Today Kesar Kerina Bhav : આજના કેસર કેરીના ભાવ શું છે? 1 પેટીના ભાવ છે આટલા

Today Kesar Kerina Bhav : ઉનાળો એટલે કેરીની ધૂમ સીઝન. એપ્રીલ મહિના ના અંતથી જ કેરીની ભરપૂર આવક થવા લાગે છે. પરંતુ આ વર્ષે હજુ…

Today Kesar Kerina Bhav

Today Kesar Kerina Bhav : ઉનાળો એટલે કેરીની ધૂમ સીઝન. એપ્રીલ મહિના ના અંતથી જ કેરીની ભરપૂર આવક થવા લાગે છે. પરંતુ આ વર્ષે હજુ કેરીની આવક ખૂબ ઓછી થઇ રહિ છે. જેને લીધે કેરીના ભાવ હજુ ખૂબ ઉંચા બોલાઇ રહિ છે. અને મધ્યમ વર્ગના લોકો માટે હજુ કેરીનો સ્વાદ ચાખવો મુશ્કેલ છે. એવામા સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટીંગ યાર્ડ મા કેસર કેરીની આવક વધી રહિ છે. ચાલો જાણીએ હાલ કેસર કેરીનો શું ભાવ બોલાઇ રહ્યો છે.

આજના કેસર કેરીના ભાવ શું છે?

સૌરાષ્ટ્રમા જુનાગઢ ને કેસર કેરીનુ હબ ગણવામા આવે છે. જો કે હવે જુનાગઢ ઉપરાંત પોરબંદર ના વિવિધ વિસ્તારોમા પણ કેસર કેરીના બગીચા આવેલા છે. અને પોરબંદર થી પણ કેસર કેરીની આવક થાય છે. જો કે હજુ જુનાગઢ અને પોરબંદર બન્ને જિલ્લામાથી કેસર કેરીની આવક ઓછી થઇ રહિ છે. જેને લીધે હજુ કેરીના ભાવ ઉંચા છે.

Today Kesar Kerina Bhav

Today Kesar Kerina Bhav Junagadh : જુનાગઢ ગીર પંથકની કેસર કેરી અને ગીર ના સિંહ બંને પ્રખ્યાત છે હાલમાં ઉનાળાની અને કેરીની ધૂમ સીઝન ચાલી રહી છે ત્યારે કેસર કેરીના સ્વાદ ના શોખીન લોકો કેરીનો સ્વાદ માણવા માટે ઉત્સુક છે હાલમાં એપ્રિલ મહિનાથી કેરીની આવક મા થોડો વધારો થયો છે. આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની 417 ક્વિન્ટલ જેટલી આવક નોંધાણી હતી.

આજના કેસર કેરીના ભાવ શું છે?

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ મા 417 ક્વિન્ટલ જેટલી કેસર કેરીની આવક થઇ હતી અને એક મણ કેરીનો ઊંચા મા ઊંચો ભાવ 2800 જ્યારે એક મણ કેરીનો નીચામા નીચો ભાવ 1000 રૂપિયા જેટલો બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કેરીની સારી એવી આવક થઇ રહી છે આવનારા સમયમાં હજુ પણ આવકમા વધારો થશે અને કેરીના ભાવ મા ઘટાડો થશે.

કેસર કેરીની સૌથી વધુ આવક 18 એપ્રિલના રોજ 1883 ક્વિન્ટલ જેટલી થઇ હતી, ત્યારે એક મણનો નીચો ભાવ 2600 રૂપિયાનો નોંધાયો હતો. કેસર કેરીની અને અન્ય કેરીની સરેરાશ આવક 100 થી 500 ક્વિન્ટલ જેટલી અત્યાર સુધીમાં નોંધાયા છે.

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો