યુ. પી. એસ. સી. (UPSC Exam) પરીક્ષા પહેલા પ્રયાસે 188માં રેન્ક સાથે પાસ કરી બન્યા આઇ. પી. એસ.
મિત્રો આપણે ઘણા લોકો અભ્યાસ દરમિયાન નક્કી નથી કરી શકતા કે આપણે શેમાં આપન્ની કારકિર્દી બનાવવી છે. અને ઘણા લોકો આવીને આપકને અલગ અલગ રસ્તાઓ બતાવે છે ને આપણે ફ્યુઝ થઈ જાઈએ કે હવે શું કરવું. આજે એક એવા આઇ, પી. એસ. (IPS) ની વાત કરવી છે જે યુ. પી. એસ. સી.માં પોતાની કારકિર્દી બનાવશે એવું કદી વિચાર્યું જ ન હતું, પરંતુ સંજોગો એમને યુ. પી. એસ. સી. સુધી લઈ આવ્યા. તેઓ પહેલા પ્રયાસે યુ. પી. એસ. સી. પાસ કરીને આઇ. પી. એસ. બન્યા. તેમને ગુજરાત કેડર મળી. કલા તેઓ વડોદરા ખાતે ડો. સી. પી. તરીકે ફરજ બજાવે છે. આ ઉચ્ચ અધિકારી એટલે અભય સોની (IPS Abhay Soni)
ડીસીપી અભય સોનીએ એન.આઇ.ટી.ત્રિચીથી બી.ટેક.ની ડિગ્રી મેળવી છે
રાજસ્થાનના વતની અભય સોની સાગનપાલી જિલ્લામાં રહેતા હતા. બિઝનેસમેન પિતા કૃષ્ણ ગોપાલ સ્વામી અને માતા નામ સંતોષ દેવીના પુત્ર અભય સોનીએ શાળાકીય અભ્યાસ સાગનપાલી જિલ્લામાં જ કર્યો. તેમણે દસમા ધોરણમાં 86 ટકા માર્કસ અને ધોરણ 12 સાયન્સમાં 79 ટકા માર્કસ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે એન.
આઈ. ટી. ત્રિચીથી બી. ટેક.ની ડિગ્રી મેળવી. પછી તેમને તામિલનાડુમાં જોબની ઓફર આવી હતી પણ તે જોબ તેમણે સ્વીકારી ન હતી અને યુ. પી. એસ. સી.ની તૈયારી શરૂ કરી દીધી.યુ. પી. એસ. સી.ની પ્રેરણા અંગે અભય સોની કહે છે, ‘મેં ક્યારે યુ. પી. એસ. સી.માં કારકિર્દી બનાવવા વિશે વિચાર્યું જ ન હતું! યુ. પી. એસ. સી. પહેલાં હું “કેટ’ ની તૈયારી કરતો હતો.
યુ. પી. એસ. સી.માં લેવાતી એન્જિનિયરિંગની પરીક્ષા આઈ. ઈ. એસ. સી. એક્ઝામ આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ અમારી કોલેજમાં ઘણા સિનિયર યુ. પી. એસ. સી.ની પરીક્ષાની તૈયારી કરતા હતા. તેમણે મને આ પરીક્ષા આપવા માટે સૂચન કર્યું. શરૂઆતમાં તો મને ‘આ પરીક્ષા હું પાસ કરી શકીશ કે નહીં’ એવો થોડો ખચકાટ થતો હતો. પણ મારા સિનિયર્સે મને ભારપૂર્વક આ પરીક્ષા આપવાનું કહેતા આખરે હું તૈયાર થયો હતો.’ યુ. પી. એસ. સી. પરીક્ષાની તૈયારી વિશે અભયભાઇ કહે છે, ‘હું તૈયારી માટે નવી દિલ્હી ગયો હતો. ત્યાં કોચિંગ ઉપરાંત આઠથી દસ કલાક તો સેલ્ફ સ્ટડી કરતો જ હતો. હું જરા પણ સમય વેડફતો ન હતો. મને રાઇટિંગનો જબરો શોખ છે. અખબાર વાંચતા મને જે લેખ સારો લાગે એ સાચવી રાખતો અને તેનો અભ્યાસ કરતો હતો.
આ રીતે મેં વ્યવસ્થિત તૈયારી કરીને 2016ના વર્ષની યુ. પી. એસ. સી. પરીક્ષા આપી. તેનું પરિણામ 2017ના વર્ષમાં આવ્યું હતું. પહેલા પ્રયાસે હું 188માં રેન્ક સાથે પાસ થયો હતો. મારી પસંદગી આઇ. પી. એસ. માટે કરવામાં આવી અને ગુજરાત કેડર મળી હતી.’ યુ. પી. એસ. સી.ના ઇન્ટરવ્યૂમાં પુછાયેલા પ્રશ્નો અંગે અભય સોની કહે છે, ‘મારા ઇન્ટરવ્યૂની શરૂઆત તો સારી રીતે થઇ પણ પછીનો ઇન્ટરવ્યૂ બહુ સારો ન કહી શકાય એવો હતો. શરૂઆતમાં મને સારા સારા પ્રશ્નો પુછાયા હતા. તેના મેં સારી રીતે જવાબો આપ્યા હતા. અડધો ઇન્ટરવ્યૂ પૂરો થયા પછી મને એવા પ્રશ્નો પુછાયા કે જેનો જવાબ ‘હા’ અને ‘ના’ એમ બંનેમાં આવી શકે. એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે મોટા ડેમ બનાવવા હોય તો તે પર્વતીય વિસ્તારમાં બનાવાય કે જમીની વિસ્તારમાં? બીજો પ્રશ્ન એવો હતો કે, તમે રાઈટ ટુ લાઈફ અને રાઈટ ટુ એન્વાયરમેન્ટ એ બેમાંથી કોને વધુ મહત્ત્વ આપો? પછી એક સવાલ એવો પૂછ્યો હતો કે પહાડી વિસ્તારમાં ટનલ બનાવીએ તો શું મુશ્કેલી પડે?
આ ઉપરાંત એક પ્રશ્ન એવો હતો કે, તમને કલેક્ટર બનાવી એ તો કયા પાંચ મુદ્દાને વધુ મહત્ત્વ આપો? તેના જવાબમાં મે કહ્યું હતું કે, શિક્ષણ, કનેક્ટિવિટી, ઈલેક્ટ્રિસિટી, એન્વાયરમેન્ટ વગેરે મુદ્દા કહ્યા હતા.’આઇ. પી. એસ. અભય સોની કહે છે, ‘મારા કિસ્સામાં મારા સહિત ચાર ઉમેદવારોને એકસરખા 1023 માર્કસ મળ્યા હતા. આના પરથી મેરિટ કેવી રીતે નક્કી થાય? પછી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે અંગ્રેજી, હિંદી, ગુજરાતી જેવા મુખ્ય ભાષાના વિષયોમાં જે માર્કસ આવ્યા હોય તેની મેરિટમાં ગણતરી થાય છે અને તેના ઉપરથી મેરિટ ક્રમ અપાય છે.
સફળતા માટેની ટિપ્સ
- તમારો દરેક પ્રયાસ એ છેલ્લો પ્રયાસ જ છે એમ માનીને જ પરીક્ષા આપો.
- તૈયારી વખતે એક્ઝામ ઓરિએન્ટેન્શન પ્રિપેરેશન પર વધુ ધ્યાન આપો.
- તમારું રાઇટિંગ જેટલું સારું હશે એટલું તમને પરિણામ સારું મળશે.
- યુ. પી. એસ. સી.માં મહેનત કરો તેનું ફળ મળે જ છે. કદાચ જો તમે પાસ ન થાઓ તો જી. પી. એસ. સી. પરીક્ષા તો છે જ. એ સિવાય પણ બીજી ઘણી સારી તકો ઉપલબ્ધ છે.
- સારા માણસ બનવું જરૂરી છે.
- નિરાશ કે હતાશ થયા વગર પરીક્ષા આપવી.