eShram Card 2023: જે લોકોની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે છે, આવા લોકો તેમના ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો ઈ-શ્રમ કાર્ડ (eShram Card 2023) ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે અરજી કરી શકાય છે. તો ચાલો એના વિષે થોડી વધુ વિગતવાર માહિતી નીચે આપેલ લેખથી મેળવીએ.
eShram Card 2023
વિભાગ | શ્રમ અને રોજગાર વિભાગ |
દેશ | ભારત |
યોજના | ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023 |
શરુ તારીખ | 26મી ઓગસ્ટ 2022 |
કોના દ્વારા શરુ કરવામાં આવેલ છે? | ભૂપેન્દ્ર યાદવ, શ્રમ મંત્રી |
વેબસાઈટ | eshram.gov.in |
ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023
eShram Card Registration 2023; હાલના સમયમાં સરકાર દ્વારા આધાર કાર્ડ સાથે ઈ-શ્રમ પોર્ટલની યોજનાને પણ આગળ વધારવામાં આવી રહી છે. ઈ શ્રમ કાર્ડ માટે તમે મફતમાં નોંધણી કરાવી શકો છો. તમે તમારા નજીકના જાહેર સેવા કેન્દ્ર, CSC અને પોસ્ટ ઓફિસમાંથી બનાવેલ ઈ-શ્રમ કાર્ડ ( eShram Card 2023 )મેળવી શકો છો. આ માટે તમારે આધાર કાર્ડ, ફોટો, મોબાઈલ નંબર અને બેંક ખાતાની માહિતી આપવી પડશે. તમે જાતે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને પણ ઈ શ્રમ કાર્ડ મેળવી શકશો.
ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કોણ ન કરાવી શકે?
અમારી મહીતિ મુજબ આમાં તે વ્યક્તિઓ આવે છે, જેઓ પહેલાથી જ કોઈ પેન્શન અથવા સરકારી યોજનાનો લાભ લઈ રહ્યાં છે, આવા લોકો ઈ-શ્રમ કાર્ડ માટે પાત્ર નથી. બીજી તરફ, જો તેઓ અરજી કરે તો પણ તે નકારી કાઢવામાં આવશે, જે લોકો ટેક્સ સ્લેબમાં આવે છે અને આવકવેરો ભરે છે, આવા લોકોને પણ ઈ-શ્રમ કાર્ડ eShram Card 2023 મળી શકતું નથી. લોકો CPS/NPS/EPFO/ESIC જેવી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. તેથી તેમનું ઈ-શ્રમ કાર્ડ પણ બની શકશે નહીં.
ઈ શ્રમ કાર્ડ નો હેતુ
આ યોજનાનો હેતુ સામાજિક સુરક્ષા યોજના અથવા રાજ્ય / કેન્દ્ર સરકારની કોઈપણ યોજનાનો લાભ સીધા ખેડૂતોના / શ્રમિકોના ખાતામાં ટ્રાન્સફર કરવાનો છે.
ઈ-શ્રમ કાર્ડના ફાયદા શું છે?
- ઈ-શ્રમ કાર્ડ મળ્યા બાદ કામદારો માટે દેશના કોઈપણ ભાગમાં કામ મેળવવું સરળ બનશે.
- આ કાર્ડ દ્વારા કામદારો વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ પણ લઈ શકે છે.
- આ કાર્ડ હેઠળ મફત અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. અકસ્માતમાં રજિસ્ટર્ડ કામદારના મૃત્યુના કિસ્સામાં અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં , કામદાર અથવા પરિવારને બે લાખ સુધીની વીમા રકમ મળશે.
- આંશિક વિકલાંગતાના કિસ્સામાં, આ રકમ એક લાખ રૂપિયા સુધી ઉપલબ્ધ રહેશે.
- આ લાભ લેવા માટે, એક સરળ પ્રક્રિયાને અનુસરવી પડશે. કોઈપણ કાર્યકર જેની સાથે અકસ્માત થાય છે, તેનો નોમિની ઈ-શ્રમના પોર્ટલ પર જ વીમાની રકમનો દાવો કરી શકે છે અથવા તેની બેંકનો સંપર્ક પણ કરી શકે છે.
આ ઇ શ્રમ કાર્ડનું નામ યુનિક આઇડેન્ટિફિકેશન નંબર કાર્ડ છે અને જે ઓથોરિટી હેઠળ આ કાર્ડ આવે છે તેનું નામ છે – શ્રમ અને રોજગાર મંત્રાલય. આ યોજના પીએમ નરેન્દ્ર મોદીએ અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો માટે શરૂ કરી છે.
ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ લીસ્ટ
- આધાર નંબર
- મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે કનેક્ટ હોય
- બેંક એકાઉન્ટ ડીટેલ
- ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ
eShram Card 2023 રજીસ્ટ્રેશન | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |