VMC Junior Clerk Result 2023: વડોદરા મહાનગરપાલિકા માં 552 જુનિયર ક્લાર્ક ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ, અહીંથી જુઓ તમારું પરિણામ

By Vijay Jadav

Published On:

Follow Us
vmc junior clerk result 2023

VMC Junior Clerk Result 2023: વડોદરા મહાનગરપાલિકામાં જૂનિયર ક્લાર્ક વર્ગ-3 સંવર્ગની 552 જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.8 ઓક્ટોબરના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષાનુ પરિણામ ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ મૂકવામાં આવ્યું છે, લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા છે હજારો ઉમેદવારો.

45,269 ઉમેદવારોએ પરીક્ષા આપી

આ પરીક્ષા અમદાવાદ શહેર અને ગ્રામ્ય, ખેડા, આણંદ અને ગાંધીનગર એમ પાંચ સ્થળે લેવાઈ હતી. પરીક્ષા 1,09,307 ઉમેદવારો આપવાના હતા, પણ પરીક્ષામાં માત્ર 41.41% જ હાજરી જોવા મળી હતી. આ પરીક્ષામાં 45,269 હાજર રહ્યા હતા જ્યારે 64,038 ગેરહાજર રહ્યા હતા. જેઓને રૂપિયા 22 લાખથી વધુની પરીક્ષા ફી કોર્પોરેશન પરત આપી દેવાના છે. આવા ઉમેદવારો પાસેથી કોર્પોરેશને તેઓના બેન્ક એકાઉન્ટની વિગતો મંગાવી છે.

VMC Junior Clerk Result 2023

વડોદરા મહાનગપાલિકા જુનિયર ક્લાર્ક વર્ગ-3ની ભરતી કરવામાં આવી રહી છે અને તેમાં 552 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ઉમેદવારોની ભરતી કરવાની છે ત્યારે તેની પરીક્ષા 8 ઓક્ટોબરે યોજાવાની છે. જેમાં 200 માર્ક્સના પ્રશ્નો હશે. જેમાં 200 MCQ (multiple-choice question)ના 200 માર્ક્સ એટલે કે સવાલનો એક માર્ક્સ રહેશે.

552 જુનિયર ક્લાર્ક પરિણામ 2023 કેવી રીતે જોવું ?

  • ઉમેદવારો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/ResultList પર થી જાણી શકાશે
  • ભરતી અને પરિણામો વિભાગ માટે જાઓ
  • “દસ્તાવેજ ચકાસણી ” વિભાગમાં જાઓ
  • પછી ત્યાં “VMC જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે દસ્તાવેજ ચકાસણીની ઉમેદવારોની સૂચિ” હશે ત્યાં ટેબ કરો
  • ડાઉનલોડ લિંક પર ક્લિક કરો જલ્દી
  • હવે પીડીએફ ફાઇલમાં તમારું નામ તપાસો.

Vijay Jadav

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now