Gujarat Rojgar Samachar 2023: ગુજરાત સરકાર દ્વારા નાગરિકો હિતને ધ્યાને લઈને અલગ-અલગ મેગેઝીન બહાર પાડવામાં આવે છે. જેમકે ગુજરાત પાક્ષીક, ગુજરાત રોજગાર સમાચાર વગેરે. પ્રિય મિત્રો આજે આપણે વિદ્યાર્થીઓ, પરિક્ષાર્થીઓ માટે ખૂબ ઉપયોગી એવા Gujarat Rojgar Samachar 2023 વિશે માહિતી મેળવીશું.

Gujarat Rojgar Samachar 2023
પોસ્ટનું નામ | Gujarat Rojgar Samachar 2023 |
રોજગાર લક્ષી સાપ્તાહિક તારીખ | 15 ફેબ્રુઆરી, 2023 |
પ્રસિદ્ર કરનાર | ગુજરાત રાજ્યના માહીતી ખાતુ |
વેબસાઈટ | gujaratinformation.gujarat.gov.in |
ગુજરાત રોજગાર સમાચાર 2023
રાજ્યના gujaratinformation.gujarat.gov.in દ્વારા ગુજરાત રોજગાર સમાચાર પેપર પ્રકાશિત કરવામાં આવે છે. સુધારા-વધારા તથા નવી રોજગાર સમાચારની PDF દર બુધવારે પ્રકાશિત થાય છે. આ રોજગાર સમાચાર ખૂબ જ લોકપ્રિય સમાચાર છે, મોટાભાગના લોકો બુધવારે રોજગાર સમાચારના પેપરની રાહ જોતા હોય છે. આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ કે, આપણે રોજગાર સમાચાર પેપરને કોઈપણ ફી વગર ઘરે બેઠા કેવી રીતે ડાઉનલોડ કરી શકાય. જો તમે પણ તદ્દન મફતમાં ઘરે બેઠા ગુજરાત રોજગાર સમાચાર પેપર Download કરવા માંગતા હોય તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.
ગુજરાત રાજ્યના માહીતી ખાતુ
માહિતી ખાતા,ગુજરાત ગાંધીનગર ખાતેથી ગુજરાત રોજગાર સમાચાર રોજગાર લક્ષી સાપ્તાહિક દર અઠવાડિયે બહાર પાડવામાં આવે છે. આ રોજગાર સમાચારમાં તાજેતરમાં આવેલી વિવિધ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીની માહીતી આપવામાં આવે છે. જેવી કે ભરતી પાડનાર સંસ્થાનુ નામ, ભરતીની જગ્યા, લાયકાત, પગાર ધોરણ, ફોર્મ ભરવાની શરૂની તારીખ, અંંતીમ તારીખ, જગ્યા વગેરે ખૂબ જ સરસ રીતે માહિતી આપવામાં આવે છે. આ રોજગાર લક્ષી માહીતીથી સરકારી નોકરી કરતા ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી નિવડે છે. જેના થકી કોઈ ઉમેદવાર પોતાની ઉમેદવારી કરવાનુ ચૂકી ન જાય. ઉમેદવારોએ સમયસર ગુજરાત રોજગાર સમાચાર અચુકથી જોવા જોઈએ.
વધુમાં આ રોજગાર સમાચારમાં જનરલ નોલેજ કિવઝ પણ આપવામાં આવે છે. જેના થકી તમે તમારા જનરલ નોલેજ વધારી શકો છો અને જે તમારી આવાનારી પરીક્ષા જેવી કે જીપીએસસી, તલાટી, કારકૂન, પોલીસ, બેન્ક કારકૂન, પોસ્ટ, રેલ્વેની પરીક્ષા વગેરે માટે ખૂબ જ ઉપયોગી છે.
ગુજરાત રોજગાર સમાચાર કેવી રીતે ડાઉનલોડ કરવું?
ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા દર બુધવારે આ પેપર નાગરિકો, વિદ્યાર્થીઓના હિતમાં પ્રકાશિત કરવામાં આવે છે. મિત્રો આ પ્રકાશન ઘરે બેઠા કેવી રીતે Download કરવું તેની માહિતી આપીશું. સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ આપેલી છે.
- સૌપ્રથમ Google Chorme ખોલવું. જેમાં તમારે “Gujarat Information” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં માહિતી વિભાગની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
- https://gujaratinformation.gujarat.gov.in/ આ વેબસાઈટમાં Home પર જવાનું રહેશે.
- જેમાં શાખામાં ક્લિક કરવાનું રહેશે. જેમાં પ્રકાશનો પર ક્લિક કરવાનું રહેશે.
- પ્રકાશનો પર ક્લિક કરતાં “વિવિધ પ્રકાશનો દેખાશે. જેવા કે, ગુજરાતી પ્રકાશનો, ધ ગુજરાત, ગુજરાત રોજગાર સમાચાર અને અન્ય પ્રકાશનો દેખાશે.
- જેમાં ગુજરાત રોજગાર સમાચાર દેખાશે. જેમાં તારીખ વાઇઝની PDF File દેખાશે.
- જેમાં પ્રકાશિત તારીખ- 15-February-2023 ની નીચે આપેલા ડાઉનલોડ પર ક્લિક કરો.
- છેલ્લે, Gujarat Samachar Rojgar PDF Download થશે.
ગુજરાત રોજગાર સમાચાર | અહીંથી ડાઉનલોડ કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
-
Gujarat Rojgar Samachar 2023 કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે?
ગુજરાત રોજગાર સમાચાર ગુજરાત રાજયના માહીતી ખાતા દ્વારા કરવામાં આવે છે.
-
રોજગાર સમાચાર ક્યારે પ્રકાશિત થાય છે?
Gujarat Information દ્વારા દર અઠવાડિયે પ્રકાશિત કરવામાં આવે છે.
-
Gujarat Rojgar Samachar 2023 PDF ડાઉનલોડ ક્યાંથી કરી શકીએ?
તમે SOCIOEDUCATIONS.COM અથવા ગુજરાત માહિતી વિભાગની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો.