વાવાઝોડાનું ભયાનક રૂપ જોઈ શકાય છે; ઈન્ટનેશનલ સ્પેસ સ્ટેશને બિપોરજોયની ભયાનક તસ્વીરો આવી સામે, વમળોમાં વાવાઝોડાની ભયાનક સ્થિતિ

હાલમાં ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાનું છે, ત્યારે બિપોરજોય ચક્રવાતનો અત્યાર સુધીમાં ક્યારેય ના જોયો હોય તેવો ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અવકાશમાં 400 કિલોમીટર ઉપરથી લેવામાં આવ્યો છે. જેમાં બિપોરજોયનું મહાભયાનક સ્વરૂપ દેખાઈ રહ્યું છે. જેને કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)એ તાજેતરમાં જ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારા બિપોરજોય વાવાઝોડાની ફૂટેજ સામે આવી છે. યુનાઇટેડ આરબ અમીરાતના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ તાજેતરમાં અવકાશમાં ISSથી અરબી સમુદ્ર પર ભયંકર વાવાઝોડા બિપોરજોયના મંત્રમુગ્ધ કરનાર ફૂટેજ શેર કર્યા છે.

વાવાઝોડાની આંખ અને તેના આસપાસનો વિસ્તાર જોઇ શકાય

આ વિડિયોમાં નેયાદી તેના કેમેરાને જમીનથી સમુદ્ર સુધી પેન કરે છે, જે સમુદ્ર પર વાદળોનું વિશાળ આવરણ દર્શાવે છે. વીડિયોમાં બિપોરજોયના ભયાનક વમળો છેક અનેક કિલોમીટર ઉપર અવકાશમાંથી સ્પષ્ટરૂપે જોઈ શકાય છે. જેમાં વાવાઝોડાનું ભયાનક રૂપ જોઈ શકાય છે. પૃથ્વીથી 400 કિલોમીટર ઉપરથી ચક્રવાતનું દ્રશ્ય જાણે કે કોઈ કપાસના રૂ નો ઢગલો હોય તેમ સફેદ સફેદ દેખાઈ રહ્યું છે. જાણે કે, ચક્રવાતના કેન્દ્ર તરફ ખરબચડી પર્વતમાળાઓ હોય.

International Space Station received terrifying images of Beporjoy
વાવાઝોડાનું ભયાનક રૂપ જોઈ શકાય છે; ઈન્ટનેશનલ સ્પેસ સ્ટેશને બિપોરજોયની ભયાનક તસ્વીરો આવી સામે, વમળોમાં વાવાઝોડાની ભયાનક સ્થિતિ 2

વિડિયો અને તસવીરોમાંથી સ્પષ્ટરૂપે જોઈ શકાય છે કે, વાવાઝોડાનો ઘેરાવ વિશાળ જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ચક્રાવાતનો ઘેરાવ કેટલો વિશાળ છે. તેમાં સર્જાતા વાવાઝોડાની વમળો પણ ભયાનક છે. ચક્રવાત ધીમે ધીમે કઈ રીતે આગળ વધી રહ્યું છે અને દરિયાકાઠાં સાથે ટકારાતા કઈ હદે વિનાશ વેરશે તેની ભયાનકતા દર્શાવે છે.

વમળોમાં વાવાઝોડાની ભયાનક સ્થિતિ

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દ્વારા જાહેર કરાયેલા બિપોરજોય ચક્રવાતના વીડિયોમાં મહત્વની વાત એ છે કે, ચક્રવાતની આંખની આસપાસ ભયાનક નજારો છે. હજારો લીટર પાણી ચક્રવાતના મોજા સાથે ઉડી રહ્યું છે. ચક્રવાતની આ આંખનો ઘેરાવ અનેક કિલોમીટરનો હોઈ શકે છે તે આ વીડિયો પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જો 400 કિલોમીટર અવકાશમાંથી આટલો ભયાનક નજારો હોય તો જ્યારે તે ગુજરાતના દરિયાકાંઠે ટકારાશે ત્યારે તે કઈ હદનું ભયાનક સ્વરૂપ ધારણ કરશે તેનો અંદાજ લગાવવો જ મુશ્કેલ છે.

ગુજરાત માટે આગામી 24 કલાક મહત્વના

જેમ જેમ બિપોરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે, તેમ તેમ ગુજરાત ઉપર સંકટના વાદળો વધારે ઘેરા બનતા જાય છે. કચ્છના જખૌમાં વાવાઝોડું ટકારાવાની સંભાવના જોવા મળી રહી છે, ત્યારે સજાગતાના ભાગરુપે NDRFસહિતની ટીમ સજ્જ કરવામાં આાવી છે. વાવાઝોડાની અસરથી કચ્છનો દરિયાકાંઠે હિલોળે ચડ્યો છે.

આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક વધુ મહત્વના જણાવ્યા છે. જેની સાથે જ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં 3 કિમીની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જેની સાથે જ દરિયામાં ભારે કરંટથી કિનારા પર તોફાન મચ્યું છે.

વિડિઓ જોવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!