ગુજરાતના પ્રમુખ ધાર્મિક સ્થળો, ગુજરાતના પ્રમુખ મંદિરો

ગુજરાતના પ્રમુખ ધાર્મિક સ્થળો, ગુજરાતના પ્રમુખ મંદિરો

ગુજરાતના પ્રમુખ ધાર્મિક સ્થળો, ગુજરાતના પ્રમુખ મંદિરો

ગુજરાતના પ્રમુખ ધાર્મિક સ્થળો :- ધર્મમાં આસ્થા એ એવો દીવો છે જે અંધકારને વિખેરી તો નાંખે છે સાથે જ્ઞાનનું અજવાળું ફેલાવે છે. ભારત અને ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનનો વ્લાપ ઘણો છે. તેનું મુખ્ય કારા સર્વધર્મો અને સંપ્રદાયને એકબીજા પ્રત્યે સદભાવના, પ્રેમભાવ, સહિષ્ણુતા અને એકતા છે.

ગુજરાતના પ્રમુખ ધાર્મિક સ્થળો

ભારતમાં અને ગુજરાતમાં હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ઈસ્લામ ધર્મ, ખ્રિસ્તી, પારસી, સિપી ઉપરાંત અન્ય ઘણા ધર્મો અને સંપ્રદાય પ્રત્યે શ્રદ્ધા ધરાવતો મોટો વર્ગ પથરાયેલો છે. પૌરાણિક સમયથી ભારત મંદિરોની ભૂમિ રહી છે. મંદિરોનું સ્વરૂપ તપાસતાં પહેલા ભારતીય મંદિરનું સામાન્ય સ્વરૂપ જીણવું ઈષ્ટ છે.

(૧) ગર્ભગૃહ :- ગર્ભગૃહ મુખ્યત્વે એક નાનો અને અંધકાર યુક્ત ઓરડો હોય છે, જેમાં મંદિરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે. સામાન્યત: ચાર ખૂણા ધરાવતો આ ભાગ મોટે ભાગે લંબચોરસ હોય છે. ગુજરાતમાં તેને “ગભારો’ કહે છે.

(૨) મંડપ :- આ સાપત્ય સ્તંભો ઉપર રચાયેલ મોટો હોલ અથવા મંદિરના મુખ્ય દ્વારની સામે રચવામાં આવેલ એક વિશાળ વિસ્તાર છે. અહી ભાવિક ભકતો એકત્રિત થઈને, તારમાં રહી મંદિરના ગર્ભગૃહ તરફ ક્રમશઃ જાય છે.

(૩) અંતરાલ :- ઘણીવાર ગર્ભગૃહ અને મંડપને જોડતો અર્ધમંડપ કરવામાં આવે છે તેને “અંતરાલ” કહે છે.

(૪) પ્રદક્ષિણાપથ :- ગર્ભગૃહને ફરતા પ્રદક્ષિણાના માર્ગને પ્રદક્ષિણાપથ’ કહે છે,

(૫) ગોપુરમ:- ગોપુરમદક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશદ્વાર છે. ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે, બનાવવામાં આવે છે. ગોપુરમને મજબૂત બનાવવા માટે તેના નીચેના બે માળને ઊર્ધાકાર બનાવવામાં આવે છે.

(૬) શિખર :- ગર્ભગૃહના સૌથી ઊંચાણવાળા બાહ્ય ભાગ ઉપર અણીદાર બનાવવામાં આવેલી આકૃતિને ‘શિખર’ કહે છે. આવા શિખરોને પીતળ કે સોના થી મઢવામાં આવે છે.

(૭) વિમાન :- વિમાન મંદિરનો જ એક ભાગ છે, જે વર્ગાકાર અથવા ઢોળાવ આકારમાં રચવામાં આવે છે. તે ઘણા માળ સાથે પિરામિડ જેવા હોય છે અને ઉપરનો ભાગ શિખર (ટોચ) તરફ જાય છે.

(૮) મુખમંડપ :- મંદિરના ગર્ભગૃહ અને મંડપની હરોળમાં મંડપની શમ્યુન કરેલ સંયુક્ત નાની ચીડિને મુખમંડપ કહે છે.

(૯) પીઠ :- મંદિરના ઊર્ધ્વમાનમાં મંદિર જે ઓટલા પર ઊભું હોય તેને ‘પીઠ’ કહે છે.

(૧૦) મંડોવર :- ગર્ભગૃહની દીવાલને “મંડોવર” કહેવામાં આવે છે.

(૧૧) પંચાયતના મંદિર :- કેટલાંક મોટાં મંદિરોમાં મુખ્ય મંદિરને ફરતાં ચાર ખૂણે ચાર નાના મંદિર હોય છે. આ પ્રકારના મંદિરને “પંચાયતન મંદિર” કહે છે. એમાં ગણેશ, શિવ, શક્તિ, વિષ્ણુ અને સૂર્ય એ પોંચ દેવતાઓમાંથી ઈષ્ટ દેવનાને વચલા મુખ્ય મંદિરમાં અને બાકીના ચાર દેવતાઓને બાજુના નાના મંદિરોમાં પધરાવવામાં આવે છે.

ગુજરાતના પ્રમુખ મંદિરો

૧. અક્ષરધામ મંદિર

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું આ અક્ષરધામ મંદિર આવેલું છે. આ અક્ષરધામ મંદિર ગુજરાતના હિન્દુ મંદિરોમાનું સૌથી વિશાળ મંદિર છે. જેમાં કળા, સ્થાપત્ય, શિક્ષણ, પ્રદર્શન અને સંશોધનકાર્ય જેવી પ્રવૃત્તિઓ એક છત નીચે જોવા મળે છે.

૨. ગિરનાર

ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલો પર્વત ગિરનાર હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થળ ગણાય છે. લગભગ ૩૬૫૦ ફૂટની ઊંચાઈ ધરાવતા આ ઐતિહાસિક અને ધાર્મિક ગૌરવવાળા પર્વત સાથે વૈદિક અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે. ગિરનાર જુદા-જુદા સમયમાં જુદા-જુદા નામે પ્રચલિત હતો. સૌપ્રથમ તે ઉજ્જયંત, મણીપુર, ચંદ્રકેતુપુર, રૈવતક નગર, પુરાતાપુર, ગિરિવર અને ગિરનાર એમ અલગ-અલગ નામોથી ઓળખાતો. જૈન ધર્મ તેને નેમિનાથ પર્વત તરીકે ઓળખે છે. અહીં પાઁચ ધાર્મિક મહત્વ ધરાવતા આસ્થાના સ્થાનકો આવેલા છે. જેમાં મા અંબાજીનું મંદિર, ગોરખનાથની ટૂક (ગુફા), ગઢનું સ્થાનક, ગુરુ દત્તાત્રેયની ટૂંક અને માતા કાલકાની ગોખ

આ હિન્દુ મંદિરોની આસપાસ જૈન ધર્મના મુખ્ય પાંચ દેરાસરો પણ આવેલાં છે. જૈન ધર્મના ૨૨માં તીર્થંકર ભગવાન નેમિનાથનું દેરાસર આવેલું છે જે ૧૨મી સદીમાં બાંધવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ચાર ભવ્ય જૈન દેરારારો જે સુંદર આરસપહાણથી વસ્તુપાળ-તેજપાળે બંધાવેલાં છે. આમ, અહીંનું સમગ્ર સંકુલ સ્થાપત્ય કળાના નમૂનાથી ભરપૂર છે.

ગિરનારની લીલી પરિક્રમા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ગિરનારની પરિક્રમા માટે પરોઢિયાનો સમય ઉત્તમ રહે છે. ભગવાન દત્તાત્રેયની ટૂંક ગિરનારના પરિક્રમાના માર્ગની વચ્ચે છે. ભગવાન શિવજીનું ભવનાથ મંદિર પરિક્રમાના માર્ગમાં પહેલું આવેલું છે. ત્યારપછી રાજા ભર્તૃહરિની ગુફા, સોરઠ મહલ, ભીમકુંડ અને અન્ય મહત્વના સ્થાનકો પરિક્રમાના માર્ગે આવેલાં છે. ગિરનાર પર્વતીય ક્ષેત્રમાંથી એકત્રિત થયેલું પાણી ગૌ-મુખી કુંડમાં એકઠું થાય છે.

૩. અંબાજી

ભારતમાં આવેલાં ૫૧ શક્તિપીઠોમાંથી અંબાજીનું મંદિર એક શક્તિપીઠ છે. ગુજરાતની ઉત્તર સરહદે, અરવલ્લીની હારમાળાના સર્વોત્તુંગ શિખર અગિરિ-આબુની બાજુનો ડુંગર આરાસુર. એ ડુંગર પર માતાજીનું મહિમાવંત સ્થાનક એટલે અંબાજી.

અંબાજી ખાતે ભાદરવી પૂનમે વર્ષનો મોટામાં મોટો ઉત્સવ મેળાનું આયોજન થાય છે. જે એક સપ્તાહ સુધી ચાલે છે. આ ભાદરવી પૂનમના અંબાજી ખાતે યોજાતા મેળામાં અંદાજે ૨૫ લાખ શ્રદ્ધાળુ માતા ના દર્શનાર્થે આવે છે.

૪. પાલિતાણા

ગુજરાતના ભાવનગર જિલ્લામાં ભાવનગર શહેરથી લગભગ ૬૦ કિમી. દૂર શૈત્રુંજય પર્વતના રમણીય અને કુદરતી સૌદર્યથી આચ્છાદિત વિસ્તારમાં જૈન ધર્મની આસ્થાનું સ્થાનક અને ભારતખ્યાત મહાતીર્થ “પાલિતાણા’ આવેલું છે. ૬૦૦ મીટર ઊંચી ક્ષેત્રુંજય પર્વતમાળા પરના ૮૬૩ જેટલા ભવ્ય અને નયનોને રોમાંચિત કરે તેવા દેરાસરો આવેલાં છે. સ્થાપત્ય અને શિલ્પકળાની બેનમૂન કલા કારીગરી દરેક દિવાલો-છત અને ખંડોમાં ઊભરી આવે છે.

પાલિતાણાને ‘મંદિરોનું શહેર’ પણ કહેવાય છે. આધુનિક ‘“સમયવસરણ’” મંદિર અહીં જ આવેલું છે. શેત્રુંજય જૈનોના પહેલાં તીર્થંકર આદિનાથ (જેમને ભગવાન ઋષભદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે)નું સ્થાન ગણાય છે. અહીંની તેમણે ૯૩ વખત પરિક્રમા કરી હતી અને તેમને અહીં જ મોક્ષ-ગતિ પ્રાપ્ત થઈ હતી. આ કારણે જૈન ધર્મના

અલૌકિક ઈતિહાસ સાથે સંકળાયેલ પાલિતાણા સૌ જૈન શ્રદ્ધાળુને પોતાની તરફ આકર્ષિત કરે છે.

૫. ડાકોર

ડાકોરમાં ભગવાન શ્રી રણછોડરાયજીનું ભવ્ય અને ઐતિહાસિક મંદિર છે. આ ડાકોર મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું છે. ડાકોરનું પ્રાચીન નામ ડંકપુર હતું કારણકે અહીં ડંકઋષિનો આશ્રમ હતો. કુદરતી વાતાવરણમાં આવેલું ડાકોર મંદિરનો નજારો એ બેનમૂન છે. તેની બાંધણી ખૂબ વિશ્વના છે. તેમાં હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યનો વિરલ સહયોગ છે. આ મંદિર બંધાવનાર ડાકોરના ઈનામદાર તાંબેકરના કુળનાં સંતાનો શ્રી ભાલચંદ્રરાવે વગેરે આજે પણ પોતાની સેવાઓ આપી રહયા છે.

૬. દ્વારકાધીશ મંદિર

દ્વારકાધીશનું મંદિર ગુજરાતના ‘દેવભૂમિ દ્વારકા’ જિલ્લામાં આવેલું છે. ભારત પ્રસિદ્ધ ચાર હરિધામોમાંનું આ હરિધામ ગોમતી નદીના ઉત્તર કિનારે આવેલું છે.

દ્વારકાએ ભગવાન શ્રીકૃષ્ણે વસાવ્યું હતું. પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણે કંસનું વધ કર્યુ ત્યારે કંસના વધનું વેર લેવા મથુરા પર જરાસંઘ અને કાલયવન ચઢી આવ્યા. યાદવોનો સંહાર અટકાવવા શ્રીકૃષ્ણ યાદવોને લઈ ગુજરાતમાં ચાલ્યા આવ્યા અને દ્વારકા નામનું નગર વસાવ્યું.

શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારકા તો સુવર્ણ દ્વારકા કહેવાતી. પૌરાણિક કથા પ્રમાણે પ્રભાસ પાટણથી જીવનની અંતિમ વિદાય-વેળાએ શ્રીકૃષ્ણે યાદવોને સંદેશો મોકલ્યો હતો કે દ્વારકા છોડી દેજો, કારણ કે શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ બાદ તે સમુદ્રમાં સમાઈ જશે. સુવર્ણ દ્વારકાના અવશેષો સમુદ્રમાં દરિયાઈ પુરાતત્વના સંશોધક એસ. આર. રાવે શોધી કાઢવા છે. હાલનું દ્વારકા તો નવું વસેલું નગર છે.

પ્રાચીન કાળમાં ગણાવેલી સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક નગરી આ છે. આદ્ય શંકરાચાર્યે જે ચાર મઠ ભારતની ચાર દિશામાં સ્થાપ્યા તેમાંનો એક ‘શારદાપીઠ” અહીં છે.

સમુદ્ર અને ગોમતીના સંગમપર આવેલું હાલનું મંદિર તેરમી સદીનું છે. મુખ્યમંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રણછોડરાય દ્વારકાધીશની ૧ મીટર ઊંચી ચર્તુભુજ વિષ્ણુસ્વરૂપ શ્યામમૂર્તિ છે. ગર્ભગૃહ પર લગભગ ૬૦ મીટર ઊંચ છ માળવાળું શિખર છે. સામે પોંચ માળનો વિશાળ મંડપ છે. તેનો ઘુમ્મટ ૬૦ સ્તંભો પર ઊભો છે. યાત્રાળુઓ સ્વર્ગદ્વારમાં પ્રવેશીને મોક્ષદ્વારને પ્રાપ્ત કરે છે. દ્વારકાધીશના મંદિરની ધજા દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે. ધજાના પૈસા યાત્રાળુઓના દાનમાંથી આવે છે. તેને સીવવા માટે પણ એક અલગ દરજી છે. ધજા ફરકાવતા પહેલા એકવાર તેની મંદિર પ્રદક્ષિણા કરવામાં આવે છે.

દ્વારકાથી ૩૨ કિમી. દૂર શંખોદ્વાર બેટ છે તે સ્થળ બેટદ્વારકા અથવા રમણીય તરીકે પણ ઓળખાય છે. બેટદ્વારકા ની નજીક ગૌપી તળાવ છે. તેનાથી આગળ નજીકમાં વન છે તે દારુકાવન તરીકે પુરાણોમાં ઓળખાવાયું છે, અહીં ભગવાન નાગેશનું જયોર્તિલિંગ છે. જે શિવના બાર જ્યોતિલિંગોમાંનું એક ગણાય છે. આના સિવાય દ્વારકામાં ત્રિકોણ મંદિર, કલ્યાણી મંદિર, પટરાણી મંદિર, દુર્વાસા મંદિર વગેરે આવેલા છે.

૭. મોઢેરાનું સૂર્યમંદિર

મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. આ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ

પહેલાના શાસન દરમિયાન ઈ.સ.૧૦૨૭ માં બંધાયું હતું. મોઢેરા સ્થિત સૂર્યમંદિરનું નિર્માણ ભૌગોલિક સંરચના સાથે તાલબદ્ધ છે. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું હતુ કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠતું હતું.

સૂર્યના વિષુવૃત્તીય ક્ષેત્રના આગમન સમયે સૂર્યની અવર્ણનીય છબી તેના ગર્ભગૃહમાં માણી શકાય છે. આ મંદિર ગર્ભગૃહ, અંતરાલ અને સભામંડપ એમ ત્રણ અંગો ધરાવે છે. ગર્ભગૃહની ભીંતો તથા મંદિરની ભીંતો વચ્ચે પ્રદક્ષિણા માર્ગ છે. મંદિરની છતને આઠ થાંબલાઓનો આધાર આપવામાં આળ્યો છે. આ થાંભલાઓ અષ્ટકોણ આકારના છે અને તેના પર ભરચક કોતરણી છે.

આ મંદિરમાં સૂર્યની ૧૨ વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. વળી, તેમાં કામશાસ્ત્રને લગતાં કેટલાંક શિલ્પો પણ જોવાં મળે છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના કુલ ૧૦૮ જેટલા મંદિરો આવેલાં છે, જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાલાને લીધે એક નયનરમ્ય દેશ્ય ઊભું કરે છે.

વધુ વાંચવા માટે હોમ પેજઅહીં ક્લિક કરો
નોકરી અને સરકારી યોજનાની માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *