Solar Power Kit Sahay: ખેડૂતોને મળશે ખેતરની ફરતે સોલાર પાવર કીટ નાખવા માટે રૂ.15000 ની સહાય, સોલાર પાવર કીટ સહાય

સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. જેમ કે Solar Power Kit Sahay તેમજ ઘણી યોજનાઓ ખેડૂતો માટે મુક્બમાં આવે છે. જેમા ખેડૂતોને ખેતીમા નવા સાધનો વસાવવામા સહાય મળે તે માટે અને ખેડૂતો ને ખેતીકામ મા સહાયતા મળે તે માટે નવી સાધન સામગ્રી ખરીદિ મા સબસીડી આપવામા આવે છે. Ikhedut પોર્ટલ પર ખેડૂતો માટે વીવીધ યોજનાઓ માટે ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લુ મૂકવામા આવે છે.

ખેડૂતોને મળશે રૂ.15000 ની સહાય

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો તરફથી મળેલી રજૂઆતોને વાચા આપતા ચાલુ વર્ષના બજેટમાં ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે Solar Power Kitની ખરીદી માટે ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજનામાં અઢી ગણો વધારો કરીને 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. solar power kit ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજના માટે ચાલુ વર્ષે અંદાજપત્રમાં 350 કરોડ અને સોલાર ફેન્સીંગ માટે સોલાર પાવર કીટની ખરીદીમાં ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજના માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોના પાકને રક્ષણ આપવા માટે કુલ 400 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે.

Solar Power Kit Sahay

ખેડૂતોના પાકને જંગલી જાનવર નુકશાન ન પહોંચાડે અને ખેડૂતોને પાકના રખોલા માટે રાત્રે જાગવુ ન પડે તે માટે સોલાર પાવર કિટ (ઝટકો) મૂકતા હોય છે. જે સૂર્યપ્રકાશ દ્વારા ચાર્જ થઇ ચાલતો હોય છે. સોલાર પાવર કિટ સહાય યોજના માટે હાલ Ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરવાનુ ચાલુ છે. આ યોજનામા કેમ અરજી કરવી, કેટલી સહાય મળશે, કયા ડોકયુમેન્ટ જોઇએ તેની માહિતી આ પોસ્ટમા મેળવીશુ.

ખેતરની ફરતે Solar Fencing બનાવવા માટે Solar power Unit/Kit ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના.

સોલાર પાવર કીટ સહાય

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે યોજનાના બજેટમાં અઢી ગણો વધારો થતા ગત વર્ષની સરખામણીમાં 13 હજાર ખેડૂતોની જગ્યાએ ચાલુ વર્ષે 33 હજાર ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજના માટે રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા 15000 બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ ટૂંક સમયમાં જ ખુલ્લું મૂકવામાં આવશે. જેનો મહત્તમ લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોને કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો હતો.

અરજી કરવાની છેલ્લી તારીખ

જે કોઈપણ ખેડૂત આ યોજના માં અરજી કરવા ઇચ્છતા હોય તો અરજી 8 ડિસેમ્બર 2023 પહેલા અરજી કરી શકે છે તેમજ અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ આપેલી છે તો ધ્યાન થી વાંચવા નમ્ર વિનંતી.

સહાય મેળવવા માટે મુખ્ય શરતો

  • કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો એ લાભ લીધેલ હોય આવા ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
  • સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કરવામા આવેલા કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- આ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે.
  • ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ની ખરીદી કરવાની હોય છે.
  • આ યોજના મા લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત સોલાર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.

સોલાર પાવર કીટ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ તેમા “વિવિધ યોજનામા ઓનલાઇન અરજી કરો’ ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા “ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ તમને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ નુ લીસ્ટ જોવા મળશે.
  • જેમા ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના સોલાર પાવર યુનિટ/કીટ ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા તમારી ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી વિગતો સબમીટ કરો.
  • ત્યારબાદ તમારી અરજી કન્ફર્મ કરીને સેવ રાખો.
  • તમારી આ યોજનામા લાભાર્થી તરીકે પસંદગી થયા બાદ મેસેજ દ્વારા જાણ મળશે.
  • ત્યારબાદ તમારે સારી ગુણવતાવાળી સોલાર કિટની ખરીદી કરવાની હોય છે.
  • જેની સ્થળ ખરાઇ ખેતીવાડી ખાતા તરફથી કરવામા આવે છે.
  • ત્યારબાદ આ સહાય લાભાર્થીના બેંકખાતામા જમા કરવામા આવે છે.

સોલાર પાવર કીટ સહાય ડોકયુમેન્ટ લીસ્ટ

  • લાભાર્થીના 7/12 અને 8-અ ની નકલ
  • બેંકખાતાની પાસબુકની નકલ
  • સોલાર પાવર કીટ ખરીદીનુ પાકુ બીલ
  • ભાવપત્રક
સોલાર પાવર કીટ સહાય માં અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો