શિક્ષકોની તાલુકા ફેરની યાદી: શિક્ષકોની આંતરિક બદલીના ઓર્ડર, જાણો ક્યારે થશે ઓર્ડર જાહેર

શિક્ષકોની આંતરિક બદલીના ઓર્ડર 2023: પ્રાથમિક શિક્ષણ નિયામકે જણાવ્યું કે, એજન્સીને ઓનલાઇન ડેટા કરવામાં ટેકનિકલ મુશ્કેલી આવી છે પરંતુ તેમ છતાં આજે યાદી આવી જશે.…

શિક્ષકોની બદલીના ઓર્ડર જાહેર

શિક્ષકોની આંતરિક બદલીના ઓર્ડર 2023: પ્રાથમિક શિક્ષણ નિયામકે જણાવ્યું કે, એજન્સીને ઓનલાઇન ડેટા કરવામાં ટેકનિકલ મુશ્કેલી આવી છે પરંતુ તેમ છતાં આજે યાદી આવી જશે. આવી સ્થિતિમાં બદલી પાત્ર અને યાદીમાં નથી તેવા શિક્ષકોમાં પણ ઉત્સુક્તા વધી છે. આવો જાણીએ તાલુકા ફેર બદલીની આજે થયેલી દોડધામ અને ક્યારે આવશે ઓનલાઇન યાદી.

જાણો ક્યારે થશે ઓર્ડર જાહેર

ગુજરાત રાજ્યના શિક્ષક સમુદાયમાં આજે દિવસભર તાલુકા ફેર બદલીની માહિતી માટે વાતાવરણ ગરમાયેલુ છે. કોણ કોણ છે અને કોણ ક્યાં જશે તે માટેની તાલાવેલી વચ્ચે ઓનલાઇન યાદી પ્રથમ બપોર સુધી અને તે પછી બપોર બાદ આવવાની વાત હતી. આ દરમ્યાન કોઈ કારણસર ઓનલાઇન યાદી વિલંબમાં જતાં સાંજના 7 વાગી ગયા છતાં કોઈ જ માહિતી આવી નહિ. આથી બદલી પાત્ર શિક્ષકોમાં ભારે ગણગણાટ અને તાલાવેલી તેજ બની ગઈ છે.

આવી સ્થિતિમાં સમગ્ર મામલે સ્પષ્ટતા થવા માટે નિયામકને પૂછતાં જણાવ્યું કે, આજે યાદી આવી જશે, પરંતુ વિલંબ એટલે થઈ રહ્યો કે, જીઆઇપીએલને અલગોરિધમ ટેકનિકલ ખામી આવતાં મથામણ વધી છે. જોકે આમ છતાં આજે જ યાદી આવી જવી જોઈએ તેવી વાત કરતાં સમગ્ર મામલો હવે ટેકનીકલ ઉપર ગયો છે. આ દરમ્યાન એક ડીપીઇઓને પણ પૂછતાં જણાવ્યું કે, આજે તો જાહેર કરવાની તારીખ છે જ એટલે આજે યાદી આવી જશે. જોકે આજે સાંજના 7 વાગ્યા યાદી નહિ આવતાં શિક્ષક સમુદાયમાં મામલો ચર્ચાસ્પદ બનતો જાય છે.

શિક્ષકોની તાલુકા ફેરની યાદી
શિક્ષકોની તાલુકા ફેરની યાદી: શિક્ષકોની આંતરિક બદલીના ઓર્ડર, જાણો ક્યારે થશે ઓર્ડર જાહેર 3

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ તાલુકા ફેર બદલી કેમ્પની યાદી છે એટલે જિલ્લા મથકની દૂરના તાલુકામાં ફરજ બજાવતાં અને સિનિયર છે તેવા શિક્ષકોમાં બદલીને લઈ વધુ ઉત્સુક્તા છે. આ સાથે જેમણે આવેદન નથી કર્યા તેવા શિક્ષકોમાં પણ પોતાનાં શાળામાં કોણ‌ આવશે તે બાબતે પણ તાલાવેલી વધી છે. જોકે જિલ્લાકક્ષાએથી સમગ્ર માહિતી નિયામક કચેરીએ તો પહોંચી અને આદેશ થયા બાદ ટેકનીકલ કારણોસર બદલી કેમ્પની આગળની પ્રક્રિયા વિલંબમાં જતાં દોડધામ વધી છે.

24મીએ વિભાજન કેમ્પ, 26થી 28મીએ ફેરબદલી કેમ્પ યોજાશે

જિલ્લા આંતરિક ઓનલાઈન બદલી કેમ્પનો બીજો તબક્કો 21 જુલાઈના રોજ પૂર્ણ થયા બાદ 24 જુલાઈના રોજ જિલ્લા વિભાજન કેમ્પનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ 26 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન જિલ્લા ફેરબદલી કેમ્પ યોજવામાં આવશે. જિલ્લા ફેરબદલી કેમ્પ માટે અરજદારને કેમ્પમાં ઉપસ્થિત રહેવા અંગેની જાણ 7 દિવસ પહેલા કરવાની રહેશે. જિલ્લા ફેરબદલી કેમ્પ આયોજિત થાય તે પહેલા સંબંધિત જિલ્લામાં અરજદાર શિક્ષકોની જિલ્લા ફેર માટે આવેલી અરજીઓ પરત્વે શ્રેયાન યાદી પ્રસિધ્ધ કરવાની કાર્યવાહી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે.

જ્યારે શિક્ષણ વિભાગના 11 મે, 2023ના ઠરાવની જોગવાઈ અનુસાર શિક્ષણ વિભાગ કે નિયામક કચેરી દ્વારા કરવામાં આવેલી બદલીના હુકમમાં આપેલી સુચના અનુસાર અમલીકરણ બાકી હોય તો તે પૂર્ણ કરી ઉપલબ્ધ ચોખ્ખી ખાલી જગ્યાઓ જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પ (બીજા તબક્કા), જિલ્લા વિભાજન અને જિલ્લા ફેર કેમ્પમાં બતાવવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *