GPSSB Talati Exam 2023: તલાટી પરીક્ષા આપનાર ઉમેદવારો માટે સૂચના, આજે તલાટીની પરીક્ષા

GPSSB Talati Exam 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ભરતી ની 3437 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા 2023 તા. 7-5-2023 ના રોજ લેવામા આવશે. તલાટી મંત્રી ભરતી માટેની આ પરીક્ષા માટે રાજયમા 8.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. તલાટી ભરતી માટે 3437 જેટલી જગ્યાઓ માટે આ ભરતી ચાલી રહિ છે. ત્યારે તંત્ર દ્વાર આ અંગે તમામ તૈયારીઓ કરવામા આવી છે.

GPSSB Talati Exam 2023

પરીક્ષા સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
પરીક્ષાGPSSB Talati Exam 2023
આર્ટીકલ પ્રકારTalati Exam 2023
પરીક્ષા તારીખ7 મે 2023
સતાવાર વેબસાઇટgpssb.gujarat.gov.in

ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી અવર જવર સુવિધા

ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં આગામી તા.૦૭મી મે ૨૦૨૩નાં રોજ તલાટી-કમ મંત્રીની પરીક્ષા યોજનાર છે. જેમાં ૮ લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા છે. રાજ્યના યુવા ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી અવર જવર દરમિયાન પરિવહન વ્યવસ્થામાં સહેજ પણ મુશ્કેલી ન પડે તે માટે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી.

આવતી કાલે યોજાશે તલાટી પરીક્ષા

શાળા/કોલેજની બસો તથા ખાનગી બસ સંચાલકોએ તલાટી-કમ મંત્રીનાં ઉમેદવારોને પરીવહનની સેવાઓ પૂરી પાડવા વાહન વ્યવહાર વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.પરીક્ષા આપવા જતા ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભરતી મંડળ દ્વારા જિલ્લા કક્ષાએ ઉમેદવારોના માર્ગદર્શન માટે હેલ્પલાઇન શરૂ કરી છે.નોંધનીય છે કે, GPSSB Talati Exam 2023 7 મેના રોજ લેવાનારી તલાટીમી પરીક્ષાને લઈને હસમુખ પટેલે થોડા દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

GPSSB Talati Exam 2023

તેમણે કહ્યું કે, દરેક ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં પવેશ કરે ત્યારે વીડિયોગ્રાફી કરવામાં આવશે. ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ ઉપરાંત અસામાજિક તત્વો સામે ચાંપતી નજર રાખવામાં આવશે. જો ગેરરીતિ સામે આવશે તો નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, આ ઉપરાંત પેપરની સલામતી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઢવવામાં આવશે. પરીક્ષી કેન્દ્રમાં પ્રવેશ સમયે ઉમેદવારના કોલ લેટરની તપાસ કરવામાં આવશે.

તલાટી પરીક્ષા કન્ફર્મેશન


જુનીયર ક્લાર્ક પરીક્ષામા ઘણા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જેને લીધે તંત્ર દ્વારા કરવામા આવેલી તૈયારી વેડફાઇ હતી અને સમય અને નાણાનો વ્યય થાય છે. આવુ ન થાય તે માટે તલાટી પરીક્ષા માટે ઓજસ વેબસાઇટ પર કન્ફર્મેશન માંગવામા આવ્યુ હતુ. જે ઉમેદવાઓર ખરેખર પરીક્ષા આપવા માંગતા હોય તેમણે ઓજસ વેબસાઇટ પર કન્ફર્મેશન આપવાનુ હતુ. GPSSB Talati Exam 2023 જેમા ફોર્મ ભરેલા 17 લાખ ઉમેદવાઓર પૈકી 865000 જેટલા ઉમેદવારોએ જ કન્ફર્મેશન આપ્યુ હતુ. આ ઉમેદવારો એ તલાટી પરીક્ષા આપી શકસે.

તલાટી પરીક્ષા આપનાર ઉમેદવારો માટે સૂચના


ઉમેદવાર પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી, તેને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાના દિવસે સમયસર પહોંચી જાય તે રીતે પોતાનું આયોજન કરી લેવા પણ સલાહ આપવામાં આવે છે. GPSSB Talati Exam 2023

દરેક ઉમેદવારને તેના કોલ લેટર(હોલ ટિકિટ) સાથે રાખવામાં આવેલ તમામ સૂચનાઓઓ અભ્યાસ કરી, તેનું સુચ્તપાલન કરવા દરેક ઉમેદવારને જણાવવામાં આવે છે.

ઉમેદવારો માટેની એડવાઇઝરીઅહીં ક્લિક કરો
જીલ્લા કક્ષાના હેલ્પલાઈન નંબરઅહીં ક્લિક કરો
તલાટી પરીક્ષા માટે સ્પેશિયલ ટ્રેનઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment