મધ્ય પ્રદેશના પ્રખ્યાત અને ઐતહાસિક સ્થળો વિષે સંપૂર્ણ માહિતી મધ્ય પ્રદેશમાં ફરવા માટે ના સરસ સ્થળો જે તમને તેના વિષે જાણીને આનંદ થશે અને તમે ફરવા જાવ ત્યારે તમને થોડુંક વધારે સમજવા મળે તે માટે આ લેખને સાંપૂર્ણ વાંચવા વિનંતી.
મધ્ય પ્રદેશના પ્રખ્યાત અને ઐતહાસિક સ્થળો
ભોપાલઃ રજવાડી સ્થાપત્યો માટે જાણીતું આ શહેર મધ્ય પ્રદેશન રાજધાની છે. અહીં આદિમાનવ સંગ્રહાલય, શૌકત મહેલ લક્ષ્મીનારાયણ મંદિર, બિરલા સંગ્રહાલય, ગોહર મહેલ, સરોવ તથા જામા, મોતી તથા તાજુલ મસ્જિદો જોવાલાયક છે.
અમરકંટકઃ હિન્દુઓનું તીર્થસ્થળ છે. અહીં નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન અને નર્મદા મંદિર આવેલું છે. નર્મદા નદીની પરિક્રમાનો આરંભ અહીંથી થાય છે.
ઇન્દોરઃ વેપાર, ઉદ્યોગ તેમજ શિક્ષણનું કેન્દ્ર છે. આ જૈન ધર્મના કાચનાં દેરાસર માટે વિખ્યાત છે.
ઉજ્જૈનઃ પ્રાચીન વિદ્યાધામ તેમજ વીર વિક્રમની રાજધાનીનું શહેર છે. અહીં કુંભમેળો ભરાય છે. શ્રી મહાકાલેશ્વર મંદિર (દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક), જંતરમંતરની ઐતિહાસિક વેધશાળા, મહાકવિ કાલિદાસનું જન્મસ્થળ, કાલિદાસ અકાદમી, સાંદીપનિ આશ્રમ, વિક્રમ યુનિવર્સિટી, ભૈરવ મંદિર, ગોપાલ મંદિર, હરસિદ્ધ માતાનું મંદિર, ભર્તૃહિરની ગુફા વગેરે જોવાલાયક છે. આ સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક નગરી ગણાય છે.
ઓરછાઃ જહાંગીરનો મહેલ, ચતુર્ભુજ મંદિર, રામરાજા મંદિર, જુગલકિશોર ઉદ્યાન, રાજપ્રવીણ મહેલ તથા લક્ષ્મીનારાયણ મંદિર જોવાલાયક છે.
કાન્હાઃ વાઘ તેમજ અન્ય પ્રાણીઓ માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન છે.
ખજુરાહોઃ સહસ્ત્રવર્ષ પ્રાચીન ઉત્કૃષ્ટ કામ શિલ્પવાળાં 22 ચંદ્રકાલીન મંદિરો જેમ કે ચૌસઠ યોગિની, કંડાર્ય મહાદેવ, દેવી જગદંબા, માતંગેશ્વર, દુલાદેવ, ચિત્રગુપ્ત, વિશ્વનાથનાં મંદિરો જોવાલાયક છે.
ગ્વાલિયરઃ સંગીત સમ્રાટ તાનસેનની જન્મભૂમિ છે. અહીં તોમર રાજા માનસિંહનો કિલ્લો, માન મંદિર પૅલેસ, ગુર્જરી મહેલ, ચતુર્ભુજ મંદિર, તેલીકા મંદિર, જયવિલાસ પૅલેસ, રાણી લક્ષ્મીબાઈની સમાધિ વગેરે આવેલાં છે.
જબલપુર: નર્મદા નદીના કિનારે વસેલું શહેર છે. આરસની ભેખડોથી રચાતી નહેર પ્રકૃતિની શોભામાં વધારો કરે છે. અહીં ધૂંવાધાર ધોધ, ચોસઠ જોગણીનું મંદિર, રાણી દુર્ગાવતી સંગ્રહાલય, તિલવાડા ઘાટ, ભેડાઘાટ, મદનમોહન દુર્ગ, સંગ્રામસાગર અને કાચી શિલાનાં શિલ્પો આકર્ષક છે. આ શહેર બીડી ઉદ્યોગનું કેન્દ્ર છે.
પચમઢી: હવા ખાવાનું સ્થળ છે. અહીં ધૂપગઢ-સાતપુડા પર્વતનું સર્વોચ્ચ શિખર, પાંડવ ગુફા આવેલાં છે.
પન્ના: હીરાની ખાણો આવેલી છે.
ભીમબેટકાઃ મધ્ય પ્રદેશનું આ પુરાતત્ત્વીય નગર છે. અહીં દક્ષિણ એશિયાનું પ્રાગઐતિહાસિક ગુફાચિત્રોનું સૌથી મોટું સંગ્રહાલય છે. ૭ મહેશ્વરઃ હોલકરના અહલ્યાદેવીનો રજવાડી કિલ્લો તથા મંદિરો જોવાલાયક છે.
માંડુઃ મધ્ય પ્રદેશનું ઐતિહાસિક નગર છે. અહીં કિલ્લો, રાજ સંકુલ, જહાજ મહેલ, તવેલી મહેલ, હિંડાળા મહેલ, ચંપા વાવડી, બાજ બહાદુરનો મહેલ, દરિયાખાનનો ઘુમ્મટ, જૈન મંદિર, નિલકંઠ મહાદેવ તથા બીજાં સ્થાપત્યો જોવા જેવાં છે.
માંધાતાઃ નર્મદા નદીના કિનારે આવેલું બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક ઓમકારેશ્વર મંદિર અહીં આવેલું છે. આ મંદિર નાનું તથા સાંકડું છે. ઉત્તરકાંઠે આવેલું અમલેશ્વર મંદિર તેનું જોડીદાર મંદિર છે.
બાઘઃ અજંતાની સમકાલીન બૌદ્ધ ગુફાઓ અહીં આવેલી છે.
શિવપુરીઃ પક્ષીઓનું અભયારણ્ય છે.
સાંચી: બૌદ્ધ સ્તૂપો આવેલાં છે.
SocioEducations Homepage | Click Here |