સુરત જિલ્લામાં આવેલા બારડોલી તાલુકાની આ વાત છે. ઈ.સ. ૧૯૨૮માં અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં ૨૨% વધારો કરી દીધો. સરકારને ખેડૂતોએ રજૂઆત કરી. પણ અંગ્રેજ સરકાર પર કંઈ જ અસર ન થઇ. છેવટે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું.બધા જ ખેડૂતો વલ્લભભાઈ પાસે ગયા, વિગતવાર બધી વાત કરી. વલ્ભભાઈને આ આંદોલનનું નેતૃત્વ સ્વીકારવા વિનંતી કરી. વલ્લભભાઈએ સત્યને ખાતર પોતાનું માથું ઉતારી આપનારા ખેડૂતોની યાદી માંગી. ખેડૂતોએ આ યાદીમાં હોંશભેર પોતાનાં નામ લખાવ્યા અને વલ્લભભાઈએ આ આંદોલનની આગેવાની સ્વીકારી. આંદોલન શરૂ થયું. રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદ મળી. કાર્યક્રમો અને સભાઓ થવા લાગી. ખેડૂતો નિર્ભય બની કાયદાનો ભંગ કરવા લાગ્યા. વલ્લભભાઈના જુસ્સાદાર અને હિંમતભર્યાં ભાષણોથી ખેડૂતોમાં શૂરાતન પ્રગટ્યું. હવે સરકારે નિર્દોષ લોકોની ધરપકડ શરૂ કરી. પોલીસે રવિશંકર મહારાજની ધરપકડ કરી. એમની પાછળ ઘણા લોકો જેલમાં જવા તૈયાર થયા.
લોકોના મનમાંથી અંગ્રેજ સરકાર અને જેલનો ભય દૂર થયો. સત્યાગ્રહ પૂરજોશમાં ચાલી રહ્યો હતો. ગાંધીજી તે સમયે બારડોલી આવ્યા. ખેડૂતોમાં નવી ચેતના અને ઉત્સાહ ઉમેરાયા. સ્ત્રીઓ પણ સત્યાગ્રહમાં જોડાવા લાગી. પરિસ્થિતિ વધારે ને વધારે તંગ થતી હતી, તેમ તેમ સરકારની ચિંતા પણ વધતી જતી. છેવટે સરકારે નમતું જોખી સમાધાન કરવા વિચાર્યું.અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પૂના બોલાવ્યા. ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું. આ સત્યાગ્રહથી વલ્લભભાઈને સરદાર’નું બિરુદ મળ્યું.
- પ્રથમ વિશ્વયુદ્ધ પુરુ થયા બાદ, હિંદ સંરક્ષણ ધારાની મુદ્દત પૂરી થતી હોવાથી ક્રાંતિકારી ચળવળને દબાવી દેવા માટેની સત્તા હાથ ધરવા સરકારે ૧૯૧૯માં રૉલેટ કાયદા પસાર કર્યાં. આ ‘કાળા કાયદા’ વિરુદ્ધ લોકમત કેળવીને ગાંધીજીએ ૩૦ માર્ચના રોજ પ્રાર્થના, ઉપવાસ અને હડતાળ પાડવાનો લોકોને અનુરીધ કર્યો. પાછળથી તે તારીખ બદલીને ૯ એપ્રિલ નક્કી કરવામાં આવી. ગુજરાતમાં ૬ એપ્રિલના દિવસે અમદાવાદ અને નડિયાદમાં હડતાળ પડી. અમદાવાદ, સુરત, અમલસાડ તથા નડિયાદમાં સરઘસો કાઢીને સભાઓમાં રૉલેટ કાયદાનો વિરોધ કરતાં ભાષણો તથા ઠરાવો કરવામાં આવ્યાં.૧૦ એપ્રિલના રોજ ગાંધીજીની ધરપકડના સમાચાર અને અનસ્પાબહેન સારાભાઈની ધરપકડની અફવા અમદાવાદમાં છેલાવાથી મિલમજૂરોએ હડતાળ પાડીને દુકાનો બંધ કરાવી. બીજે દિવસે લોકોનાં ટોળાંએ સરકારી અને મ્યુનિસિપાલિટીનાં મકાનોનો નાશ કર્યો. એક યુરોપિનય સાર્જન્ટને મારી નાખ્યા. શહેરમાં લશ્કર બોલાવવા છતાં આગના બનાવો ચાલુ રહ્યા.ગોળીબારથી ૨૮ માણસો મરણ પામ્યા અને ૧૨૩થી વધારે ઘવાયા. વિરમગામમાં લોકોનાં ટોળાંએ સરકારી મકાનોને આગલગાડી. પોલીસના ગોળીબારમાં છ માણસો માર્યાં જવાથી ગોળીબારનો હુકમ આપનાર હિન્દી અધિકારીને સળગાવી દીધી.
ગુજરાતનો ઇતિહાસ જાણવા જેવું
લોકોએ રેલવેનાં વેંગની અને સરકારી તિજોરીમાંથી લૂંટ કરી. મુંબઈથી ગૌરા લશ્કરની ટ્રેનને અમદાવાદ જતી અટકાવવા નડિયાદના યુવાનોએ રેલના પાટા ઉખાડી નાખ્યા. આણંદમાં ૧૩ એપ્રિલે લોકોએ હડતાળ પાડી, અંગ્રેજ સ્ટેશન માસ્તર તથા વેન્ડરમાં માની બાળી નાખ્યાં. ગાંધીજીએ અમદાવાદ આવી, હિંસાના પ્રાયશ્ચિતરૂપે ત્રણ દિવસના ઉપવાસ કરી, સાંતિ સ્થાપી. અમદાવાદમાં ૨૧૭ માસી ઉપર કેસ કરીને ૧૦૯ જાને સજા કરવામાં આવી. વિરમગામમાં ૫૦ માણસો ઉપર કેસ કરીને ૨૭ જણને સજા કરવામાં આવી. ગાંધીજી નડિયાદ ગયા. ત્યાં તેમને લાગ્યું કે લોકોને કાયદાનો સવિનયભંગકરવા નોતરવામાં ઉતાવળ કરીને હિમાલય જેવડી ભૂલ હતી,
- સરકારે મિ. હન્ટરના અધ્યક્ષપદે ડિસઓર્ડર ઇન્કવાયરી કમિટી નીમીને તોફાનીની તપાસ કરાવી આ અરસામાં ગાંધીજીએ નવજીવન’ તથા ‘પંગ ઇન્ડિયા’ સાપ્તાહિકો પ્રગટ કરીને પ્રજાને સત્યાગ્રહની તાલીમ આપવા માંડી. ૐ ખિલાફત, પંજાબના અત્યાચારો અને અધૂરા મૉન્ટર્ડ સુધારાને કારણે અસહકારના આંદોલનનો ઑગસ્ટ, ૧૯૨૦થી આરંભ કરવામાં આવ્યો.
- ૧૯૨૦ના સપ્ટેમ્બરમાં મળેલી કોંગ્રેસની બેઠકમાં અસહકારનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. તેમાં સરકારી ખિતાબો, સરકારી શિક્ષણ, સરકારી નોકરીઓ તથા વકીલો દ્વારા અદાલતોનો ત્યાગ ધારારાભાઓ અને વિદેશી માલનો બહિષ્કાર તથા દારૂબંધી અને અસ્પૃશ્યતા નિવારણ સાથે ખાદી અને રેંટિયાને અપનાવી સ્વદેશી માલ વાપરવાની અનુરોધ કરવામાં આવ્યો. ગુજરાતમાં પણ આ કાર્યક્રમો ચાલતા હતા.
- ૧૮ ઑક્ટોબર, ૧૯૨૦ના રોજ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ સ્થાપવામાં આવી. અમદાવાદની મૉડેલ હાઈસ્કૂલ,
- પ્રોપ્રાયટરી હાઈસ્કુલ અને સિટી હાઈસ્કૂલ, આણંદની ડી.એન. હાઈસ્કૂલ,ભરૂચની યુનિયન હાઈસ્કૂલ, સુરતની સિટી હાઈસ્કૂલ અને ગોધરાની ન્યૂ હાઈસ્કૂલે સરકાર સાથેનો સંબંધ તોડી નાખ્યો.
- વડોદરા, રાજકોટ, ભાવનગર, વઢવાણ અને ધ્રાંગધ્રા રાજ્યોમાં પણ સરકારી કેળવણીનો બહિષ્કાર થયો.અમદાવાદ, સુરત અને વડોદરાની કૉલેજોના કેટલાક અધ્યાપકોએ રાજીનામાં આપ્યાં. ગુજરાત કૉલેજના ૩૫ વિદ્યાર્થીઓએ કૉલેજનો ત્યાગ કર્યો. સુરતની હાઈસ્કૂલોના ૮૯૦ વિદ્યાર્થીઓએ હાઈસ્કૂલનો છોડી, અમદાવાદમાં વલ્લભભાઈ પટેલ, કૃષ્ણલાલ દેસાઈ, ગ.વા. માવળંકર, કાલિદાસ ઝવેરી સહિત નડિયાદ,ગોધરા, સુરત અને મોડાસાના વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો. ગાંધીજીએ ‘કેસરે હિંદ’નો સુવર્ણપદક વાઇસરૉયને પરત કર્યો. ખેડા, સુરત અને પંચમહાલ જિલ્લાના અને તલાટીઓએ રાજીનામાં આપ્યાં. વિદેશી કાપડની દુકાનો પર સ્વયં સેવિકાઓએ પિકેટિંગ કર્યું અને વિદેશી કાપડની હોળી કરવામાં આવી.
- ૧૯૨૧માં ગાંધીજીએ ‘એક વર્ષમાં સ્વરાજ’નો નાદ દેશભરમાં ફેલાવ્યો. ડિસેમ્બર, ૧૯૨૧માં અમદાવાદમાં ભરાનાર કોંગ્રેસના અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ વલ્લભભાઈ પટેલ હતા. તેમાં સવિનય કાનૂનભંગનો ઠરાવ કરવામાં આવ્યો અને બારડોલી તાલુકામાં નાકરની લડત શરૂ કરવાનું ઠરાવ્યું આ દરમિયાન ઢસાના દરબાર ગોપાળદાસ
અંબાઈદાસ દેસાઈએ ગાદીત્યાગ કરીને દેશભક્તિનું અનુપમ ઉદાહરણ પૂરું પાડ્યું. - સુરત જિલ્લાના નેતાઓ દયાળજીભાઈ, કલ્યાણજી મહેતા તથા પરાગજીભાઈએ અને ભરૂચના ડૉ.ચંદુલાલ દેસાઈ (છોટે સરદાર)એ પોતાની સમગ્ર મિલકત દેશને અર્પણ કરી. ખાદીના પ્રચારમાં સ્ત્રીઓ, જ્ઞાતિપંચો, સાધુરાંતો અને ધર્મગુરુઓએ ભાગ લીધો. દારૂનિષેધ માટે સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પિકેટિંગ કર્યું. તેમાં સમાજના બધા વર્ગોએ સહકાર આપ્યો. અમદાવાદ, નડિયાદ, સુરત, જંબુસર અને બોરસદની મ્યુનિસિપાલિટીઓએ રાષ્ટ્રીય શિક્ષણના ઠરાવો કર્યાં. હિન્દુ-મુસ્લિમ એકતા અને અસ્પૃશ્યતા નિવારણના ક્ષેત્રે ગુજરાતમાં નોંધપાત્ર પ્રગતિ સધાઈ.
