Post Office Saving Scheme: શું તમે જાણો છો પોસ્ટની આ યોજના વિષે, માત્ર રૂ 133 રોકો મેળવો 3 લાખ

By Natvar Jadav

Published On:

Follow Us

Post Office Saving Scheme: નાની બચત કરનારાઓ Post Office ની વિવિધ બચત યોજનાઓને પ્રાધાન્ય આપતા હોય છે. મધ્યમ વર્ગના લોકો નાની બચતોનુ રોકાન કરી શકે તે માટે પોસ્ટ વિભાગ અનેક સારી બચત યોજનાઓ ચલાવે છે અને તેના પર વ્યાજદર પણ સારા હોય છે. પોસ્ટ ની આવી જ એક સારી બચત યોજના એટલે રીકરીંગ ડીપોઝીટ યોજના. જેમા વ્યાજદર પણ ઊંચો હોય છે.

ઇંડિયન પોસ્ટ ઓફીસ દ્વારા ઘણી સ્કીમો ચલાવવા માં આવે છે, જેમાં ગરીબ મધ્યમ વર્ગના લોકો રોકાણ કરી શકે તેમ જ સેવિંગ્સ કરી શકે તે માટે Post Office Saving Scheme ચલાવવા મા આવે છે. જે નાના અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ ઉપયોગી થાય છે. આજે આપને આ પોસ્ટ મા રૂપિયા 133 રોકી ને 3 લાખ કેવી રીતે મેળવી શકો તે વિશેની માહિતી મેળવીશું, ખાસ અમારા વાચકો ને જણાવવા નું કે અહીં 133 રૂપિયા નાની બચત માટે છે, કેટલા રૂપિયાનું રોકાણ કરીએ તો કેટલા રૂપિયા મળે તેનો ચાર્ટ નીચે આપેલ છે તેથી એક વખત અવશ્ય જોઈ લેવું અને આ પોસ્ટ સેવિંગ્સ સ્કીમ માટે રૂબરૂ પોસ્ટ ઓફિસની મુલાકાત લેવી અને માહિતી મેળવી લેવી.

Post Office Saving Scheme પોસ્ટ ઓફિસ બચત યોજના

પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓ દેશના મધ્યમ વર્ગ માટે રોકાણ માટે પસંદગીનો વિકલ્પ હોય છે. પોસ્ટ ઓફિસની યોજનાઓમાં ગેરંટેડ રિટર્ન મળે છે. પોસ્ટ ઓફિસ એવી પણ યોજનાઓ ચલાવે છે, જેમાં તમે દર મહિને રોકાણ કરીને સારુ એવુ રિટર્ન મેળવી શકો છો. તમે દર મહિને તમારા બજેટમાંથી થોડા થોડા પૈસા બચાવી આ યોજનાઓમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ ગ્રાહકોને આરડી એટલે કે રીકરીંગ ડીપોઝીટ ઓફર કરી રહ્યું છે, જેમાં તમારે દર મહિને પૈસા જમા કરાવવાના હોય છે. તેના પર તમને વ્યાજ આપવામા આવે છે. તમે તેમાં દર મહિને ઓછા મા ઓછા 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો.

પોસ્ટ RD વ્યાજ દર Post RD Interest Rate

તાજેતરમાં કેન્દ્ર સરકારે રીકરીંગ ડિપોઝિટ પર વ્યાજ ના દર 6.2 ટકાથી વધારી 6.5 ટકા કરી દીધા છે. રોકાણની શરૂઆતમાં રેકરિંગ ડિપોઝિટ પર મળનાર વ્યાજના પૈસામાં બહુ ફેરફાર થતો નથી. તેમાં વ્યાજ ફિક્સ હોય છે. બસ તમારે દર મહિને પૈસા જમા કરાવવાના હોય છે. આવો જાણીએ દર મહિને આરડીમાં જમા કરવા પર કેટલા રૂપિયા મળશે.

Post Office Saving Scheme
Image Source: BasuNivesh

દર મહિને 2,000 રૂપિયા જમા કરવા પર મળશે આટલા રૂપિયા

જો તમે રીકરીંગ ડિપોઝિટમાં દર મહિને 2000 રૂપિયાનું રોકાણ કરો છો તો મેચ્યોરિટી પર તમને 1,41,983 રૂપિયા પાકતી મુદતે પરત મળશે. જો તમે દર મહિને 2000 રૂપિયા રોકાણ કરતા હોય તો તમે દરરોજ ના 66 રૂપિયા પ્રમાણે વાર્ષિક 24000 નું રોકાણ કરવાનુ આવશે.. જે પાંચ વર્ષમાં 1,20,000 રૂપિયા થઈ જશે. તેમાં તમને 21983 રૂપિયાનું વ્યાજ મળશે. મેચ્યોરિટી પર તમને કુલ 1,41,983 રૂપિયા મળશે.

દર મહિને 4 હજારનું રોકાણ કરશો તો આટલા રૂપિયા મળશે

જો તમે રિકરિંગ ડિપોઝિટમાં દર મહિને 4000 રૂપિયાનું રોકાણ કરતા હોય તો તમને પાકતી મુદતે પર 2,83,968 રૂપિયા મળશે. જો તમે દર મહિને ચાર હજારનું રોકાણ કરો છો તો દરરોજના 133 રૂપિયા નુ રોકાન કરવાનુ થાય. તે મુજબ વાર્ષિક 48000 રૂપિયાનું રોકાણ કરવાનુ થાય. આ પાંચ વર્ષના મુદતમા 240000 રૂપિયા થઈ જશે. તેમાં તમને 43968 રૂપિયાનું વ્યાજ મળશે. તમને મેચ્યોરિટી પર 2,83,968 રૂપિયા પરત મળી શકે..

જોઈન Whatsapp ગ્રુપઅહિં ક્લીક કરો
હોમપેજઅહિં ક્લીક કરો

સરકારે RD પર વ્યાજ ના દરમાં કેટલા ટકાનો વધારો કરીયો?

સરકારે RD પર વ્યાજ ના દર 6.2 ટકાથી વધારી 6.5 ટકા કરી દીધા છે.

Natvar Jadav

Natvar Jadav is a passionate writer and blogger with a deep love for language and storytelling. With a background in literature and a keen interest in various topics, Natvar has honed his writing skills to engage readers and ignite their curiosity.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment