PM kisan 13th Installment: દેશના ખેડૂતો માટે સારા સમાચાર છે. PM કિસાનનો 13મો હપ્તો (2,000 રૂપિયા) 27 ફેબ્રુઆરી 2023 ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. PM કિસાન યોજનાના લાભાર્થીઓને 2,000 રૂપિયાનો હપ્તો મળવા જઈ રહ્યો છે.

ખેડૂતોના ખાતામાં દર 4 મહિનાના અંતરે 2 હજાર રૂપિયાના 3 હપ્તામાં મોકલવામાં આવે છે. 12મો હપ્તો 17મી ઓક્ટોબરે મોકલવામાં આવ્યો હતો. હવે કિસાન સન્માન નિધિ યોજનાના 13મો હપ્તો  27 ફેબ્રુઆરી ના રોજ મોકલવામાં આવશે.