- ૧૩ એપ્રિલ, ૧૯૨૩ના રોજ નાગપુરમાં સિવિલ લાઈન્સમાં ધ્વજ સહિતના સરઘસને પ્રવેશવા ન દેતાં, શરૂ થયેલા ઝંડા સત્યાગ્રહની આગેવાની વલ્લભભાઈ પટેલી લીધી. તેમાં મોહનલાલ પંડ્યા. પરીક્ષિતલાલ મજમુદાર, સુરતના ડૉ. થિયા, ભરૂચના ડૉ. ચંદુલાલ દેસાઈની આગેવાની હેઠળ ગુજરાતના સત્યાગ્રહીઓની ટુકડીઓએ ધરપડ વહોરી જેલવાસ વેઠયો. બોરસદ તાલુકામાં બહારવટિયાઓને પકડવામાં ગયેલી સરકારે ત્યાં મુકેલી વધારાની પોલીસનો ખર્ચ વસૂલ કરવા લોકો ઉપર નાખેલા રૂા. ૨,૪૦,૦૭૪ના વધારાના કર સામે લડત આપવા દરબાર ગોપાળદાસના પ્રમુખપદે સંગ્રામ સમિતિ રચાઈ. લોકોએ અન્યાયી કર નહિ ભરવાની પ્રતિજ્ઞા કરી અને એ માટે મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ તથા વલ્લભ ભાઈ પટેલે લોકોને અણનમ રાખ્યા. અમલદારોએ જપ્તીઓ દરમિયાન દમન કર્યું. છેવટે મુંબઇ ઇલાકાના ગામંત્રીની
ભલામણ મુજબ વધારાનો કર પાછો આપવાનું નિવેદન કરવામાં આવતાં, બોરસદ સત્યાગ્રહમાં પ્રજાનો વિજય થયો. - ૧૨ ઑક્ટોબર, ૧૯૨૮ના રોજ સાઇમન કમિશન બીજી વાર મુંબઈ આવ્યું ત્યારે અમદાવાદની ગુજરાત કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિથી પ્રેરાઈને હડતાળ પાડીને સત્રાંત પરીક્ષા ન આપી. કૉલેજના આચાર્ય શીરાઝે તેમની સામે વૈરવૃત્તિ રાખી તેથી રોહિત મહેતા નીઆગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ ૩૯ દિવસની હડતાલ પાડી. સરદાર પટેલ, આચાર્ય કૃપાલાની, ગ.વા. માવળંકર, ડૉ. હરિપ્રસાદ દેસાઈ તથા ડૉ. કાનૂગોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. ગાંપીજીએ વિદ્યાર્થીઓની હડતાળને ન્યાયી ગણાવી. ૩૦ જાન્યુઆરી, ૧૯૨૯ના રોજ દેશનાં અનેક રાહેરોની કૉલેજોએ હડતાળ પાડીને *અખિલ ભારત ગુજરાત કૉલેજ દિન’ ઊજવી શીરાઝના પગલાને પિક્કાયું. ગવર્નર- જનરલ લૉર્ડ અર્વિનની સૂચનાથી વિદ્યાર્થીઓની માગણીઓ સ્વીકારાવાથી હડતાળનો અંત આવ્યો.
- ૧૯૨૯માં લાહોરમાં મળેલા કૉંગ્રેસના અધિવેશને સંપૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ કર્યો. તે મુજબ ૨૯ જાન્યુઆરી, ૧૯૩૦નો દિવસ વિદેશમાં સૌપ્રથમ વાર સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવાો.
- ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ ગાંધીજીએ પોતાના ૭૮ સાધીઓ સહિત સાબરમતી આશ્રમથી દાંડીચ કરી. દરરોજ સાંજે જુદાજુદા ગામે ભરાતી સભામાં ગાંધીજી દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ અને ખાદીના પ્રચાર સાથે સરકારી નોકરીનો ત્યાગ કરવાનો બોધ આપતા. ૬ એપ્રિલે
દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ મીઠાનો કાયદો તોડચો. તે પછી સમગ્ર દેશમાં સવિનય કાનૂનભંગ શરૂ થયો. ૫ મેના રોજ ગાંધીજીની ધરપકડ થઈ. સુરત જિલ્લાના ધરાસણામાં ઇમામ સાહેબના નેતૃત્વ હેઠળ મીઠાના અગરો પર ધાડ પાડવા ગયેલા સત્યાગ્રહીઓ ઉપર નિર્દયતાથી લાઠીમાર કરવામાં આવ્યો તેની દેશવિદેશનાં વર્તમાનપત્રોએ નોંધી લીપી. - બારડોલી અને બોરસદ તાલુકામાં નાકરની લડત ચાલી. બારડોલી તાલુકાનાં ચાર હજાર ખેડૂત કુટુંબોએ પાંચ મહિના સુધી હિજરત કરી. ચરોતરના રાસ ગામના ખેડૂતોએ મહેસૂલ ન ભર્યું અને હિજરત કરી નાકરની લડતને સફળ બનાવી. ધોલેરા અને વીરમગામ પણ મીઠાના કાયદાભંગનાં કેન્દ્રો બન્યાં.
- ગાંધી-ઇવિન કરાર (માર્ચ, ૧૯૩૧) બાદ લંડનમાં બીજી ગોળમેજી પરિષદમાંથી ગાંધીજી પાછા ફર્યા બાદ ૧૯૩૨માં કોંગ્રેસના નેતાઓની ધરપકડ થતાં લોકોએ બમણા વેગથી લડત આરંભી. ગુજરાતમાંથી હજારો સત્યાગ્રહીઓ જેલમાં ગયા. લોકોએ ચળવળ ચાલુ રાખી અને સરકારના દમનનો ભોગ બન્યા.
- 4 ઑગસ્ટ, ૧૯૩૨માં કોમી ચુકાદો જાહેર થતાં ગાંધીજીએ તેના વિરોધમાં ઉપવાસ કર્યા અને હરિજનોને હિન્દુઓથી અલગ ગણાતા અટકાવ્યા, તે પછી દેશભરમાં અછ્યોહારની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી. તે ૧૯૩૮-૩૯નાં વર્ષો દરમિયાન ગુજરાતનાં દેશી રાજ્યોમાં પ્રજા મંડળો સ્થપાયાં.
- → ઉત્તર ગુજરાતના માણસા રાજ્યમાં દરબારે ખેડૂતોના જમીન પરના હક નાબૂદ કરી જુલમ કર્યો. તેથી ખેડૂતોએ જાન્યુઆરી,
- ૧૯૩૮થી મહેસુલ ભરવાનું બંધ કરી સત્યાગ્રહ શરૂ કર્યો. લોકોએ દરબારનો બહિષ્કાર કર્યો. છેવટે સરદાર પટેલે
માણસાના દીવાન સાથે બન્ને પક્ષને ન્યાય થાય એવું સમાધાન કર્યું. - રાજકોટના રાજા ધર્મેન્દ્રસિંહના શાસન દરમિયાન દીવાન વીરાવાળાએ અનેક કરવેરા લાધા, ઇજારા આપ્યા તથા જુલમ કર્યાં. ઉછરંગરાવ ઢેબરે તે સામે લોકોને જાગ્રત કરતાં તેમને જેલમાં પૂરવામાં આવ્યા. રાજ્યની મિલના કામદારોએ ૧૪ કલાક લેવાના કામ વિરુદ્ધ લડત આપી વિજય મેળવવાથી લોકોનો ઉત્સાહ વધ્યો. સરદાર પટેલની દોરવણી મુજબ લોકોએ જુલમ સામે લડત ચાલુ રાખી. સરદાર સાથે થયેલા સમાધાનનો વીરાવાળાએ ભંગ કરતાં ગાંધીજીએ તે સામે ૩ માર્ચ, ૧૯૩૯થી ઉપવાસ કર્યો. છેવટે સમાધાન થયા બાદ વીરાવાળાએ એને નિષ્ફળ કરવાના પ્રયાસો કર્યા. પરંતુ પ્રજાનું ઘડતર થયું અને જાગૃતિ આવી એ મોટો લાભ થયો.
- લીંબડીમાં ૨૪ ડિસેમ્બર, ૧૯૩૮ના રોજ રસિકલાલ પરીખે પ્રજામંડળની સ્થાપના કરી, ત્યાનાં દરબારે પ્રજામંડળના કાર્યકરો સામે જુલમ કરીને ભયનું વાતાવરણ ફેલાવ્યું. એનાથી ત્રાસીને ૧૩,૦૦૦ માણસોએ હિજરત કરી. તે દરમિયાન વૃદ્ધ રાજાનું અને યુવરાજનું અવસાન થતાં અંગ્રેજ વહીવટદાર નિકલસન સામે સમાધાન કરી, લડત બંધ કરવામાં આવી. આ દરમિયાન વડોદરા રાજ્યમાં પ્રજામંડળ દ્વારા ૧૯૪૦માં જવાબદાર પ્રધાનમંડળ રચવામાં આવ્યું. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ રાજકીય પરિષદ સ્થપાયા બાદ ખાખરેચી, મોરબી, ધ્રાંગધ્રા, વણોદ, જામનગર,પાલિતાણા, વળા તથા રાજકોટ મુકામે સત્યાગ્રહ થવાથી લોકોમાં નવીન ચેતનાનો સંચાર થયો.
- ભારતના લોકોની સંમતિ વિના ભારતને બીજા વિશ્વયુદ્ધમાં જોડાયેલ દેશ તરીકે જાહેર કરવાના સરકારના પગલા વિરુદ્ધ પ્રાંતોમાંથી કોંગ્રેસી પ્રધાનમંડળીએ નવેમ્બર, ૧૯૩૯માં રાજીનામાં આપ્યાં. રામગઢ કોંગ્રેસના ઠરાવ મુજબ યુદ્ધના વિરોધનો પ્રચાર કરવા વ્યક્તિગત સત્યાગ્રહ કરવા માટે ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેને પસંદ કર્યાં. વિનોબાએ ૧૭ ઑક્ટોબર, ૧૯૪૦ના રોજ પવનાર ગામે યુદ્ધવિરોધી પ્રવચન કરી સત્યાગ્રહો આરંભ કર્યો. ગુજરાતમાં સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ભરૂચના ડૉ. ચંદુલાલ દેસાઈ તથા સુરતના કનૈયાલાલ દેસાઈની તેઓ સત્યાગ્રહ કરે તે પહેલાં ધરપકડ કરવામાં આવી. ૩ માર્ચ, ૧૯૪૧ સુધીમાં ૨૯૬ સત્યાગ્રહીઓની ધરપકડ થઈ અને રૂા. ૬,૧૫૦નો દંડ કરવામાં આવ્યો. આ લડત દરમિયાન નેતાઓની ધરપકડના વિરોધમાં લોકોએ હડતાળો પાડી. શાળા-કૉલેજો, બજારો, મિલો વગેરે બંધ રાખ્યાં તથા ધરપકડોનો વિરોધ કરવા જાહેર સભાઓમાં મોટી સંખ્યામાં હાજરી આપી.
- મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં ૧૯૪૨ની ૮મી ઑગસ્ટે ‘હિન્દ છોડો’નો ઐતિહાસિક ઠરાવ કરવામાં આવ્યો. ૯ ઑગસ્ટની વહેલી સવારે મુંબઈમાં દેશનેતાઓ સહિત અમદાવાદમાં ગ.વા. માવળંકર, ભોગીલાલ લાલા, અર્જુન લાલા સહિત ૧૭, સુરતમાં ચંપકલાલ પિયા, છોટુભાઈ મારફતિયા સહિત ૪૦, વડોદરામાં છોટુભાઈ સુતરિયા, પ્રાણલાલ ગાંધી, દિનકરરાય દેસાઈ, બળવંતરાય મહેતા, ઉછરંગરાય ઢેબર વગેરે કૉંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી. ગુજરાતમાં પ્રાંતિક, જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિઓ ગેરકાયદે જાહેર કરવામાં આવી. ૯ ઑગસ્ટથી અમદાવાદની મિલો, બજારો, શાળાઓ તથા કૉલેજોમાં હડતાળો પડી. અમદાવાદનાં બધાં બજારો તથા અમદાવાદ અને સુરતની કાપડની મિલોમાં ૧૦૫ દિવસની હડતાળ પડી, જે આખા દેશ માટે અદ્વિતીય ઘટના હતી. ગુજરાતનાં અનેક શહેરો તથા ગામોમાં હડતાળો પડી.
- ૯મીએ અમદાવાદમાં ખાડિયામાં થયેલા ગોળીબારમાં ઉમાકાંત કડિયા મરણ પામ્યો. લૉ કૉલેજથી નીકળેલું વિદ્યાર્થીઓનું સરઘસ ગુજરાત કૉલેજમાં પ્રવેશતાં વિનોદ કિનારીવાલા સામી છાતીએ, ગોળીબારથી રાહીદ થયો. વિદ્યાર્થીઓ સભા સરઘસોમાં જોડાતા, તાર-ટેલિફોનનાં દોરડાં કાપતા, પત્રિકાઓ વહેંચતા, રસ્તામાં અંતરાયો મૂકતા તથા પોલીસો ઉપર પથ્થરમારો કરતા.
- વડોદરાથી ૩૪ વિદ્યાર્થીઓ આણંદ પાસેનાં ગામોમાં લડતનો પ્રચાર કરીને પાછા ફરતા હતા ત્યારે, ૧૮ ઑગસ્ટની સાંજે અડાસ સ્ટેશન પાસે પોલીસે તેમના ઉપર ગોળીબાર કરવાથી, ત્રણ જણ તરત અને બે જણ પાછળથી મરણ પામ્યા અને કેટલાકને ગંભીર ઈજાઓ થઈ. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, મહેસાણા સહિત અનેક સ્થળે સરઘસોમાંથી અનેક માણસોની ધરપકડો કરવામાં આવી. ગુજરાતમાં અનેક સ્થળેથી પ્રગટ થતી ગુપ્ત પત્રિકાઓમાં ચળવળના સમાચાર તથા કાર્યક્રમ આપવામાં આવતો.
- ગાંધીજી ગુપ્ત પ્રવૃત્તિના વિરોધી હોવા છતાં અમદાવાદમાં બી.કે. મજમુદાર, જયંતી ઠાકોર, કાંતિલાલ ધિયાએ, ભરૂચ જિલ્લામાં છોટુભાઈ પુરાણીએ તથા સૌરાષ્ટ્રમાં રતુભાઈ અદાણીએ ગુપ્ત સંગઠન સાધી,અચ્યુત પટવર્ધનનું માર્ગદર્શન મેળવી ભાંગફોડની પ્રવૃત્તિની યોજના ઘડી. અમદાવાદમાં ‘આઝાદ સરકાર’ની રચના કરી. ‘જયાનંદ’ નામથી જયંતી ઠાકોરને શહેરબા બનાવવામાં આવ્યા. બી.કે. મજમુદાર શ્રીમંતો પાસેથી નાણાં મેળવી આપતા. ઉપરાંત ફાળો કરીને કે લૂંટ દ્વારા નાણાં મેળવી હથિયારો ખરીદવાં, બૉમ્બ બનાવવા તથા ગુપ્તવાસ સેવનારાના નિભાવાર્થે તેનો ઉપયોગ થતો. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ‘હિન્દ છોડો’ ઠરાવને ટેકો આપ્યો, કચેરીઓ બંધ રાખી, સરકારના જુલમને વખોડી કાઢવાથી સરકારે સુધરાઈને બરતરફ કરી.
- કર્મચારીઓની હડતાળને કારણે કલેક્ટરે રાષ્ટ્રીય ધ્વજ ચડાવવાની પરવાનગી આપી. તે કર્મચારીઓનો જવલંત વિજય હતો. સરકારે સુરત, વલસાડ, નડિયાદ અને ખેડાની સુધરાઈઓ તથા પંચમહાલ, સુરત અને ખેડા જિલ્લા લોકલ બૉર્ડ તથા સ્કૂલ બૉર્ડનો વહીવટ સંભાળી લીધો. કિશોરલાલ મશરૂવાળાએ ૨૩ ઑગસ્ટના ‘હરિજન’ના અંકમાં ભાંગફોડની પરવાનગી આપતું લખાણ પ્રગટ કર્યું. તેની લાખો પત્રિકાઓ સમગ્ર દેશમાં વહેંચવામાં આવી. તે મુજબ ગુજરાતમાં અનેક સ્થળે તાર ટેલિફોનનાં દોરડાં કાપવામાં આવ્યાં. પોલીસ પાર્ટી, પોલીસવાન, પોલીસ ચોકીઓ, પોસ્ટ ઑફિસો અને હડતાળ ન પાડતી દુકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો. પોળોમાં ઘૂસીને મારતા પોલીસો પર ઍસિડ ભરેલા બલ્બ નાખી, તેમને પોળોમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા. અમદાવાદમાં સરકારી કચેરીઓ, પોલીસ ચોકીઓ, સુધરાઈની શાળાઓને લોકોએ આગ લગાડી. સુરત જિલ્લામાં અનેક ગામોના ચૉરા, જલાલપુર તાલુકાની ૧૯ પોસ્ટ ઑફિસો, ગોધરામાં શાળામંડળની કચેરી અને કેટલાંક ગામોના ચૉરાને આગ લગાડી દફતરો બાળવામાં આવ્યાં. ખેડા જિલ્લામાં પિજ ગામના વિઠ્ઠલભાઈ પટેલ સહિત યુવાનોએ ટપાલના થેલા લૂંટ્યા, તાર-ટેલિફોનનાં દોરડાં કાપ્યાં. રેલવેની ફિશ-પ્લેટો કાઢી કેટલાંક ગામોના ચૉરાઓને આગ લગાડી. નડિયાદમાં ચંપકલાલ શાહની આગેવાની હેઠળ યુવાનોએ આવકવેરા કચેરીનું દફતર બાળી નાખ્યું. અમદાવાદમાં વિવિધ જૂથોએ બૉમ્બ બનાવી અરાજક્તા ફેલાવવા પોલીસ ચોકીઓ, પોસ્ટ ઑફિસો તથા સરકારી કચેરીઓ પર બૉમ્બ નાખ્યા. શહેરસૂબાની સૂચનાથી ગોવિંદભાઈ શિણોલ સૌરાષ્ટ્રમાંથી દારૂગોળો, રિવૉલ્વરો અને કારતૂસો ખરીદી લાવ્યા. પોલીસ ચોકી ઉપર નાખવા લઈ જતાં બૉમ્બ ફૂટવાથી નારણભાઈ પટેલ અને નાનજી પટેલ મરણ પામ્યા. રાયપુર, પીપરડીની પોળમાં રાસાયણિક બૉમ્બ બનાવતાં ધડાકો થવાથી નંદલાલ જોશી અને નરહિર રાવળ મરણ પામ્યા. જમાલપુરમાં રસાયણોનું મિશ્રભ્ર કરતાં ધડાકો થવાથી પી.કે. ચૌધરી અને શાંતિલાલ પટેલને ગંભીર ઇજાઓ થઈ. મનહર રાવળ, રામપ્રસાદ શાહ, બાલમુકુન્દ આચાર્ય વગેરે યુવાનોએ મિલો ખૂલે નહિ તે માટે ૨૨ નવેમ્બર, ૧૯૪૨ની સાંજે પાંચ ઇલેક્ટ્રિક સબસ્ટેશનમાં ૧૬ બૉમ્બ મૂક્યા. તેના ધડાકાથી અમદાવાદમાં અંધકાર થયો. પરંતુ એક જ કલાકમાં વાજળી ચાલુ થતાં યોજના નિષ્ફળ ગઈ. મામુનાયકની પોળમાં રાસાયણિક બૉમ્બ બનાવતાં ગોવિંદલાલ પટેલ અને બાબુલાલ શંકરલાલને ઇજાઓ થઇ.
- સુરત જિલ્લામાં બોમ્બ ફૂટવાના ૩૪ અને આગના ૫૧ બનાવો બન્યા. જલાલપુર તાલુકામાં ૩૦ ગામોના તલાટીઓનાં અને ૪૦ ગામોની શાળાનોનાં દત્તરી બાળી નાખવામાં આવી. ચીખલી, વડોદરા, મહેસાણા, સિદ્ધપુર, શિનોર તથા પંચમહાલ જિલ્લામાં બોરખલા, ઝાલોદ, વેજલપુર,અંબાલી અને હાલોલમાં બોમ્બ ફૂટયા હતા. છોટુભાઈ પુરાણીને પ્રક્ટ કરેલી ગેરિલા વોરફેર’પુસ્તિકા મુજબ બોબ બનાવવામાં આવ્યા.
- ભરૂચ, નડિયાદ, ખેડા અને બોરસદમાં પણ બોન ફૂટવાના બનાવો બન્યા. રાજકીટ, બોટાદ, જીરાવરનગર અને વાંકાનેરમાં બનાવેલા બોમ્બના સૌરાષ્ટ્રમાં ધડાકા થયા હતા. અમદાવાદમાં માદલપુર થતા કોચરબના ચોરા તથા પંચમહાલ જિલ્લાનાં ખોદરા, વાઘજીપુરા અને કુવાજર ગામોમાં લૂંટ કરવામાં આવી. હાલોલ તાલુકાના અંબાલી અને મરૂચ જિલ્લાનાં વેડચ તથા સરભોણ પોલીરા સ્ટેશનો પર ચંદ્રશંકર ભા,છોટુભાઈ પુરાણી, ગુણવંત પુરોહિત, જશવંત મહેતા વગેરેએ હુમલા કરી
- બંદી, કારતૂસો વગેરેની લૂંટ કરી. ચંદ્રશંકર બા અને સાથીઓએ સૌરાષ્ટ્રમાં લખતર પારો ટ્રેન અટકાવી સરકારી
- તિજોરીમાંથી એક લાખ રૂપિયાની લૂંટ કરી.
- ખેડા જિલ્લામાં યુવાનોએ ટપાલના વેલામાંથી નાણાં લૂંટ્યાં. આ બધાં નાણાંનો ઉપયોગ લડત માટે કરવામાં આવ્યો.
- કરાડી પાસે ગોસાઈભાઈ પટેલે પોલીસની રાઇઠળ ખૂંચવી લઈ કેદી ડાહ્યાભાઈ કેરીને છોડાવ્યા. ઉત્તર ગુજરાતમાં સઇઝ ગામમાં પોલીસ ગોળીબારથી ઉશ્કેરાયેલા લોકોએ ચોરાને આગ લગાડી તથા ચોરામાંથી નાસતા ચાર પોલીસ ફોજદારને મારી નાખ્યા.
- વડોદરા રાજ્યના ચોરંદા ગામે અંબાલાલ ગાંધીના નેતૃત્વ હેઠળ લોકોએ રેલના પાટા ઉખાડી નાખ્યા. બારડોલી તાલુકાના લોકોએ ખારડોલીથી ગંગાધરા સુધીના રેલના પાટા ઉખાડી, પુલોની ભાંગફોડ કરી, ઉત્તર ગુજરાતમાં કલોલ પાસે તથા સૌરાષ્ટ્રમાં વઢવાણ પાસે રેલવેની ફિશ પ્લેટી કાઢી નાખવાથી માલગાડીના ડબા ઉથલી પડ્યા. આ રીતે ‘હિન્દ છોડો’ ચળવળ દરમિયાન ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં ભાંગફોડની પ્રવૃત્તિઓ ચાલી હતી.
- બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ કૅબિનેટ મિશન યોજના અનુસાર ૧૯૪૬માં વચગાળાની સરકાર રચવામાં આવી. લૉર્ડ માઉન્ટબેટન ગવર્નર-જનરલ તરીકે આવ્યા, તેમની ૩ જૂન, ૧૯૪૭ની યોજના મુજબ દેશનું વિભાજન કરવાનું નક્કી થયું. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારત અને પાકિસ્તાન, બે સ્વતંત્ર દેશોનો ઉદ્દભવ થયો.
- ૧ નવેમ્બર, ૧૯૫૬ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના થતાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું. મહાગુજરાતની અલગ રચના ન થતાં ભાષાકીય પ્રાંતરચનાની ચળવળે જોર પકડ્યું અને ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની નીચે આ માટે લડત શરૂ થઈ.
- ૮મી ઓગસ્ટ, ૧૯૫૬ના રોજ અમદાવાદમાં કોંગ્રેસ હાઉસ સામે દેખાવકારો પર પોલીસે ગોળીબાર કર્યા. તેમાં ચાર યુવાનો માર્યાં ગયા અને એક સો જેટલા ઘવાયા. નડિયાદ, આણંદ, વડોદરા, મહેસાણા અને રાજકોટમાં હડતાળો પડી. થોડા દિવસોમાં ચળવળ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ. ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ સપ્ટેમ્બર, ૧૯૫૬માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી હિંસક બનાવોના વિરોધમાં મોરારજી દેસાઈએ ઉપવાસ કર્યા. સમગ્ર ગુજરાતમાં વિવિધ વર્ગોના લોકોએ ચળવળને ટેકો આપ્યો. અમદાવાદમાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુની સભા સામે ઇન્દુલાલ પશિકની સમાંતર સભામાં લાખોની માનવમેદની ઊમટી પડી.
- છેવટે માર્ચ, ૧૯૬૦માં કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનનો ખરડો પસાર કર્યો અને ૧ મે, ૧૯૬૦થી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ગુજરાતના અલગ રાજ્યની રચના કરવામાં આવી. ગાંધીનગર તેનું પાટનગર બન્યું.આઝાદી પછી ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ ઝડપી થયો. શિક્ષણનો ફેલાવો પણ વધ્યો. ગુજરાતનાં બંદરો દ્વારા આયાત-નિકાસમાં નોધપાત્ર વધારો થયો
- બળવંતરાય મહેતા સમિતિની ભલામણો પ્રમાણે ગુજરાત રાજ્યે સત્તાના વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત સ્વીકાર્યો, જિલ્લા, તાલુકા અને ગ્રામપંચાયત કક્ષાએ સત્તાનું વિકેન્દ્રીકરણ થયું અને વિકાસમાં જિલ્લા-પંચાયતોનો ફાળો મળવો શરૂ થયો. ઉદ્યોગક્ષેત્રે ગુજરાતમાંથી ખનીજતેલ અને કુદરતી વાયુ મળી આવતાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનો પ્રારંભ થયો. વડોદરા, રાજકોટ, અંકલેશ્વર, વાપી, ભરૂચ વગેરે શહેરી અને નગરોમાં ૧૫૦ જેટલી ઔદ્યોગિક વસાહતો સ્થપાતાં ગુજરાતમાં દવા, ઇજનેરી, હીરા ઘસવાનો, પ્લાસ્ટિક, ઇલેક્ટ્રોનિક્સ વગેરે ઉદ્યોગોનો વિકાસ થયો.
- ચીમનભાઈ પટેલના મુખ્યમંત્રીપદ દરમિયાન ૧૯૭૩ના ઉત્તરાર્ધમાં વધતા ભાવો, અન્નની અછત, સ્થાપક બેકારી તથા લાંચરુશવતના વિરોધમાં નવનિર્માણ લોકઆંદોલન શરૂ થયું. આંદોલનમાંથી જ નેતાગીરી પ્રગટી. તેમાં સમાજના બધા જ વર્ગો
જોડાયા. પરંતુ વિદ્યાથીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી. તેમાં પણમાતી યુવાશક્તિની અપરિપક્વ પરંતુ નાટયાત્મકતા અને લડાયકતાનાં દર્શન થયાં, આંદોલનને અધ્યાપકોનો ટેકો મળ્યો. વિરોધ પક્ષોના બધા જ ધારાસભ્યોએ પળોના આદેશાનુસાર રાજીનામાં આપી દીધા. આખરે ૯મી ફેબ્રુઆરી, ૧૯૭૪ના રોજ મુખ્યમંત્રીએ રાજીનામું આપવાથી અને તે પછી વિસર્જન થયા બાદ આંદોલનનો અંત આવ્યો. વિધાનસભાનું - આઝાદી બાદ ઘણાં વરસો સુધી ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું વર્ચસ્વ રહ્યું છે. ૧૯૬૦માં ગુજરાત રાજયની સ્થાપના થયા પછી રાજ્યમાં રાજકીય સ્થિરતા અને પરિવર્તનના પવનો ફૂંકાયા. કૉંગ્રેસ પણ લાંબા સમય સુધી રાજ્યનો મુખ્ય શાસક પક્ષે રહ્યો હતો.
- ૧૯૭૪માં નવનિર્માણના આંદોલન સાથે ગુજરાત રાજ્ય પરના કૉંગ્રેસના પ્રભુત્વનો અંત આવ્યો.
- ૧૯૭૫માં બાબુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પ્રથમ બિનકોંગ્રેસી જનતા મોરચાની સરકારની રચના થઈ.
- ૧૯૭૯થી ૭૭ના ટૂંકા ગાળાઐ બાદ કરતાં ૧૯૮૦ સુધી જનતા મોરચાનું પ્રભુત્વ રહ્યું.
- ૧૯૮૦ થી ૯૦ દાયકા દરમિયાન ફરી કોંગ્રેસ પક્ષ મજબૂત બન્યો અને શાસનની ધુરા સંભાળી.
૧૯૯૦થી ૯૪ દરમિયાન જનતા દળ અને ભારતીય જનતા પક્ષની મિશ્ર સરકારની રચના થઈ, એ સાથે ભારતીય જનતા પક્ષ શાસક પક્ષના સ્વરૂપમાં ગુજરાતના રાજકીય તખ્તા પર નોંધપાત્ર બન્યો અને રાજ્ય પર લાંબું શાસન કરનાર બીજો મહત્ત્વનો રાજકીય પક્ષ બનવા તરફ આગળ વધ્યો. ૧૯૯૫ની વિધાનસભા ચૂંટણી દ્વારા ભારતીય જનતા પક્ષને બહુમતી સાથે સ્પષ્ટ જનાદેશ સાંપડ્યો અને ગુજરાતમાં તેના રાજકીય પ્રભુત્વની શરૂઆત થઈ. ૨૦૦૨ની રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ જનાદેશનું પુનરાવર્તન થયું. ત્યારથી શાસનની ધુરા આ પક્ષ હસ્તક રહી છે. ૧૯૯૬થી ૯૮ દરમિયાન બે મુખ્યમંત્રીઓ રાજ્યને મળ્યા શંકરસિહ વાઘેલા અને દિલીપભાઈ પરીખ.૧૯૯૪ થી ૧૯૯૮ દરમિયાન ચાર મુખ્યમંત્રીઓ ટૂંકા ગાળા માટે હોદ્દા પર રહ્યા. એકંદરે આ ગાળો ગુજરાતના અસ્થિર રાજકારણનો હતો. ત્યારબાદ માર્ચ’ ૧૯૯૮થી ભારતીય જનતા પક્ષને સત્તાનાં સૂત્રો
સંભાળવાની લાંબી તક સાંપડેલી છે. આ પક્ષ વતી કેશુભાઈ પટેલ અને ઑક્ટોબર, ૨૦૦૧થી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતને નેતૃત્વ પૂરું પાડ્યું હતુ.
- આ પક્ષના શાસન દરમિયાન રાજ્યે બે મહત્ત્વની આપત્તિઓ વેઠવાની આવી. ૨૦૦૧માં રાજ્યભરમાં ઓછાવત્તાં અંશે પ્રસરેલા ધરતીકંપના સંકટને કારણે ભારે તબાહી સર્જાઈ. તેવી જ રીતે ૨૦૦૨ના ગોધરાકાંડને કારણે પ્રજા અને સરકારને અસાધારણ સંકટનો સામનો કરવાનો આવ્યો. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ સવારે ૮.૪૯ કલાકે આવેલા ધરતીકંપની પ્રથમ પ્રાકૃતિક આપત્તિ ૬.૯થી ૭.૯નો રિક્ટર સ્કેલ ધરાવતી હતી. રાજયના વ્યાપક ભાગોમાં અસર કરનાર આ આપત્તિથી ભુજ, અંજીર, ભચાઉં અને ૧૦૦ ગામો લગભગ ધરાશાયી થયાં હતાં.
- કચ્છના નવ તાલુકાઓનાં લગભગ ૯૬૪ ગામડાંઓ અસરગ્રસ્ત ચર્ચા અને તેથી માનવજીવન અને સંપત્તિને પારાવાર નુકસાન થયું. સૌરાષ્ટ્રના કેટલાક ભાગ જેવા કે મોરબી, સુરેન્દ્રનગર, વઢવાણ અને અન્ય ૭૧ ગામો ઘણે અંશે ધ્વસ્ત થયું. એ જ રીતે ખેડા આસપાસના પંચમહાલ વિસ્તારનાં ૬૦ જેટલાં નાનાં-મોટાં ગામો અને નગરો સંપૂર્ણ નાશ પામ્યાં. અમદાવાદ શહેરમાં રહેાકનાં જૂનાં અને નવાં ઘણાં બહુમાળી મકાનો જમીનદોસ્ત થયાં અને તેમાં વસવાટ કરતાં કુટુંબોમાં પારાવાર જાનહાનિ થઈ.
- રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ ધરતીકંપને કારણે ભારે નુકસાન અને જાનહાનિ થઈ હતી, જેમાં જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, પાટણ, ગોધરા, આણંદ, વડોદરા,ભરૂચ, સુરત, બનાસકાંઠા અને સાબરકાંઠા વગેરેનો ઉલ્લેખ કરી શકાય. ભૂકંપના કારણે થયેલા મૃત્યુનો આંક લગભગ ૨૦,૦૦૦નો હતો.
- ગુજરાત રાજ્યે ભારતીય જનતા પક્ષના શાસન દરમિયાન જે બીજી મહાઆપત્તિનો સામનો કરવો પડ્યો,તે માનવ-સર્જિત હતી અને જે સામાન્ય રીતે ગોધરાકાંડ’ તરીકે ઓળખાય છે. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ સાબરમતી એક્સપ્રેસના આરક્ષિત ડબ્બામાં મુસાફરી કરી રહેલા ૫૯ મુસાફરો જેમાંના મોટાભાગના અયોધ્યાથી પાછા ફરતા કારસેવકો હતા.તે ટ્રેન ગોધરા જંક્શન છોડીને અમદાવાદની દિશામાં આગળ વધી ત્યારે એવી રીતે સળગાવી દેવાયા કે ઓળખી ન શકાય. એથી ગીધરાકાંડના પ્રત્યાઘાત રૂપે કોમવાદી સ્વરૂપ ધરાવતાં વ્યાપક તોફાનો ઓછાવત્તા પ્રમાણમાં સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદ અને વડોદરામાં ફાટી નીકળ્યાં, જેમાં હજારો હિન્દુઓ અને મુસ્લિમો મૃત્યુ પામ્યાં. ઉપર્યુક્ત બંને શહેરો આ તોફાનોથી વ્યાપક રીતે અસરગ્રસ્ત થયાં હતાં અને બંને પક્ષે દિવસો સુધી મોટા પાયા પર કેત્લેઆમ ચાલી. અમદાવાદ ખાતે નરોડા પાટિયા વિસ્તાર અને મેઘાણીનગર વિસ્તારમાં આવેલ ગુલમર્ગ સોસાયટી તથા વડોદરા ખાતે
બેસ્ટ બેકરી હત્યાકાંડ એટલા તો ભયંકર હતા કે તેથી સમગ્ર દેશમાં ધ્રુજારી ફેલાઈ ગઈ. માનવ-અધિકાર પંચ અને કોમી સંવાદિતા સાથે સંકળાયેલાં ઘણાં સંગઠનોએ આ અંગે સાચી હકીકતો જાણવા માટે તપાસપંચ નીમવાની માંગ કરી, જેથી આ અમાનવીય બનાવોની જવાબદારી નક્કી કરી શકાય. આ માંગને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે બે સભ્યોનું બનેલું એક તપાસપંચ નીમ્યું જેના વડા તરીકે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ જી.ટી. નાણાવટી અને બીજા સભ્ય તરીકે નિવૃત્તિ ન્યાયમૂર્તિ એસ.એ. શાહ છે. - આ પંચની કામગીરી અત્યારે પણ ચાલુ છે અને તેમજ તેના અહેવાલની ભારે ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી છે.
- આ દરમિયાન કેન્દ્રમાં ૨૦૦૫ની મધ્યમાં યુ.પી.એ. (યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સની સરકાર)ની સરકાર રચાતાં વડાપ્રધાન મનમોહનસિંહની સરકારમાંના રેલવે-મંત્રાલયે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ યુ.સી. બેરનજીના અધ્યક્ષપદે બીજું તપાસપંચ નીમ્યું. આ તપાસપંચે તેનો અહેવાલ રેલવે મંત્રાલયને સુપરત કર્યો. જેમાં તમામ ઘટનાને ભારતીય જનતા પક્ષ અને તેના સાથી પક્ષોની ‘પૂર્વયોજિત કાવતરા અંગેની ‘થીસિસ તદ્દન નકારી કાઢી અને આ આખી ઘટના અકસ્માતને કારણે બની હતી એવા નિષ્કર્ષ પર આધારિત અભિપ્રાય રજૂ કર્યો. ગુજરાતની વડી અદાલતે અન્ય તપાસપંચ ‘ગોધરાકાંડ’ની તપાસ અંગ કાર્યવાહી ચલાવી રહ્યું હોવાથી બેનરજી પંચના અહેવાલને લોકસભામાં રજૂ કરવા અંગે મનાઈહુકમ જારી કર્યો છે.
- ગુજરાત અને દેશભરના પ્રજાજનો નાણાવટી તપાસપંચના ચુકાદાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ૨૦૦૬ના ઑગસ્ટ માસ દરમિયાન અતિભારે વરસાદને કારણે નર્મદા બંધ, ઉકાઈ બંધ તથા ગુજરાત રાજ્યના અન્ય બંધો છલકાયા. આથી દક્ષિણ ગુજરાતમાં અને વિશેષે સુરત શહેરમાં ભારે તબાહી સર્જાઈ, પૂર પછી તુરત વિવિધ શહેરોમાં રોગચાળો ફેલાયો જેમાં મુખ્યત્વે ચિકનગુનિયા તાવના રોગે ગુજરાત રાજ્યને ભરડો લીધો. એમ ગુજરાત રાજ્ય અનેક આફતોમાંથી પસાર થઈ રહ્યું છે.
SocioEducations Homepage | અહીં ક્લિક કરો |
યોજનાને લગતી માહિતી માટે | અહીં ક્લિક કરો |