google news

ભાષાના આધારે રાજ્યોની રચનાં બંધારણના ભાગો

ભાષાના આધારે રાજ્યોની રચનાં બંધારણના ભાગો મૂળભૂત ફરજો નગરપાલિકાઓ ભારતીય બંધારણના પરિશિષ્ટો/ અનુસૂચિઓ ભારતીય બંધારણના અનુચ્છેદો

બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદે ભાષાના આધારે રાજ્યોની રચના યોગ્ય છે કે નહીં તેની તપાસ કરવા માટે નવેમ્બર ૧૯૪૭માં એસ.કે.ધારની અધ્યક્ષતા હેઠળ ચાર સભ્યોવાળા ભાષા પંચની રચના કરી અને ૧૯૪૮માં પંચે અહેવાલ રજૂ કર્યો તેમાં જણાવાયુ કે રાજ્યોની રચના ભાષાને આધારે નહીં પરંતુ વિકાસ, નાણાકીય સગવડ, વહીવટી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. એસ.કે.ધારની આગેવાની હેઠળ રચાયેલ ભાષાપંચના અહેવાલની વિગતો તપાસવા ઈ.સ.૧૯૪૮માં કોંગ્રેસના જયપુર અધિવેશનમાં જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતા રમૈયા (JVP)ની ત્રણ સભ્યોની સમિતિ રચાઈ. આ સમિતિએ એવું કહ્યું કે કોઈપણ રાજયની રચના ભાષાને આધારે નહીં પરંતુ દેશની સુરક્ષા, અર્થવ્યવસ્થાને આધારે કરાવી જોઈએ. આખરે JVP ભલામણોને ઈ.સ.૧૯૪૯માં સ્વીકારાઈ

જેવીપી સમિતિની ભલામણોને ધ્યાનમાં રાખી મદ્રાસ રાજ્યના શ્રીરામુલ્લુની આગેવાની હેઠળ તેલુગુ ભાષી લોકો માટે અલગ રાજ્યની રચના કરવા ઉપવાસ શરુ કર્યા અને ૧૯૫૨માં તેમનું અવસાન થયું. આંદોલનને ધ્યાનમાં રાખી તેલુગુ ભાષાના લોકો માટે આંધ્રપ્રદેશની સૌપ્રથમ ભાષાના આધારે રચના થઇ.

ભાષાના આધારે રાજ્યોની રચનાં

ડીસેમ્બર ૧૯૫૩માં રાજ્ય પુનર્ગઠન આયોગની સ્થાપના થઇ. આયોગના અધ્યક્ષ ન્યાયમૂર્તિ ફઝલખલી તથા હૃદયનાથ કુંજરુ અને કે.એમ.પાણિકર સભ્ય હતા. ૧૯૫૬માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમ બનાવવામાં આવ્યો. આ અધિનિયમ હેઠળ ૧૪ રાજ્યો અને ૫ કેંદ્રશાસિત પ્રદેશની સ્થાપના કરવામાં આવી.

બંધારણના ભાગો -૨૨

ભાગ – ૧ – સંઘ અને તેના રાજ્યો

ભાગ – ૨ – નાગરિકતા સંબંધી જોગવાઈ

ભાગ – ૩ – મૂળભૂત અધિકારો

ભાગ – ૪ – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

૪(ક) – મૂળભૂત ફરજો

ભાગ – ૫ – કેંદ્ર

ભાગ – ૬ – રાજ્ય ભાગ – ૭ – કેંદ્રયાદી, રાજ્યયાદી અને સંયુક્ત યાદી

ભાગ – ૮ – કેંદ્રશાસિત પ્રદેશ

ભાગ – ૯ – પંચાયતો

૯ -(ક) – નગરપાલિકાઓ

ભાગ – ૧૦ – અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તાર ભાગ – ૧૧ – કેંદ્ર અને રાજ્ય સંબંધો

ભાગ – ૧૨ – સંસદની સત્તાઓ

ભાગ – ૧૩ – ભારતીય સીમામાં વેપાર અને વાણિજ્ય

ભાગ – ૧૪ – કેંદ્ર અને રાજ્ય હેઠળની સેવાઓ

ભાગ – ૧૫ – ચૂંટણી ભાગ – ૧૬ – ચોક્કસ વર્ગ સંબંધી જોગવાઈ

ભાગ – ૧૭ – ભાષાઓ

ભાગ – ૧૮ – કટોકટીની જોગવાઈ

ભાગ – ૨૦ – બંધારણમાં સુધારાની જોગવાઈ

ભાગ – ૨૧ – કામચલાઉ અને પરિવર્તનીય જોગવાઈ
ભાગ- ૨૨ – હિન્દી પાઠ અને ટૂંકી સંજ્ઞાઓ રદ કરવાની જોગવાઈ

ભારતીય બંધારણના પરિશિષ્ટો/ અનુસૂચિઓ


પ્રથમ પરિશિષ્ટ : ભારતના તમામ રાજ્યોના નામ તથા કેંદ્રશાસિત પ્રદેશના વિસ્તારનું વર્ણન

બીજું પરિશિષ્ટ : આ પરિશિષ્ટમાં રાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, રાજ્યસભાના અધ્યક્ષ, સુપ્રિમકોર્ટ તથા ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયાધીશ, વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, વિધાનપરિષદના હાઈકોર્ટના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના પગાર અને મળવાપાત્ર ભથ્થાની વિગતો આપવામાં આવી છે.

ત્રીજું પરિશિષ્ટ : આ પરિશિષ્ટમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ન્યાયાધીશો, મંત્રીઓ વગેરે માટે શપથગ્રહણના નમૂનાઓ આપવામાં આવેલાં છે.

ચોથું પરિશિષ્ટ: આ પરિશિષ્ટમાં રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશો પ્રમાણે રાજ્યસભાની બેઠકોની ફાળવણીની વિગતો આપવામાં આવી

પાંચમું પરિશિષ્ટ : અનુસૂચિત જાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે.

છઠ્ઠું પરિશિષ્ટ : આ પરિશિષ્ટમાં મેઘાલય, આસામ, મિઝોરમ અને ત્રિપુરા રાજ્યોના જનજાતિ ક્ષેત્રમાં વહીવટની બાબતો આપવામાં આવી છે.

સાતમું પરિશિષ્ટ : આ પરિશિષ્ટમાં સંઘયાદીના ૯૭ વિષયો, રાજ્ય યાદીના ૬૬ વિષય અને સંયુક્ત યાદીના ૫૨ વિષયોની યાદી આપવામાં આવી છે.

આઠમુ પરિશિષ્ટ: આ પરિશિષ્ટમાં બંધારણમાન્ય ૨૨ ભાષાઓની યાદી આપવામાં આવી છે.

નવમું પરિશિષ્ટ : ભારતીય બંધારણમાં સૌપ્રથમ સુધારો કરી ૧૯૫૧માં પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું. આ પરિશિષ્ટમાં રાજ્ય સરકાર દ્વારા પસાર કરેલ જમીન વેચાણનો કાયદો તથા જમીનદારી નાબૂદીનો કાયદો અને બંધારણના ૬૬મો સુધારો ૧૯૯૦થી ઉમેરાયેલા ૫૫ નવા જમીનસુધારાઓ કે જેની અદાલત સમીક્ષા ન કરી શકે. આ પરિશિષ્ટની જોગવાઈઓને કોર્ટમાં પડકારી શકાતી નથી. તમિલનાડુ રાજ્યનું અનામત વિધેયક નવમાં પરિશિષ્ટમાં આવે છે.

દસમું પરિશિષ્ટમાં આ પરિશિષ્ટમાં ૧૯૮૫માં બંધારણના ૫૨માં સુધારા દ્વારા ઉમેરાયેલા પક્ષપલટા વિરોધી કાનૂન દર્શાવવામાં આવ્યો છે.

અગિયારમું પરિશિષ્ટ : આ પરિશિષ્ટ બંધારણના ૭૩માં સુધારાથી ૧૯૯૨માં ઉમેરવામાં આવ્યું. પંચાયતને લગતી સત્તા અને અધિકારીની ૨૯ વિષયોની યાદી આપવામાં આવી છે.

બારમું પરિશિષ્ટ : આ પરિશિષ્ટ ૭૪માં સુધારાથી ૧૯૯૨માં ઉમેરવામાં આવ્યું. નગરપાલિકાની સત્તા અને અધિકારોના ૧૮ વિષયોની યાદી આપવામાં આવી છે.

ભારતીય બંધારણના અનુચ્છેદો (ભાગ ૧)

અનુચ્છેદ – ભારત અને તેના રાજ્યોનો સંઘ

અનુચ્છેદ – ૨ નવા રાજ્યની રચના અને તેનો સમાવેશ

અનુચ્છેદ – ૩ નવા રાજ્યોનું નિર્માણ અને વર્તમાન રાજ્યની સીમામાં પરિવર્તન

અનુચ્છેદ – ૪ પહેલા અને ચોથા પરિશિષ્ટના સુધારા વિશેની જોગવાઈ

ભારતીય બંધારણના અનુચ્છેદો ભાગ – ૨

અનુચ્છેદ –૫ ભારતના નાગરિક હોવાની જોગવાઈ

અનુચ્છેદ – ૬ ભારતીય શાસન અધિનિયમ– ૧૯૩૫ પ્રમાણેની નાગરિકતા સંબંધી જોગવાઈ

અનુચ્છેદ –૭:- ૧ માર્ચ ૧૯૪૭ પછી પાકિસ્તાનમાં સ્થળાંતર કરેલ વ્યક્તિ ભારતનો નાગરિક રહેશે નહીં.

અનુચ્છેદ –૮ કોઈપણ વ્યક્તિ અથવા તેના માતા – પિતા કે દાદા – દાદી કે નાના નાનીમાંથી કોઈપણ ભારત શાસન અધિનિયમ ૧૯૩૫ પ્રમાણે ભારતમાં જન્મ્યા હોય અને તેમાંથી કોઈપણ વિદેશમાં રહેતાં હોય તો ભારતનો નાગરિક ગણાશે.

અનુચ્છેદ – ૯ કોઈપણ વ્યક્તિ સ્વેચ્છાએ બીજા દેશનું નાગરિકત્વ સ્વીકારે તો તે ભારતનો નાગરિક રહેશે નહીં. અનુચ્છેદ – ૧૦ નાગરિકતા હકોનું સાતત્ય

અનુચ્છેદ – ૧૧ નાગરિકતા સ્વીકાર અને ત્યાગની બાબતમાં સંસદની સત્તાઓ. નોંધ : – ઈ.સ.૧૯૫૫માં ભારતીય સંસદે ભારતીય નાગરિકત્વ ધારો (Indian Citizenship Act) પસાર કરી ભારતમાં નાગરિકતા મેળવવાની પાંચ પ્રકારની રીતો દર્શાવી છે.

  • ૧. જન્મદ્વારા
  • ૨. વંશાનુક્રમદ્વારા
  • ૩. નોંધણી દ્વારા
  • ૪. દેશીયકરણ પદ્ધતિ દ્વારા
  • ૫. નવા પ્રદેશનો સમાવેશ થાય ત્યારે

ભારતીય બંધારણના અનુચ્છેદો ભાગ ૩

ઈ.સ.૧૯૩૧માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કરાંચી અધિવેશન સ્થિત અધિવેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલે મૂળભૂત અધિકારોની માંગણી કરી હતી જયારે જવાહરલાલ નહેરુએ મૂળભૂત અધિકારોનું માળખું તૈયાર કર્યું હતું. શરૂઆતના બંધારણમાં કુલ ૭ મૂળભૂત અધિકારો હતા પરંતુ મિલકતના અધિકારને ૪૪મો સુધારો – ૧૯૭૮ દ્વારા કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. તેથી મૂળભૂત અધિકારોની સંખ્યા ૬ થઇ ગઈ. મૂળભૂત અધિકારોના રક્ષણ માટે અનુચ્છેદ ૨૨૬ હેઠળ કોર્ટમાં રિટ દાખલ કરી શકાય છે. અનુચ્છેદ ૩૫૯ હેઠળ કટોકટીના સમયે મૂળભૂત અધિકારો મોકૂફ રાખી શકાય છે.

અનુચ્છેદ – ૧૨ રાજ્યની વ્યાખ્યા
અનુચ્છેદ – ૧૩ મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય તેવા કાયદા

સમાનતાનો અધિકાર – ૧૪ થી ૧૮

અનુચ્છેદ – ૧૪ કાયદા સમક્ષ બધા નાગરિકો સમાન છે.

અનુચ્છેદ – ૧૫ કુવાઓ, તળાવો કે કોઈપણ જાહેર સ્થળે ધર્મ, જ્ઞાતિ, વંશ, લિંગ અથવા જન્મ આધારે ભેદભાવ નહિ રાખવામાં આવે.

હૉપ પેજઅહીં ક્લિક કેરો
સરકારી માહિતી માટે અહીં ક્લિક કેરો

ભાષાના આધારે રાજ્યોની રચનાં

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો