ભારતીય હવામાન વિભાગની અપડેટ મુજબ વાવાઝોડું દ્વારકાથી માત્ર 230 કી.મી દૂર છે. અને આવતીકાલે સાંજ સુધીમાં કચ્છના જખૌએ ટકરાશે. 120 થી 130 ની ઝડપે પવન ફૂકાંશે.
LIVE Cyclone Biparjoy Tracking Status, Route, Map, Location, Landfall Time, Live Tracker, Weather Forecast Updates: આ વાવઝોડું ટકરાશે ત્યારે ત્રણથી ચાર કલાક સુધી લોકોને બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છના તટીય વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરાયું.
બિપોરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે જખૌ બંદર પાસે પ્રતિ કલાક 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે આ સાથે IMDએ જણાવ્યું કે, આ વાવાઝોડું 15મી જૂને સાંજે ટકરાઈ શકે છે. IMDએ લેન્ડફોલ સમયે બિપોરજોયની ગતિ પ્રતિકલાક 150 કિલોમીટર સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે.

LIVE Cyclone Biparjoy Tracking, June 15, 2023: વિનાશક વાવાઝોડું બિપોરજોય આજે ગુજરાતના દરિયે ત્રાટકવાનું છે. આ ચક્રવાતી સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠામાં વ્યાપક અસર કરી શકે છે. બિપોરજોય બપોરથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં જખૌ બંદર પાસે ટકરાય તેવી શક્યતા છે. જ્યારે આ વાવઝોડું ટકરાશે ત્યારે ત્રણથી ચાર કલાક સુધી લોકોને બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.
125થી 145 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે
આજે આ વાવાઝોડું જ્યારે સંભવતઃ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ બંદર નજીક ટકરાય ત્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં 125થી 145 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. કચ્છમાં લેન્ડફોલ કર્યા બાદ વાવાઝોડું ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પણ વ્યાપક અસર પહોંચાડી શકે છે. 16 અને 17 જૂનના રોજ ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં તથા રાજસ્થાનના અમુક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે અને ભારે પવનો ફૂંકાઈ શકે છે.
15 જૂનના રોજ વાવાઝોડાની સ્થિતિ
Jun 15, 2023 12:00 AM IST: વાવાઝોડું લેન્ડ કરશે ત્યારે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે વરસાદની તીવ્રતા વધશે. 15મી જૂનના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે અને પોરબંદર, રાજકોટ, મોરબી જિલ્લા કેટલાક સ્થળોએ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 16 અને 17 જૂનના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તથા રાજસ્થાનના કેટલાક સ્થળોએ ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.
14 જૂનના રોજ વાવાઝોડાની સ્થિતિ
Jun 14, 2023 08:30 PM IST: વેરી સેવર સાઇકલોનિક સ્ટોર્મ છેલ્લા 6 કલાકમાં 6 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તીવ્ર ચક્રવાતી તોફાન ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. એ સમયે આ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણપશ્ચિમ દિશામાં 300 કિ.મી., દ્વારકાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 230 કિ.મી., જખૌ પોર્ટથી દક્ષિણ દિશામાં 220 કિ.મી, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 240 કિ.મી. અને કરાચીથી દક્ષિણ દિશામાં 310 કિ.મી. દૂર હતું. હવામાન વભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની ભારે અસર વર્તાશે
સાયક્લોન બિપોરજોયનો ગુજરાત પર ખતરો વધતો જોવા મળી રહ્યો છે. જેના વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છમાં વાવઝોડાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં વાવાઝોડું વધુ તીવ્રતાથી આગળ વધ્યું હોય તે જોવા મળી રહ્યું છે. જેમાં બિપોરજોય એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યું છે. વાવાઝોડાની દિશા ઉત્તર – ઉત્તર પૂર્વ તરફ જતી જોવા મળી છે. નોંધનીય છે કે, 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું વાવાઝોડું છે. જે હાલમાં બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 420 કિમી દૂર, દ્વારકાથી માત્ર 230 કિમી દૂર નલિયાના દરિયાકાંઠેથી વાવાઝોડું માત્ર 550 કિમી દૂર છે.
આ ઉપરાંત દરિયામાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો વચ્ચે રાત્રે દરિયામાં 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની ભારે અસર વર્તાશે તેને જોતાં તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ થયું છે.