ગુજરાતના વિવિધ મેળાઓ, સ્થળ વિષે જાણ કારી, ગુજરાતના મેળાઓ, ગુજરાતના મેળાઓ વિશે માહિતી, ગુજરાતમાં ભરાતા મેળાઓ, મેળાનું વર્ણન, જાણો ગુજરાતમાં ભરાતા વિશે
ગુજરાતના વિવિધ મેળાઓ
૧. તરણેતરનો મેળો
ગુજરાત અને ભારતનો સૌથી પ્રખ્યાત મેળો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતર નામના ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ભરાતો મેળો છે. આ મેળો બાદરવા સુદ-૪-૫-૬ એમ ત્રણ દિવસ ભરાય છે. એ સમયે વિદેશીઓ પણ આ મેળો જોવાં આવે છે. તરણેતરનો મેળો જ્યાં ભરાય છે તે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર લખપતના રાજવી કરણસિંહજીએ એમની પુત્રી કરણબાની યાદમાં ઈ.સ. ૧૯૦૨માં બંધાવેલું હતું.
ગુજરાતના વિવિધ મેળાઓ
તરણેતરનો મેળો ગુજરાતમાં ભરાતો એક સૌથી મોટો અને આકર્ષક મેળો છે, એની વિશિષ્ટતા એ છે કે એમાં ગુજરાતમાંના લોક સમુદાયનું આદર્શ પ્રતિબિંબ જેવા મળે છે. એમાં ગુજરાતની કાલી, કાઠી, કોળી, ભરવાડ અને રબારી પ્રપ્ત ઉપરાંત દેશ-વિદેશમાંથી પણ જિજ્ઞાસુઓ ખાસ હાજરી આપે છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે અહીયા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે.
ર. વૌઠાનો મેળો
વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના તથા ખેડા જિલ્લાના માતર તાલુકાની સરાદે આવેલું છે. વૌઠા સપ્ત
સંગમ- સાત નદીઓનાં સંગમ તરીકે પવિત્ર તીર્થ મનાય છે. અહીંયા સાત નદીઓનો સમાવેશ થાય છે, જેમાં –
(૧) સાબરમતી (૨) શેઢી (૩) હાથમતી (૪) વાત્રક (૫) ખારી (૯) મેશ્વો (૭) માઝમ આ મેળો કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી ભરાય છે. પરંતુ લગભગ એક મહિના સુધી લોકો અહીં આવ-જા કરે છે. આ મેળાની ખાસિયત એ છે કે અહીંયા ગધેડાઓ તથા ઊંટોને શણગારીને ખરીદ-વેચાણ માટે લાવવામાં આવે છે. તેથી આ એક પશુ મેળા તરીકે પ્રખ્યાત છે.
ગુજરાતના વિવિધ મેળાઓ
૩. શામળાજીનો મેળો
અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીને કિનારે આવેલા પુરાતન તીર્થં શામળાજીમાં એક મોટો મેળો ભરાય છે. આ મેળાની શરૂઆત દેવ ઉઠી અગિયારસથી થઈ જાય છે અને ત્રણ અઠવાડિયા ચાલે છે પરંતુ આ મેળાનો મુખ્ય દિવસ કારતક સુદ પૂનમ ગણવામાં આવે છે. આ મેળામાં ગુજરાતના જ નહે પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ભારતભરમાંથી લોકો મુખ્યત્વે આદિવાસીઓ આવે છે. આ મેળો આદિવાસીઓનો મેળો તરીકે પણ પ્રખ્યાત છે. અહીંયા ‘કાળિયા બાવજ્ર’ એટલે કે શામળાજીમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર આદિવાસીઓની વિશાળ જનમેદની ઊમટી પડે છે.
૪. ભવનાથ મહાદેવનો મેળો
ભવનાથ મહાદેવનો મેળો જૂનાગઢ જિલ્લામાં ગિરનારની તળેટીમાં આવેલ ભવનાથ મહાદેવના મંદિરના પ્રાંગણમાં ભરાય છે. આ મેળાની શરૂઆત મહા વદ અગિયારસે ચાય છે જે મહા વદ અમાસ સુધી ચાલે છે, પરંતુ મહા શિવરાત્રીનો દિવસ એટલે કે મહા વદ તેરસ આ મેળાનો વિશિષ્ટ દિવસ છે.
નાગા બાવા (સંતો)ના અખાડાની પૂજા શરૂ થાય છે. જેમાં ભગવાન દત્તાત્રેયની મૂર્તિને શણગારીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. હાથી પર શોભાયમાન, હાથમાં ધજા-પતાવ્યું રાખીને નૃત્ય કરતા કરતા આ શોમાં ધાત્રી શરૂ થાય છે. મધ્યરાત્રિએ મંદિર પહોંચીને કુંડસ્તાન કરે છે. કુંડ મેળાથી અલગ ફક્ત ત્રણ અખાનું કુંડમાં સ્નાન કરે છે. આ ભવનાચ મંદિર પાસેથી સુવર્ણરેખા નદીની પાતળી સેર પસાર થાય છે. આ સ્થળ મુચકુંદ, ભર્તૃહિર અને ગુરુદત્તની ગુફાઓ પણ આવેલી છે. અદ્ભુત, અલૌકિક સમાન ભવનાથનું આ મંદિર ચાર દિવસ સુધી જનમેદનીથી ઘેરાયેલું રહે છે અને રાત્રિના સમયે ભજન કીર્તન અને રાસ-ગરબા વગેરે આ સ્થળમાં ભક્તિમય વાતાવરણ ઊચું કરી દે છે.
૫. માણેકઠારી પૂનમનો મેળો
ખેડા જિલ્લાનાં ડાકોરમાં આસો સુદ પૂનમ(શરદ પૂનમ)ના દિવસે માણેકારી પૂનમનો મેળો ભરાય છે. શરદ પૂનમનો આ મેળો ત્રણ દિવસ સુધી ચાલે છે. ડાકોર વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ માટે મોટાં તીર્થોમાનું એક છે. પૌરાણિક કથા પ્રમાણે મથુરામાં જરાસંઘને ૧૮ વખત હરાવ્યા પછી કાલ્યવને મથુરા પર ચડાઈ કરી. ભગવાન શ્રીકૃષ્ણે પોતાની દૂરદર્શિતાથી અને યાદવોનો સંહાર અટકાવવા માટે મથુરાનું રણમેદાન છોડવું અને દ્વારકામાં આવીને
વસવાટ કર્યો. આ સમયેથી તે “રણછોડ” તરીકે ખ્યાતિ પામ્યા. આ દિવસે રણછોડરાયજી સાક્ષાત સ્વરૂપે હાજર હોય છે માટે તેમને રેશમી વસ્રો અને કિંમતી અલંકારોથી શણગારી સવા લાખ રૂપિયાનો ખાસ મુગટ પહેરાવાય છે.
૬. પલ્લીનો મેળો
ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પંદર કિમીના અંતરે આવેલ રૂપાલ ગામમાં દર વર્ષે આસો નવરાત્રિ દરમિયાન આ મેળી ભરાય છે. આ રૂપાલ ગામમાં આદ્યશક્તિ વરદાયિની માતાનું મંદિર આવેલું છે. અહીંયા વરદાયિની માતાની પલ્લી ભરાય છે એટલે કે માતાના શ્રદ્ધાળુ ભક્તો આસો સુદ નોમના દિવસે માતાની પાલખી (પલ્લી)ને ઊંચકીને ગામમાં વરઘોડો કાઢે છે.
આ મેળાની એક ખાસિયત એ છે કે વરદાયિની માતાને પ્રસન્ન કરવા માતાની પલ્લી પર ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે. આ ચોખ્ખું ઘી ચડાવવાનું પ્રમાણ એટલું પુષ્કળ હોય છે કે જાણે ચોખ્ખા ઘીની નદીઓ વહેતી હોય વરદાયિની માતાની પાલખી (પલ્લી) ને જોવાં ગુજરાતના નહિ પરંતુ વિદેશથી પણ લાખો શ્રદ્વાળુ આ દિવસે ઊમટી પડે છે.
૭. ચિત્ર-વિચિત્રનો મેળો
ચિત્ર-વિચિત્રનો મેળો હોળી પછીના ચૌદમાં દિવસે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પાસેના ગુંભખેરી (ગુરુમાખરી) ગામમાં નદી કિનારે ભરાય છે,
આસપાસના વિસ્તારોમાંથી ભીલ જનતિના લોકો પણ મોટી સંખ્યામાં આ મેળો માણવા માટે આવે છે. ગરાસિયા અને ભીલ આદિવાસીઓ તેમના પરંપરાગત પોશાકમાં રંગીન કપડા, પુરુષોનો પોશાક સામાન્ય રીતે એક આસમાની રંગનું શર્ટ, ધોતી અને લાલ અથવા ભગવા રંગની પાઘડી આવેલ હોય છે. સ્ત્રીઓના થાંધરા ડોન શૈલીમાં જે ૨૦૧૪
જેટલું લાબું હોય છે તે સાંસ્કૃતિક વારસાના પ્રતીકરૂપ છે. આ મેળાનું આયોજન દર વર્ષે મહાભારતના ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યની યાદમાં કરવામાં આવે છે. એક દંતકથા પ્રમાણે મહાભારત કાળમાં અહીં ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય બન્ને રોગમુક્ત થયાં હતા તેથી શ્રદ્ધાળુ આદિવાસી સ્ત્રી-પુરુષ પોતાના કે પોતાના સંબંધીઓને રોગમુક્ત કરવા અથવા રોગ-પીડાથી મુક્ત થવા માટે બાધા રાખે છે.
૮. માધવરાયનો મેળો
માધવરાયનો મેળો પોરબંદર જિલ્લાના માધવપુર ગામે ભરાય છે. આ મેળો ચૈત્ર સુદ નોમથી પાંચ દિવસ સુધી
ચાલે છ. પૌરાણિક કથા પ્રમાણે, ભગવાન દ્વારકાધીશ દેવી રુકમણીની વિનંતીથી સ્વયં પધારીને તેમનું અપહરણ કર્યું હતું એ અહીંના મંદિરમાં એમની સાથે પરણ્યાં હતા. આ પ્રસંગની સ્મૃતિમાં જ દર વર્ષે અહીયાં મેળો ભરાય છે. પાંચ દિવસ સુધી ચાલતા આ મેળામાં ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીજીના લગ્ન અંગેના ગણેશ સ્થાપના, મંડપ-વિધિ, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે પ્રસંગો વિધિવત્ રીતે પૂરી ધામધૂમથી ઊજવાય છે. આ લહાવો જોવાં વિશાળ જનમેદની આ મેળામાં ઊમટી પડે છે.
૯. મેઘ મેળો
મેઘ મેળો એ ભરૂચ જિલ્લામાં ભરાય છે, જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. આ મેળો શ્રાવણ વદ નોમના દિવસથી ચાર દિવસ માટે ભરાય છે. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાની ભાઈ પ્રજા (યાદવ વંશની ભાઈ નામની પેટા-જ્ઞાતિ) મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે તેથી અહીંયા મેળાનું આયોજન કરવામાં આવે છે.
૧૦. ગોળ-ગધેડાનો મેળો
ગોળ-ગધેડાનો મેળો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસવાડામાં ભરાય છે. આ મેળો આદિવાસીઓનો એક અનોખો મેળો છે જે હોળી-ધૂળેટીના તહેવાર પછી ભરાય છે.
આ મેળામાં આડા અને ઊભાં વાંસનો એક માંચડો તૈયાર કરી તેની ઉપર એક પોટલી લટકાવવામાં આવે છે. આ પોટલી ગોળથી ભરેલી હોય છે. આ ગોળથી ભરેલી પોટલી લેવા આદિવાસી યુવકો આ માંચડા પર ચઢવાનો પ્રયાસ કરે છે પરંતુ આ પોટલીની રક્ષાર્થે આદિવાસી યુવતીઓ પોતાના હાથમાં લાકડી લઈને ઊભી હોય છે. તે ઢોલના તાલે નૃત્ય પણ કરતી હોય છે સાથે સાથે ગીત-સંગીતનો પણ લુપ્ત ઉઠાવતી હોય છે અને આદિવાસી યુવકોને લાકડીનો માર પણ મારતી હોય છે.
૧૧. પાંડુરીમાતાનો મેળો
પાંડુરીમાતાનો મેળો નર્મદા જિલ્લાના દેવમોગરામાં ભરાય છે. આ મેળાનું આયોજન મહા વદ તેરસ એટલે કે મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવે છે. પાંડુરી માતા એટલે કે પાંડવોની માતા કુંતી. આ ક્ષેત્રના આદિવાસીઓ પાંડુરી માતાને પોતાની કુળદેવી માને છે. આ પાંડુરી માતાને ‘યાહામોગીમાતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાંડવોની માતા કુંતી (કુંતા) ના પૂરા ભારતભરમાં ફકત બે જ મંદિરો છે જેમાંનું એક મહેસાણા જિલ્લાના આસાજોલમાં આવેલું છે.
૧૨. ડાંગ દરબારનો મેળો
ડાંગ દરબારનો મેળો ડાંગ જિલ્લાના વડામથક આહવા ખાતે ભરાય છે. આ મેળો પરંપરાગત મેળો નથી પરંતુ બ્રિટિશ કાળમાં શરૂ કરવામાં આવેલો મેળો છે. બ્રિટિશ સરકારના પોલિટિકલ એજન્ટો આદિવાસીઓના સરદારોને તેમનાં અંગત ખર્ચ માટે રાજ્યની આવકમાંથી પૈસા આપતા હતા. આઝાદી પછી પણ આ પરંપરા જાળવવામાં આવી છે હવે આ મેળાનું આયોજન જિલ્લાના સત્તાધિકારીઓ તરફથી કરવામાં આવે છે જેમાં ડાંગના સરદારો હાજરી આપે છે તેથી આને ડાંગ દરબારનો મેળો કહેવાય છે.
૧૪. ચુળ મેળો
આ મૂળ મેળાનું આયોજન અનેક આદિવાસી વિસ્તારોમાં કરવામાં આવે છે. આ મૂળ મેળો હોળીના બીજા દિવસે એટલે કે પૂળેટીના દિવસે ભરાય છે. એક લંબચોરસ ચૂલો ગામની બહાર તૈયાર કરી તેમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ આદિવાસી પુરુષ-ઓ એક હાથમાં પાણીનો ઘડો રાખે છે અને બીજા હાથમાં નાળિયેર લઈને અગ્નિના અંગારા પર ખુલ્લા પગે ચાલીને પસાર થાય છે.
૧૪, રંગપંચમીનો મેળો
ફાગણ વદ પાંચમનો દિવસ એટલે કે હોળી પછીના પાંચમાં દિવસને રંગપંચમી તરીકે ઉજવાય છે. આ રંગપંચમીના દિવસે કેટલાંક આદિવાસી ગામોમાં રંગપંચમીનો મેળો ભરાય છે.
આ રંગપંચમીના મેળાનો એક અદ્ભુત દૃશ્ય જોવા જનમેદની ઉમટી પડે છે. આ દિવસે સૌપ્રથમ ગાય માતાની પૂજી
કરી તેમને શણગારી ગામના ભાગોળે લઈ જવામાં આવે છે. ગામના કેટલાં નવયુવાનો આ ગાયોના રસ્તામાં આડા સુઈ જાય છે અને તેમના શરીર પરથી ગાયોનું ધણ પસાર થાય છે. આમાં વિસ્મયકારી દેશ્ય એ છે કે શરીર પરથી ગાયોનું પણ પસાર થતું હોવા છતાં આ યુવાનોના અંગો ઈજાગ્રસ્ત થતા નથી. ચાડિયા મેળી વડોદરા, ભરૂચ, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભરાય છે. આ જિલ્લાના આદિવાસીઓનો આ
૧૫. ચાડિયા મેળો
મેળો હોળી-ધૂળેટીના તહેવાર પછી ભરાય છે. આ મેળામાં માનવ આકૃતિનો લાકડાંનો એક ચાડિયો બનાવાય છે
જેના માંથે નાળિયેર મૂકી, માટીના કોડીયાંની આંખો લગાડવામાં આવે છે અને તેને નવા કપડાની પાઘડી બાંધી ઝાડની
ઊંચી ડાળી સાથે બાંધવામાં આવે છે. જે આદિવાસી યુવાન આ ચાડિયાને ઝાડ પરથી લઈ આવે છે તેને વિજેતા જાહેર કરી તેને ચાડિયાની પાઘડી ઈનામ સ્વરૂપે અપાય છે અને આ વિજેતાની પ્રશસ્તિમાં આદિવાસી યુવતીઓ ગીત ગાઈને તેનું સન્માન કરે છે.
૧૬. સિદ્ધપુરનો મેળો
સિદ્ધપુરનો મેળો પાટણ જિલ્લાનાં સિદ્ધપુરમાં ભરાય છે. આ મેળો સરસ્વતી નદીના કિનારે કારતક સુદ પૂનમ(પૂર્ણિમા) ના દિવસે ભરાતો હોવાથી આને “સિદ્ધપુર નો કારતકી પૂર્ણિમાનો મેળો’’ પણ કહેવાય છે, આ મેળાની એક ખાસિયત આ છે કે આમાં ઊંટની મોટા પાયે ખરીદ-વેચાણ થાય છે.
૧૭. પાલોદરનો મેળો
પાલોદરનો મેળો મહેસાણા જિલ્લાના પાલોદર ગામમાં ભરાય છે. આ મેળાનું આયોજન ફાગણ વદ અગિયારસથી તેરસ સુધી કરવામાં આવે છે. આ પાલોદરમાં ચૌસઠ જોગણી માતાનું મંદિર આવેલું છે અને તેમના સાનિધ્યમાં જ આ મેળો ભરાય છે. આ પાલોદરના મેળામાં લાખોની સંખ્યામાં જનમેદની ઊમટી પડે છે એનું મુખ્ય કારણ માતા દ્વારા આવનાર સમયની આગાહી કરવામાં આવે છે જેમકે વરસાદની આગાહી, રોગચાળા વગેરેની આગાહી.
૧૮. સરખેજનો મેળો
પ્રખ્યાત સંતશિરોમણિ હજરત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ સાહેબની દરગાહ સરખેજમાં આવેલી છે, જે ‘સરખેજના રોજા’ના નામે પ્રખ્યાત છે. આ સરખેજના રોજા પાસે તળાવને કાંઠે આ સરખેજનો મેળો ભરાય છે, હજરત ગંજબક્ષ સાહેબે અમદાવાદની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો અને તેઓ અમદાવાદના સ્થાપક સુલતાન અહમદશાહના ગુરુ પણ હતા. હજરત ગંજબક્ષ સાહેબ ઈ.સ.૧૪૪૬માં અવસાન પામ્યા હતા. આ સરખેજના રોજાના બાંધકામની શરૂઆત ઈ.સ.૧૪૪૬માં સુલ્તાન ગિયાસુદ્દીન મુહમ્મદશાહે કરી જે ઈ.સ.૧૪૫૧માં સુલ્તાન કુતુબુદ્દીન અહમદશાહના સમયે પૂર્ણ થઈ હતી. હજરત ગંજબક્ષ સાહેબ ભારતના ૬ મોટા પીરસાહેબમાંથી એક છે અને આ દરગાહ મુસ્લિમોનું પવિત્ર તીર્થસ્થળ ગણાય છે. હજરત ગંજબક્ષ સાહેબના ઉર્સના સમયે આ મેળો ભરાય છે જેમાં મુસ્લિમ લોકોની સાથે હિન્દુઓ પણ મોટી સંખ્યામાં જાય છે.
૧૯. શાહઆલમનો મેળો
હજરત શાહઆલમ સાહેબ વટવાના પ્રખ્યાત સંત હજરત કુતુબે આલમ સાહેબના પુત્ર હતા. અમદાવાદના મુસલમાન સંતોમાં હજરત શાહઆલમ સાહેબનું નામ ખૂબ મશહૂર છે. આ શાહઆલમનો મેળો તેમની યાદમાં જ ભરાય છે. શાહઆલમ સાહેબનું અવસાન ઈ.સ.૧૪૭૫માં થયું હતું ત્યારે આ સંતની સ્મૃતિમાં અહીંયા એક રોજો બનાવવામાં આવ્યો, જે શાહઆલમના રોજાના નામે પ્રખ્યાત છે.
આ દરગાહ મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. હજરત શાહઆલમ સાહેબના ઉર્સના સમયે આ મેળો ભરાય છે જેમાં હિન્દુ-મુસ્લિમ કોમની જનમેદની ઊમટી પડે છે.
ગુજરાતના વિવિધ મેળાઓ
હોમ પેજ | અહીં ક્લિક કરો |
સરકારી યોજના અને નોકરીની ની માહિતી માટે | અહીં ક્લિક કરો |