ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) 2024: નવા વર્ષ નો પહેલો તહેવાર એટલે કે Makar Sankranti. ગુજરાતમાં તેને ઉત્તરાયણના નામથી પણ ઓળખવામાં આવે છે. અને દર વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર…
View More ઉત્તરાયણ 2024: Wishes, Quotes, Shayari and Images in Gujaratiઉત્તરાયણ 2023
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ઉત્તરાયણ 2023 (મકરસંક્રાંતિ) વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Uttarayan (Makarsankranti) Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઊજવવામાં આવે છે. તે આબાલવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે.
આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. તેથી એને ‘મકરસંક્રાંતિ’ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ‘ઉત્તરાયણ’ પણ કહે છે.
દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે. પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિથી શહેરો ધમધમી ઊઠે છે. મકરસંક્રાંતિની આગલી રાતે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. સૌ યુદ્ધની તૈયારી કરતાં હોય તેમ પતંગોને કિન્ના બાંધવા લાગી જાય છે.
મકરસંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગયુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. ઠેરઠેરથી ‘કાટા…’ ‘કાટા…’ ‘લપેટ…’ ‘લપેટ…’ ની બૂમો સંભળાય છે. સ્પીકરોનો ઘોઘાટ વાતાવરણને ગજવી મૂકે છે. પતંગરસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે.
આ તહેવારનું ધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે. લોકો તલના લાડુમાં સિક્કા પૂરી તે લાડુ દાનમાં આપે છે. તે ગુપ્તદાનનો મહિમા દર્શાવે છે. આ દિવસે લોકો શેરડી, બોર અને તલસાંકળી ખાય છે.
કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં પતંગ લૂંટવામાં ઘણો રસ પડે છે. કેટલાક લોકો પતંગ પકડવા જતાં ધાબા પરથી નીચે પડી જાય છે કે રસ્તા પર વાહનો સાથે અથડાય છે.
કેટલાક લોકો રાતે ટુક્કલ ચગાવે છે અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવે છે.
આમ, મકરસંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર છે.
ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) નિબંધ – 100 શબ્દો
બાળકોને અતિ પ્રિય તહેવાર ઉત્તરાયણ છે. ઉત્તરાયણ એક માત્ર એવો તહેવાર છે જે અંગ્રેજી કેલેન્ડર મુજબ ઉજવાય છે. ઉત્તરાયણ દર વર્ષે 14 જાન્યુઆરી ના દિવસે ઉજવાય છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે માટે તેને મકરસક્રાંતિ પણ કહે છે.
એક ધાર્મિક તહેવાર તરીકે આ દિવસે લોકો પુણ્યદાન કરે છે. ઘણા લોકો ગાયોને ધાસ પુડા ખવડાવે છે. આ દિવસે લોકો ગરીબોને દાન આપે છે અને બ્રાહ્મણોને દક્ષિણા આપે છે. આ દિવસે લોકો કૂતરાને લાડુ અને ખિચડી જમાડે છે.
ઉત્તરાયણને પતંગનું પર્વ પણ કહેવાય છે. આ દિવસે નાના મોટા બધા સવારથી પતંગ લઈને અગાસી પર ચડી જાય છે. ઉત્તરાયણના આગળના દિવસે કોઈ સાથે યુદ્ધ કરવાનું હોય તેમ બધા પતંગ અને દોરાની તૈયારીઓ કરે છે.
ઉત્તરાયણના દિવસે આખુય આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે અને લોકો સવારથી સાઉન્ડ સિસ્ટમ લઇ ધાબે ચડી જાય છે અને મોટા અવાજે ગીતો વગાડે છે. ઉત્તરાયણના દિવસે તમને લપેટ લપેટ અને કાઇપો છે ની બૂમો સંભળાય છે.
ઉત્તરાયણ એ નાના મોટા દરેક માટે આનંદનો તહેવાર છે.
FAQ :
Q. ઉત્તરાયણ વર્ષ 2023 માં કઈ તારીખે ઉજવવામાં આવશે?
- A. ઉત્તરાયણ તહેવાર તારીખ 14 જાન્યુઆરી 2023 ના રોજ ઉજવવામાં આવશે.
Q. ઉત્તરાયણ ઉજવવા પાછળનો હેતુ શું છે?
- A. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. તેથી એને ‘મકરસંક્રાંતિ’ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ‘ઉત્તરાયણ’ પણ કહે છે.