GSSSB Bhart 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 266 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 1 માર્ચ 2024

GSSSB Bhart 2024: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. વિગતો મુજબ આ ભરતીમાં 266 જગ્યાઓ પર પેટા હિસાબનીશ-પેટા તિજોરી અધિકારીની…

GSSSB Bhart 2024

GSSSB Bhart 2024: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. વિગતો મુજબ આ ભરતીમાં 266 જગ્યાઓ પર પેટા હિસાબનીશ-પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પેટા હિસાબનીશની 116 જગ્યા અને પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓની ભરતી કરાશે અને આજથી 1 માર્ચ સુધી વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 266 જગ્યાઓ પર ભરતી

ઓન-લાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત,વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રમાં તે પ્રમાણપાત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. આમ, પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શિક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી (SC/ST/SEBC/EWS), દિવ્યાંગ (લાગુ પડતું હોય તો), માજી સૈનિક (લહુ પડતું હોય તો) તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઇન અરજીમાં પોતાના પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહે છે. અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી “રદ” થવાપાત્ર બને છે. આથી ઓનલાઇન અરજીપત્રક ઉમેદવારે કાળજીપૂર્વક ભરવાનું રહે છે.

GSSSB Bhart 2024:

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરાઇ આ ભરતીમાં 266 જગ્યાઓ ભરવા માટે કરાઇ જાહેરાત તેમજ પોસ્ટ ની વાત કરીયે તો પેટા હિસાબનીશ-પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત , પેટા હિસાબનીશની 116 જગ્યા માટે ભરતી , પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓમી ભરતી , આજ થી વેબસાઈટ પર 1 માર્ચ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ

કુલ 21,084 જગ્યાઓ પર કરાશે ભરતી

ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1,625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

 

આ ભરતીમાં અરજી કરવા માટેની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ તેનાજ સત્તાવાર જાહેરાત વાંચવા માટેની અહીં ક્લિક કરો પરથી વાંચી શકો છો.