચાલી રહિ છે. જેમા ગયા વર્ષે આપણે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઘર પર સ્વતંત્રતા દિવસ પર રાષ્ટૃધ્વજ ફરકાવ્યો હતો અને તેમજ સોશીયલ મીડીયા મા DP મા તીરંગા વાળી ઈમેજ રાખી હતી. આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ આપવામા આવ્યો છે.

Meri Maati Mera Desh Certificate

  • આપણે મળેલી સ્વતંત્રતા માટે આપણે તે શહિદોના ઋણી છીએ જેમણે આપણી આવતીકાલ માટે પોતાની આજને ગુમાવી દિધી.
  • આઝાદી માટે શહિદી વહોરનાર શહિદો એ રાષ્ટ્રહિત માટે પોતાનુ સર્વસ્વ બલીદાન આપ્યુ.
  • આપણી માતૃભુમિ એ ધન્ય ભુમિ છે જેણે ઘણા બહાદુર, વિરો ને જન્મ આપ્યો.
  • આ ભુમિ મા જન્મ લીધો હોવાના કારણે આપણે પણ આ ભુમિ સાથે અને અહિની ભુમિ અને લોકોમા રહેલી દેશભક્તિની ભાવના સાથે જોડાયેલા છીએ.
  • માતૃભૂમિની માટી આપણને સૌ ને એકસાતેહ જોડાયેલા રાખે છે.

આ ઓગષ્ટમા ભારતિયો માતૃભૂમિને સમર્પિત “મિટ્ટી ઓફ ધ મધરલેન્ડ” કાર્યક્રમ અને મહોત્સવો દ્વારા માતૃભૂમિને શ્રધ્ધાંંજલી આપશે.

Meri Maati Mera Desh Certificate

મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ મહત્વ

  • શહેરી અને ગ્રામીણ વિસ્તારોમા સ્થાનીક કાર્યક્રમો
  • શહેરી અને ગ્રામીણ વિસ્તારોમા મિટ્ટી યાત્રા
  • માટીના 7500 કળશ દિલ્હી ખાતે લાવવામા આવશે.
  • દરેક બ્લોકના એક એવા 7500 યુવા પ્રતિનિધીઓ સાથે દિલ્હી કર્તવ્ય પથ પર મહોત્સવ

પંચપ્રાણ પ્રતિજ્ઞા, સેલ્ફી વિગત-1

  • દરેક કાર્યક્રમ દરમ્યાન લોકો પંચપ્રાણ પ્રતિજ્ઞા લેશે
  • પંચ પ્રાણ વિચાર અને આ વર્ષના મુખ્ય થીમ મિટ્ટી કો નમન વીરો કા વંદનને સાકાર કરવા માટે આ પ્રતિજ્ઞા હાથમાં માટી અથવા માટીનો દીવો પકડીને લઈ શકાય છે. તકતીની આજુબાજુ દીવા પ્રગટાવીને
  • મૂકી શકાય છે.
  • સહભાગીઓને પોતાની સેલ્ફી અભિયાનની વેબસાઇટ ઉપર અપલોડ કરવાનું કહેવામા આવશે. સામાજિક કાર્યોમાં સહભાગિતા માટેનું ડિજિટલ પ્રમાણપત્ર જનરેટ કરવામાં આવશે.
  • આ મહોત્સવના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા ઉપર મૂકવાના રહેશે.

પંચપ્રાણ પ્રતિજ્ઞા, સેલ્ફી વિગત-2

  • હું આથી શપથ લઉં છું કે વિકસિત ભારતના નિર્માણમાં મારુ યોગદાન આપીશ. હું શપથ લઉં છું કે હું ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવા માટે શક્ય તેટલા બધા જ પ્રયત્નો કરીશ.
  • હું શપથ લઉં છું કે હું દેશના સમૃદ્ધ વારસાનું જતન કરીશ અને તેના ઉત્થાન માટે હંમેશા કામ કરીશ.
  • હું શપથ લઉં છું કે હું દેશની એકતા જાળવી રાખવા માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ.
  • હું શપથ લઉં છું કે હું રાષ્ટ્ર પ્રત્યેની મારી ફરજો અને જવાબદારીઓને નિભાવીશ.
  • હું શપથ લઉં છું કે દેશના ગૌરવ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીરોની પ્રેરણા લઈને હું દેશની રક્ષા, સન્માન અને પ્રગતિ માટે સમર્પિત રહીશ.
  • હું શપથ લઉં છું કે વિકસિત રાષ્ટ્ર સ્વરૂપે 2047 માટે ભારતના વિઝનને આગળ વધારવામાં હું યોગદાન આપીશ

પંચપ્રાણ પ્રતિજ્ઞા, સેલ્ફી વિગત-3

  • હું વિકસિત ભારતના નિર્માણમાં મારી ભૂમિકા ભજવવાનો સંકલ્પ કરું છું.
  • હું સંસ્થાનવાદી માનસિકતાના દૂર કરવાની પ્રતિજ્ઞા કરું છું.
  • હું આપણાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રોત્સાહન અને જાળવણી બદલ ગૌરવ લેવાનું વચન આપું છું
  • હું દેશની એકતા અને અખંડિતતા માટે પ્રયત્ન કરવાનો સંકલ્પ કરું છું.
  • હું મારા રાષ્ટ્ર પ્રત્યેની મારી ફરજો અને જવાબદારીઓને પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લઉં છું.
  • હું આપણા દેશના બહાદુરોના બલિદાનનું સન્માન કરવા અને રાષ્ટ્રની રક્ષા અને પ્રગતિ માટે મારી જાતને સમર્પિત કરવાનો સંકલ્પ કરું છું.
  • હું વિકસિત રાષ્ટ્રના 2047 માટે ભારતના વિઝનને આગળ વધારવામાં યોગદાન આપવાનું વચન આપું છું.

મેરી મિટ્ટી મેરા દેશ નું સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું?

Meri Maati Mera Desh શપથ લેવા માટે નીચેના સરળ સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ Meri Maati Mera Desh માટે ઓફીસીયલ વેબસાઇટ https://merimaatimeradesh.gov.in ઓપન કરો.
  • તેમા Take Pledge ઓપ્શન પર જાઓ.
  • ત્યારબાદ તમારુ નામ,મોબાઇલ નંબર, રાજ્ય અને જિલ્લો જેવી વિગતો સબમીટ કરો.
  • ત્યારબાદ ત્યા આપેલ શપથ વાંચો.
  • આગળ સબમીટ ઓપ્શન આપતા તમને સેલ્ફી અપ્લોડ કરવા માટે કહેવામા આવશે.
  • તેમા તમારી સેલ્ફી જેમા હાથમા માટી અથવા માટીનો દિવો હોય તેવી અપલોડ કરો.
  • ત્યારબાદ સબમીટ આપતા તમારા નામવાળુ સર્ટી. ડાઉનલોડ થઇ જશે.

સર્ટિફિકેટ મેળવવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Natvar Jadav

Natvar Jadav is a passionate writer and blogger with a deep love for language and storytelling. With a background in literature and a keen interest in various topics, Natvar has honed his writing skills to engage readers and ignite their curiosity.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment