Live Darshan Shivratri: પવિત્ર મહાશિવરાત્રીના (MahaShivratri) દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના (Somnath Mahadev) દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવભકતો આવી રહ્યા છે. આખા પંથકમાં બમ બમ ભોલેનો નાદ ગુંજી ઉઠ્યો છે. ત્યારે આજે આપણે ઘરે બેઠા જ સોમનાથ દાદાની આરતીનો લાભ લઇને તેમના દર્શન કરીએ. આપને જણાવીએ કે, શિવરાત્રીને દિવસે 18 ફેબ્રુઆરી સવારે 4.00 કલાકે મંદિરનાં કપાટ ખુલી જશે. જે સતત 42 કલાક ખુલ્લા રહેશે. સોમનાથ મંદિર ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતુ હોવાથી શિવરાત્રીને લઇ સુરક્ષા વ્યવસ્થા જાળવવા રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત તૈનાત કરવાનું આયોજન કરાયું છે. Live Darshan Shivratri તો શિવરાત્રીએ સોમનાથ આવતા ભાવિકોને પ્રસાદીરૂપી ભોજન મળી રહે તે માટે ચોપાટી ગ્રાઉન્ડ પાસે સેવાભાવિ સંસ્થાઓ દ્રારા આઠ જેટલા ભંડારા યોજવા તૈયારીઓ પુર્ણ કરી લેવામાં આવી છે.
Live Darshan Shivratri 2023
જો તમારે સોમનાથ દાદાના દર્શન ઘરે બેઠા જ કરવા હોય તો તમે સોમનાથ મંદિરની વેબસાઇટ પર જઇને કરી શકો છો. સોમનાથ મંદિરની વેબસાઇટ https://somnath.org/somnath-live-darshan પર જઇને ગમે ત્યારે દાદાના દર્શનનો લાભ લઇ શકો છો. ભાવિકો ઓનલાઈન ૐ નમઃ શિવાયનાં મંત્ર જાપ પણ શિવરાત્રીને દિવસે ટ્રસ્ટ સાથે જોડાઈને કરી શકશે.

મહા શિવરાત્રી 2023 તારીખ અને સમય
મહા શિવરાત્રી તિથિ | શનિવાર, ફેબ્રુઆરી 18, 2023 |
નિશિતા કાલ પૂજા સમય | 19 ફેબ્રુઆરી, 12:09 AM થી 01:00 AM |
રાત્રી પ્રથમ પ્રહર પૂજા સમય | 06:13 PM થી 09:24 PM |
રાત્રી બીજી પ્રહર પૂજા સમય | 09:24 PM થી 12:35 AM, ફેબ્રુઆરી 19 |
રાત્રી ત્રીજી પ્રહર પૂજા સમય | 19 ફેબ્રુઆરી, 12:35 AM થી 03:46 AM |
રાત્રી ચોથી પ્રહર પૂજા સમય | 03:46 AM થી 06:56 AM, ફેબ્રુઆરી 19 |
ચતુર્દશી તિથિ શરૂ થાય છે | 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ સાંજે 08:02 વાગ્યે |
ચતુર્દશી તિથિ સમાપ્ત થાય છે | 19 ફેબ્રુઆરી, 2023 ના રોજ સાંજે 04:18 |
શિવરાત્રી પારણાનો સમય | 19 ફેબ્રુઆરી, 2023 ના રોજ 06:56 AM થી 03:24 PM |
પાર્થેશ્વર મહાપૂજન 2023
મહાશિવરાત્રિના પાવન પર્વે, આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની નિશ્રામાં, રત્નાકર સમુદ્ર તટે (મારૂતી બીચ) પર, આ પાવન ભૂમિ પર વિધિવિધાન સાથે પૂજારીશ્રી દ્વારા પુજા કરાવવામાં આવશે (Live Darshan Shivratri)

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની આરતી 2023
મહાશિવરાત્રીના પાવન પર્વે મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પણ ભગવાન શિવજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. આજના પાવન પર્વે તમે ત્યાંના પણ ઘરે બેઠા જ દર્શન કરીને ધન્યતા અનુભવો.
-
મહા શિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે?
મહા શિવરાત્રી એ દિવસને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે જ્યારે ભગવાન શિવના લગ્ન દેવી પાર્વતી સાથે થયા હતા. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે વિશ્વને વિનાશથી બચાવ્યું હતું અને આ તહેવાર તેમને શ્રદ્ધાંજલિ આપવાનો એક માર્ગ છે.
-
મહા શિવરાત્રી દરમિયાન કરવામાં આવતી ધાર્મિક વિધિઓ શું છે?
મહા શિવરાત્રિ દરમિયાન કરવામાં આવતી કેટલીક સામાન્ય ધાર્મિક વિધિઓમાં ઉપવાસ, આખી રાત જાગરણ, ભગવાન શિવને પ્રાર્થના અને અર્પણ કરવા અને તેમને સમર્પિત મંત્રોનો જાપ કરવાનો સમાવેશ થાય છે. લોકો તેમની પ્રાર્થના કરવા અને વિશેષ પૂજા વિધિ કરવા માટે શિવ મંદિરોની પણ મુલાકાત લે છે.