Todays Gold Rate in Gujarat: દિવસે દિવસે સોનાના ભાવ વધી રહ્યા છે, અને હાલ લગ્ન ની સિઝન ચાલુ થઈ એટલે સોનાની માંગ વધે અને આ ખરા સમયે જ રેકોર્ડ બ્રેક સોનાનો ભાવ વધ્યો છે. ત્યારે સોનું ખરીદનાર ને મુશ્કેલી વધી રહી છે. હાલ વિશ્વસ્તર પર સોનાની કિંમતોમાં ખુબજ જંગી વધારો જોવા મળી રહ્યો છે, અત્યારે લગ્ન ગાળો ચાલતો હોવાથી લોકો બજાર માંથી ખુબજ વધુ સોનાની ખરીદારી કરતા હોઈ છે જેના લીધે કિંમતોમાં પણ વધારો જોવા મળતો હોઈ છે. આવા સમયે દરેક લોકોને એ જાણવું જરૂરી છે કે Gold Price સોનાની તાજેતરમાં શું કિંમત ચાલી રહી છે. આજના આ લેખમાં અમે તમને
Todays Gold Rate in Gujarat
દેશમાં સોનાના ભાવ અત્યાર સુધીના સૌથી મોંઘા સ્તરે પહોંચી ગયા છે અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર તે પ્રથમ વખત રૂ. 64,000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. MCX પર સવારે 10 વાગ્યે, સોનું 63874 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું અને 517 રૂપિયા અથવા 0.82 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે સોનાની કિંમત પહેલીવાર રૂ. 64 હજાર સુધી પહોંચી ગઈ છે અને આ સોનાનું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. સોનાના ભાવ MCX પર તેના ફેબ્રુઆરીના વાયદા માટે છે.
આજના સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો
2024 ની શરૂઆતમાં યુએસ ફેડરલ બેંક દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવાની વધતી અપેક્ષાઓને કારણે સોનું અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. યુ.એસ.માં નાણાકીય નીતિ અંગે ફેડરલ રિઝર્વના પ્રમુખ જેરોમ પોવેલની હકારાત્મક ટિપ્પણીઓ છતાં, ડોલરની ઉપજમાં ઘટાડો જોવા મળ્યો છે. Todays Gold Rate in Gujarat ડૉલર અને ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો એ સોનાના ભાવ વધવા માટેનું સકારાત્મક કારણ છે. વૈશ્વિક ભાવમાં વધારાની અસર ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના ભાવ પર પણ જોવા મળી રહી છે.
આજના સોનાના ભાવ
Ibja.co પર આજના સોનાના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે.
- Fine Gold (999) સોનાના ભાવ 1 ગ્રામના – 6381
- 22 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 6227
- 20 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 5679
- 18 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 5168
Todays Gold Rate in Gujarat સોનાના દરરોજ ભાવ જોવા માટેની વેબસાઈટ www.ibja.co છે. દરરોજ તેમાં અપડેટ થાય છે, તેથી તે વેબસાઈટમાં જોઈ લેવું