SBIF Asha Scholarship: SBI આપી રહી છે ધો 6 થી 12ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ

SBIF Asha Scholarship: વિદ્યાર્થીઓને અભ્યાસમા મદદરૂપ થવા માટે સરકારના વિવિધ્ વિભાગો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા Scholarship આપવામા આવતી હોય છે. SBI Foundation તરફથી આવી જ એક સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામા આવે છે. ચલઓ જાણીએ SBIF Asha Scholarship યોજનાની સંપૂર્ણ માહિતી.

SBIF Asha Scholarship

સંસ્થાSBIF Asha Scholarship
લાભાર્થીધો. 6 થી 12 ના વિદ્યાર્થી
લાયકાત75 % ગુણ
છેલ્લી તારીખ30 નવેમ્બર 2023
વેબસાઈટhttps://www.sbifoundation.in

સ્કોલરશીપ મેળવવા માટેની પાત્રતા

  • આ સ્કોલરશીપ મેળવવા માટે ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
  • અરજદારોએ અગાઉના શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા 75% ગુણ મેળવેલા હોવા જોઈએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક તમામ સ્ત્રોતોમાંથી રૂ. 3,00,000 થી વધુ ન હોવી જોઈએ.
  • PAN India ના વિદ્યાર્થીઓ પણ આ યોજના માટે અરજી કરી શકે છે.

મળવાપાત્ર રકમ

SBIF ની આ સ્કોલરશીપની યોજના માં પાસ થનાર વિદ્યાર્થીઓને વર્ષે રૂપિયા 10000હજારની સ્કોલરશીપ મળશે.

સ્કોલરશીપ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • પાછલા શૈક્ષણિક વર્ષની માર્કશીટ ની નકલ
  • વિદ્યાર્થીના આધાર કાર્ડ ની નકલ
  • અભ્યાસ ચાલુ હોવા બાબતનો પુરાવો (ફી રસીદ/પ્રવેશ પત્ર/સંસ્થા ઓળખ કાર્ડ/બોનાફાઇડ પ્રમાણપત્ર)
  • અરજદાર (અથવા માતા-પિતા)ની બેંક ખાતાની વિગતો
  • આવકનો પુરાવો (ફોર્મ 16A/સરકારી અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર/સેલરી સ્લિપ વગેરે)
  • અરજદારનો ફોટોગ્રાફ

સ્કોલરશીપ મેળવવા માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ www.sbifoundation.in ઓપન કરો.
  • તેમા SBIF Asha Scholarship પર કલીક કરો.
  • ત્યારબાદ નીચે ‘Apply Now’ બટનને ક્લિક કરો.
  • ‘ઓનલાઈન અરજી ફોર્મ પેજ’ પર જવા માટે રજિસ્ટર્ડ આઈડીનો ઉપયોગ કરીને Buddy4Study પર લૉગિન કરો.
  • જો તમે રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય તો – તમારા ઈમેલ/મોબાઈલ નંબર/જીમેલ એકાઉન્ટ વડે Buddy4Study પર નોંધણી કરો.
  • તમને હવે ‘એસબીઆઈએફ આશા સ્કોલરશિપ પ્રોગ્રામ ફોર સ્કૂલ સ્ટુડન્ટ્સ 2023’ એપ્લિકેશન ફોર્મ પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
  • એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરવા માટે ‘સ્ટાર્ટ એપ્લિકેશન’ બટન પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી ફોર્મમાં તમારી જરૂરી વિગતો ભરો.
  • ત્યારબાદ માંગવામા આવેલા જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરો.
  • ‘નિયમો અને શરતો’ સ્વીકારો અને ‘Preview’ પર ક્લિક કરો.
  • જો અરજદારે ભરેલી બધી વિગતો પૂર્વાવલોકન સ્ક્રીન પર યોગ્ય રીતે દેખાતી હોય, તો અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.

સ્કોલરશીપ મેળવવા માટે અહીં ક્લિક કરો

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો