Kinjal Dave Gujarati Singer: કિંજલ દવેની સગાઈ તૂટી, કારણ માત્ર આટલુંજ હતું

Kinjal Dave Gujarati Singer: લોકપ્રિય ગુજરાતી ગાયક અને ગરબા કિંગ કિંજલ દવેની (Garba King Kinjal Dave) સગાઈ તૂટી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કિંજલ દવેએ (@thekinjaldave) આજથી પાંચ વર્ષ પહેલાં પવન જોશી (Pavan Joshi) નામના યુવક સાથે પરંપરાગત રીતે પોતાના વતન જેસંગપરામાં સગાઈ કરી હતી. ત્યારબાદ અમદાવાદમાં અખાત્રીજ દિવસે મિત્રોને પરિવારજનોની હાજરીમાં રિંગ સેરેમની “Ring Ceremony” યોજાઈ હતી.

Kinjal Dave Gujarati Singer
કિંજલ દવેની સગાઈ તૂટી

આ પણ વાંચો : સગાઇ તૂટયા પછી કિંજલ દવે એ શેર કરી આ પોસ્ટ જુઓ અહીંથી

કિંજલ દવેની સગાઈ તૂટી

‘ચાર ચાર બંગડી’ ગીતથી સમગ્ર દેશભરમાં પ્રખ્યાત થયેલ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે(Kinjal Dave Gujarati Singer)ની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. કિંજલ પોતાના મ્યૂઝિક આલ્બમને લઈને ચર્ચામાં રહે છે. દેખાવમાં સુંદર અને કિંજલના અવાજ પાછળ લાખો લોકો ગાંડા-ઘેલા બને છે. ત્યારે પાંચ વર્ષ પહેલા કિંજલ દવેએ પવન જોશી સાથે સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના દુખદ સમાચારા ખુબ જ ઝડપથી ફેલાય રહ્યા છે.

કારણ માત્ર આટલુંજ હતું

કારણ માત્ર આટલુંજ હતું: હાલમાં એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે, કિંજલ દવે અને તેના ભાઈ આકાશ બંનેની સાટા પદ્ધતિથી સગાઈ થઈ હતી. જેમાં આકાશની કિંજલના ફિયાંસ (Fiance) પવન જોષીની બહેન સાથે સગાઈ કરવામાં આવી હતી. પરંતુ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કર્યા હોવાથી કિંજલની પણ સગાઈ તુટી ગઈ છે. સગાઇ તૂટી જતા કિંજલ દવેએ Kinjal Dave Gujarati Singer પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલી તસવીરો પણ હટાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કિંજલ દવે વિષે

કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના ગરબા, લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોએ તેને ભારે ફેમસ બનાવી દીધી છે. Kinjal Dave Gujarati Singer

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!