રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલા ફરવા માટેના સરસ સ્થળો વિષે સંપૂર્ણ માહિતી મધ્ય પ્રદેશમાં ફરવા માટે ના સરસ સ્થળો જે તમને તેના વિષે જાણીને આનંદ થશે અને તમે ફરવા જાવ ત્યારે તમને થોડુંક વધારે સમજવા મળે તે માટે આ લેખને સાંપૂર્ણ વાંચવા વિનંતી.
રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ
રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ
દિલ્લી (દિલ્લી) : ભારતની રાજધાની છે. અહીં રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન, સર્વોચ્ચ ન્યાયાલય, ઇન્ડિયા ગેટ, અમર જવાન જ્યોત, લક્ષ્મીનારાયણ મંદિર (બિરલા મંદિર), લોટસ ટૅમ્પલ (બહાઈ પંથનું મંદિર), જંતરમંતર વેધશાળા, ચાંદની ચોક, અપ્પુ ઘર, નૅશનલ મ્યુઝિયમ, રાષ્ટ્રીય લાઇબ્રેરી, ત્રિમૂર્તિ ભવન (જવાહરલાલ નેહરુનું નિવાસસ્થાન) રાજઘાટ, શાંતિઘાટ, વિજયઘાટ, શક્તિસ્થળ, કિસાનઘાટ, જૂનો કિલ્લો, જુમ્મા મસ્જિદ, કુતુબમિનાર તેમજ લોહસ્તંભ, લાલ કિલ્લો, હુમાયુની કબર, ભવ્ય સ્વામિનારાયણ મંદિર (અક્ષરધામ), રેલવે મ્યુઝિયમ, ગાંધી રાષ્ટ્રીય સંગ્રહાલય, ઇન્દિરા ગાંધી સ્મૃતિ સંગ્રહાલય, ડૉલ્સ મ્યુઝિયમ તેમજ નૅશનલ સાયન્સ મ્યુઝિયમ દર્શનીય સ્થળો છે.
કેન્દ્રશાસિત પ્રદેશ
પૉર્ટ બ્લેર (અંદમાન અને નિકોબાર): અંદમાન અને નિકોબારી રાજધાની છે. અહીં સેલ્યુલર જેલ, મરીન મ્યુઝિયમ, એન્થ્રોપોલૉજિક્ટ મ્યુઝિયમ આવેલાં છે.
કાર નિકોબાર ટાપુ (અંદમાન અને નિકોબાર): આદિવાસીઓનું આ સ્થળ વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે. અહીં રેતાળ દરિયાકિનારો આકર્ષક છે.
માયાબંદર (અંદમાન અને નિકોબાર): દરિયાઈ ચોપાટી આ સ્થળની સમૃદ્ધિ છે.
ચંડીગઢ (ચંડીગઢ) : પંજાબ અને હરિયાણા રાજ્યની સંયુક્ત રાજધાની છે. ફ્રેંચ આર્કિટેક્ચર કાર્બુઝે આ શહેરને સુનિયોજિત શહેર બનાવ્યું હતું. અહીં ઝાકીર હુસૈન રોઝ ગાર્ડન, શિલા ઉદ્યાન, સુખના સરોવર, શાંતિકુંજ તથા નેક ચંદ્ર નિર્મિત રૉક ગાર્ડન આવેલાં છે.
દમણ (દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવ): દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવની રાજધાની છે. કોલક અને કાલી નદીઓ અહીં મળે છે. મોટી દમણ અને નાની દમણ એમ બે ક્ષેત્રો છે. અહીં કિલ્લા, દેવળો, દીવાદાંડી તથા કાચીંગામ ઉપવન જોવાલાયક છે.
દીવ (દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવ): દરિયાકિનારે આવેલ બેટ છે. અહીં સુંદર બીચ, સનસેટ પૉઇન્ટ, કિલ્લા, ચક્રતીર્થ મંદિર, ગંગેશ્વર મંદિર, દેવળ, પક્ષી અભયારણ્ય તથા ઝાંપા ધોધ જોવાલાયક છે.
સેલવાસ (દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવ) : દમણગંગા નદીના કિનારે આવેલું છે. ‘આદિવાસી સંસ્કૃતિ મ્યુઝિયમ’ માટે વિખ્યાત છે. બાળકો માટે આધુનિક ‘બાલ ઉદ્યાન પાર્ક’ છે.
પુડુચેરી (પુડુચેરી) : પુડુચેરીની રાજધાની છે. યોગી અરવિંદનો આશ્રમ ‘ઓરોવિલેગ્રામ’, ધ ફ્રેંચ ઇન્સ્ટિટ્યૂટ, રોમાં રોલાં ગ્રંથાલય, માનકુલ વિનયઘર, દ્રૌપદી અમ્માનું મંદિર, ઉદ્યાન વગેરે જોવા જેવાં છે.
કવરત્તી (લક્ષદ્રીપ): લક્ષદ્વીપની રાજધાની છે. અહીં ઉજામશીદ, પારદર્શક સ્વચ્છ સમુદ્ર, મ્યુઝિયમ વગેરે જોવાં જેવાં છે.
શ્રીનગર (જમ્મુ અને કશ્મીર): જમ્મુ અને કશ્મીરની ઉનાળાની રાજધાની છે. આ સ્થળ પૃથ્વી પરનું સ્વર્ગ મનાય છે. અહીં દાલ સરોવર, નિશાત, શાલિમાર તથા ચશ્મેશાહી ઉદ્યાનો, શંકરાચાર્ય હિલ, વુલર સરોવર, પ્રતાપરાય સંગ્રહાલય, હમજાન મસ્જિદ, પથ્થર મસ્જિદ, હજરતમહાલ મસ્જિદ, હરિ પર્વત, ઝેલમ નદી, નવ સેતુ વગેરે જેવાં રમણીય સ્થળો છે.
અમરનાથ ગુફા (જમ્મુ અને કશ્મીર): પહેલગામની ઉત્તરે 48 કિમી પહાડી માર્ગે આવેલું હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ છે. શ્રાવણ મહિનામાં બરફના શિવલિંગના દર્શનનો મહિમા છે. શ્રાવણ મહિનાના પૂનમના દિવસે હિમલિંગ પૂર્ણત્વ પામે છે. માર્ગમાં ચંદનવાડી જેવાં પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ સ્થળો છે.
Homepage | Click Here |