વરસાદની આગાહી; હાલ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડુ ત્રાટકવાનો ખતરો તોલાઇ રહ્યો છે. એવામા આજે ઘણા જિલ્લાઓમા ગાજવીજ સાથે વરસાદ ત્રાટકયો હતો. સાથે હવામાન વિભાગ દ્વારા 15 અને 16 જૂને અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. ચાલો જાણીએ 15 અને 16 જૂને કયા જિલ્લામા કયુ એલર્ટ આપવામા આવ્યુ છે ?
15 અને 16 જૂને છે ભારે વરસાદની આગાહિ
કચ્છના જખૌ પોર્ટ નજીક ગઈકાલે રાત્રે લેન્ડફોલ થયા બાદ વાવાઝોડું હાલ જખૌથી 70 કિમી દૂર ચાલ્યું ગયું છે. આ તરફ હવે અમદાવાદ IMD દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. મહત્વનું છે કે, ગઇકાલ સાંજથી કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે.
અમદાવાદ IMD દ્વારા ટ્વિટ કરીને રાજ્યના 12 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. IMD અમદાવાદ મુજબ આજે એટલે કે, 16 જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે.
હવામાન વિભાગની આગાહી
વાઝોડા અંગે હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેકટર ડૉ.મનોરમા મોહંતીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, વાવાઝોડું જખૌ પોર્ટથી 10 કિમી દૂર ઉત્તર દિશામાંથી થયું પસાર હતું. વાવાઝોડાના આઈના સંપૂર્ણ લેન્ડફોલ 10.30થી 11.30 સુધી થયું હતું. હવે આ વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને નબળું પડી જશે. વાવાઝોડાને કારણે હજુ 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા છે.
15 જૂન વરસાદ આગાહિ
ઓરેન્જ ઝોન
તારીખ 15 જુન માટે નીચે મુજબના જિલ્લાઓમા ઓરેંજ એલર્ટ આપવામા આવેલ છે. એટલે કે આ જિલ્લાઓમા ભારે થી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.
- કચ્છ
- મોરબી
- રાજકોટ
- જુનાગઢ
- પોરબંદર
- દેવભુમિ દ્વારકા
- જામનગર
16 જૂન વરસાદ આગાહિ
16 જૂન માટે ભારે વરસાદની આગાહિ કરવામા આવી છે. જેમા નીચે મુજબ જિલ્લાઓ માટે એલર્ટ આપવામા આવ્યા છે.

ઓરેન્જ ઝોન
તારીખ 16 જુન માટે નીચે મુજબના જિલ્લાઓમા ઓરેંજ એલર્ટ આપવામા આવેલ છે. એટલે કે આ જિલ્લાઓમા ભારે થી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.
- મોરબી
- રાજકોટ
- જુનાગઢ
- પોરબંદર
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
-
ગુજરાતમા ક્યારે ધોધમાર વરસાદ પડવાની આગાહિ છે ?
15 અને 16 જૂને છે ભારે વરસાદની આગાહિ