IPL 2024 Schedule

IPL 2024; કઈ ટીમ ક્યારે રમશે મેચ, આ એપ્લિકેશન પર જોઈ શકાશે IPL લાઇવ

IPL 2024 Schedule: IPLની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે. 22 ફેબ્રુઆરીના રોજ IPL 2024નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીને કારણે માત્ર 21 દિવસનું જ શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ IPL 2024 ક્રિકેટ પ્રીમિયર લીગ અને તેના શિડ્યૂલ વિશે.

22 માર્ચે શરૂ થવાની છે અને 29 મેના રોજ સમાપ્ત થવાની છે

2024ની IPL સિઝન 22 માર્ચે શરૂ થવાની છે અને 29 મેના રોજ સમાપ્ત થવાની છે, જેમાં સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ 74 મેચો રમાશે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ રમાશે. બાકીનું શેડ્યૂલ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે.

તારીખટીમસ્થળસમય
22 માર્ચચેન્નાઈ સુપર કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરચેન્નાઈરાત્રે 8 વાગ્યે
23 માર્ચપંજાબ કિંગ્સ VS દિલ્હી કેપિટલ્સમોહાલીબપોરે 3.30 વાગ્યે
23 માર્ચકલકત્તા નાઈટ રાઈડર્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદકલકત્તાસાંજે 7.30 વાગ્યે
24 માર્ચરાજસ્થાન રોયલ્સ VS લખનૌઉ સુપર જાયન્ટ્સજયપુરબપોરે 3.30 વાગ્યે
24 માર્ચગુજરાત ટાઈટન્સ VS મુંબઈ ઈન્ડિયન્સ,અમદાવાદસાંજે 7.30 વાગ્યે
25 માર્ચરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS પંજાબ કિંગ્સબેંગ્લોરસાંજે 7.30 વાગ્યે
26 માર્ચચેન્નાઈ સુપર કિંગ્સ VS ગુજરાત ટાઈટન્સચેન્નાઈસાંજે 7.30 વાગ્યે
27 માર્ચસનરાઈઝર્સ હૈદરાબાદ VS મુંબઈ ઈન્ડિયન્સહૈદરાબાદસાંજે 7.30 વાગ્યે
28 માર્ચરાજસ્થાન રોયલ્સ VS દિલ્હી કેપિટલ્સજયપુરસાંજે 7.30 વાગ્યે
29 માર્ચરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS કલકત્તા નાઈટ રાઈડર્સબેંગ્લોરસાંજે 7.30 વાગ્યે
30 માર્ચલખનૌઉ સુપર જાયન્ટ્સ VS પંજાબ કિંગ્સલખનૌઉસાંજે 7.30 વાગ્યે
31 માર્ચગુજરાત ટાઈટન્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદઅમદાવાદબપોરે 3.30 વાગ્યે
31 માર્ચદિલ્હી કેપિટલ્સ VS ચેન્નાઈ સુપર કિંગ્સવાઈજેગસાંજે 7.30 વાગ્યે
1 એપ્રિલમુંબઈ ઈન્ડિયન્સ VS રાજસ્થાન રોયલ્સમુંબઈસાંજે 7.30 વાગ્યે
2 એપ્રિલરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS લખનૌઉ સુપર જાયન્ટ્સબેંગ્લોરસાંજે 7.30 વાગ્યે
3 એપ્રિલદિલ્હી કેપિટલ્સ VS કલકત્તા નાઈટ રાઈડર્સવાઈજેગસાંજે 7.30 વાગ્યે
4 એપ્રિલગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સઅમદાવાદસાંજે 7.30 વાગ્યે
5 એપ્રિલસનરાઈઝર્સ હૈદરાબાદ VS ચેન્નાઈ સુપર કિંગ્સહૈદરાબાદસાંજે 7.30 વાગ્યે
6 એપ્રિલરાજસ્થાન રોયલ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરજયપુરસાંજે 7.30 વાગ્યે
7 એપ્રિલમુંબઈ ઈન્ડિયન્સ VS દિલ્હી કેપિટલ્સમુંબઈબપોરે 3.30 વાગ્યે
7 એપ્રિલલખનૌઉ સુપર જાયન્ટ્સ VS ગુજરાત ટાઈટન્સલખનૌઉસાંજે 7.30 વાગ્યે

IPL 2024 ની શરુઆત 22 માર્ચથી થશે, જ્યાં ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. RCB vs CSK મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓની ઉત્તેજના વધી રહી છે, પરંતુ સૌ પ્રથમ ઓપનિંગ સેરેમની સૌનું ધ્યાન આકર્ષિત કરવા માટે તૈયાર હશે. દર વખતની જેમ આ વખતે પણ IPL 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ઘણા મોટા સ્ટાર્સ ભાગ લેશે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે સામાન્ય લોકો આ સમારોહ કેવી રીતે, ક્યારે અને ક્યાં જોઈ શકશે.

IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં ઘણા મોટા સ્ટાર્સ આવશે

રિપોર્ટ્સનું માનીએ તો ભારતીય સંગીતકારો સોનુ નિગમ, એઆર રહેમાન સિવાય બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ આઈપીએલની આગામી સિઝનની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે સોનુ નિગમ અને એઆર રહેમાન સાથે મળીને દેશભક્તિ પર એક ખાસ પેશકશ કરી શકે છે. આ સમગ્ર સમારોહની સમય મર્યાદા 30 મિનિટ રાખવામાં આવી છે.

Jio સિનેમા અને Sports 1 માં લાઇવ જોઈ શકાશે

IPL 2024ના પ્રસારણના અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. અંગ્રેજીમાં લાઈવ કોમેન્ટ્રી Star Sports 1 HD/SD પર ઉપલબ્ધ થશે, અને હિન્દી કોમેન્ટ્રી Star Sports હિન્દી HD/SD પર ઉપલબ્ધ થશે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ બંગાળી, કન્નડ, તેલુગુ અને તમિલ સહિત અન્ય ભાષાઓમાં લાઈવ કોમેન્ટ્રી સાંભળવા મળશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Jio સિનેમા એપ પર જોઈ શકાશે.

IPL 2024 ની ઓપનિંગ સેરેમની ક્યારે અને ક્યાં થશે ?

IPL 2024 ની ઓપનિંગ સેરેમની MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં CSK vs RCB મેચની શરૂઆતના થોડા સમય પહેલા 22 માર્ચે સાંજે 6:30 વાગ્યે શરૂ થશે.

Mitchell Starc in IPL 2024 auction

IPL Auction 2024: IPL માં સૌથી મોંઘો ખેલાડી Mitchell Starc બન્યો, મિચેલ સ્ટાર્ક નું રિએકશન જુઓ

Mitchell Starc: દુબઈમાં ચાલી રહેલ IPL Auction 2024 માં ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ક્રિકેટર Mitchell Starc ના રેકોર્ડ બ્રેક ભાવ બોલવામાં આવ્યા છે. સ્ટાર્ક ચોથા સેટમાં કેપ્ડ ફાસ્ટ બોલરોનો સમાવેશ કરીને બોલી માટે પોતાનું નામ આવે તેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. તેના ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને મિત્ર પેટ કમિન્સ પહેલાથી જ INR 20.5 કરોડ (અંદાજે US$2.569 મિલિયન)માં સનરાઇઝર્સ હૈદરાબાદ ગયા હતા, જે 2023ની હરાજીમાં ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરન દ્વારા IPLનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો.

 

IPL Auction 2024 most expensive players

IPL 2024ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે Mitchell Starc ને 24.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ કિંમત સાથે સ્ટાર્ક IPLમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. IPL Auction 2024 most expensive players Mitchell Starc પહેલા પણ IPLનો ભાગ રહી ચૂક્યો છે, પરંતુ તે પછી તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો હતો. હવે KKR સાથે જોડાયા અને ટૂર્નામેન્ટનો સૌથી મોંઘો ખેલાડી બન્યા બાદ સ્ટાર્કની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

 

સ્ટાર્ક માટે કોલકાતા-ગુજરાત ટકરાયા

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પ્રારંભિક બિડિંગ વૉર થયું હતું. દિલ્હીએ રૂ. 9.60 કરોડ અને મુંબઈએ રૂ. 10 કરોડ સુધીની બોલી લગાવી હતી. અહીંથી ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે બિડિંગ વૉર થયું હતું. આખરે કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 24.75 કરોડમાં ખરીદ્યો.

અત્યાર સુધીમાં 9 અનકેપ્ડ ખેલાડીઓ કરોડપતિ બની ચૂક્યા છે. સમીર રિઝવીને ચેન્નઈ સુપર કિંગ્સે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શુભમ દુબે 5.80 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સનો ભાગ બન્યો. જ્યારે શાહરૂખ ખાનને ગુજરાતે 7.40 કરોડમાં ખરીદ્યો હતો. વિકેટકીપર કુમાર કુશાગ્રને દિલ્હી કેપિટલ્સે રૂ. 7.20 કરોડમાં ખરીદ્યો હતો અને બોલર યશ દયાલ રૂ. 5 કરોડમાં બેંગલુરુનો ભાગ બન્યો હતો.

 

પંજાબ-ચેન્નઈમાં મિચેલ માટે બિડિંગ વૉર

પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ન્યૂઝીલેન્ડના બેટિંગ ઓલરાઉન્ડર ડેરીલ મિચેલ માટે બિડિંગ વૉર થયું હતું. બંને ટીમે રૂ. 12થી 13.75 કરોડની બોલી લગાવી હતી. આખરે ચેન્નઈએ મિચેલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

Courtesy: DivyBhaskar

India vs Africa Match

India vs Africa Match: ઓસ્ટ્રેલિયા બાદ હવે આફ્રિકાનો વારો, આજથી શરૂ થશે પ્રથમ ટી-20

India vs Africa Match Live: તાજેતરમાંજ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ પૂર્ણ થયો ત્યારે 5 માંથી 4 ભારત વિજેતા થયું હતું ત્યારે હવે ફરી ઇન્ડિયા ટુર સાઉથ આફ્રિકા મેચ આજે થી રમાશે, ભારતીય ટીમ સાઉથ આફ્રીકાના પ્રવાસે જઇ રહી છે. જયા બન્ની દેશો વચ્ચે 3 T20 મેચ, 3 વન ડે મેચ અને 2 ટેસ્ટ મેચ રમાનાર છે. આ સીરીઝ ના તમામ મેચ કઇ ચેનલ પર આવશે ? મોબાઇલ મા કઇ એપ. પર ફ્રી મા જોવા ? કેટલા વાગ્યે મેચ શરૂ થશે ? તેની તમામ માહિતી આ પોસ્ટમા મેળવીશુ.

 

India vs Africa Match Live

10 ડીસેમ્બર થી પ્રથમ T20 મેચથી ભારતના સાઉથ આફ્રીકા પ્રવાસનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમા ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે 3 T20 મેચ ની સીરીઝ, 3 વન ડે મેચ ની સીરીઝ અને 2 ટેસ્ટ મેચ ની સીરીઝ રમાનાર છે. ક્રિકેટ ફેન્સ આ સીરીઝનુ કઇ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામા આવશે તથા મોબાઇલ પર કઇ એપ. પર તમામ મેચ લાઇવ જોવા તે જાણવા ઉત્સુક છે.

ઉલ્લેખનીય છે કે ભારત ના સાઉથ આફ્રીકા પ્રવાસના તમામ મેચ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર લાઇવ પ્રસારણ થનાર છે. જો તમે ટીવી ચેનલ પર આ મેચ લાઇવ જોવા માંગતા હોય તો સ્ટાર સ્પોર્ટસ ચેનલ પર લાઇવ જોઇ શકો છો. જો તમે મોબાઇલ પર આ મેચો લાઇવ જોવા માંગતા હોય તો ડીઝની + હોટસ્ટાર એપ. પર આ તમામ મેચોનુ લાઇવ પ્રસારણ જોઇ શકો છો.

 

India vs Africa Schedule

  • 10 ડિસેમ્બર, પહેલી T20 મેચ, ડરબન : સાંજે 7:30 વાગ્યે
  • 12 ડિેસમ્બર, બીજી T20 મેચ, પોર્ટ એલિઝાબેથ : સાંજે 8:30 વાગ્યે
  • 14 ડિસેમ્બર, ત્રીજી T20 મેચ, જોહાનિસબર્ગ : સાંજે 8:30 વાગ્યે
  • 17 ડિસેમ્બર, પહેલી વનડે, જોહાનિસબર્ગ : બપોરે 1:30 વાગ્યે
  • 19 ડિસેમ્બર, બીજી વનડે, પોર્ટ એલિઝાબેથ : બપોરે 4:30 વાગ્યે
  • 21 ડિેસેમ્બર, ત્રીજી વનડે, પોર્ટ એલિઝાબેથ : બપોરે 4:30 વાગ્યે
  • 26 થી 30 ડિસેમ્બર, પહેલી ટેસ્ટ મેચ : બપોરે 1:30 વાગ્યે
  • 3 થી 7 જાન્યુઆરી, બીજી ટેસ્ટ મેચ : બપોરે 1:30 વાગ્યે

 

મેચ ક્યાં લાઈવ જોવા મળશે

ભારત અને દક્ષિણ આફ્રિકા (Ind vs SA T-20) વચ્ચેની પ્રથમ T20 મેચ ક્યાં લાઈવ જોવા મળશે, તો એનો જવાબ છે આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર LIVE પ્રસારણ કરવામાં આવશે. અહીં તમે હિન્દી અને અંગ્રેજીમાં કોમેન્ટ્રી જોઈ શકો છો.

જો આપણે લાઇવ સ્ટ્રીમિંગ વિશે વાત કરીએ, તો તે ડિઝની પ્લસ હોટસ્ટાર પર બતાવવામાં આવશે. મોબાઈલ યુઝર્સ કોઈપણ પ્લાન વગર પણ ફ્રીમાં મેચ જોઈ શકે છે.

 

 

Anushka Sharma On Viral Kohli

વિરાટની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ, પત્ની અનુષ્કાએ લખી આ ઈમોશનલ નોટ

વિરાટની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ બાદ પત્ની અનુષ્કાએ લખી આ ઈમોશનલ નોટ

વિરાટ કોહલીને શા માટે રન ચેઝ માસ્ટર કહેવામાં આવે છે, આજે તેણે સાબિત કરી દીધું છે. કોહલીએ T20 વર્લ્ડ કપ 2022માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન સામે 82 રનની અણનમ ઇનિંગ રમી હતી અને ભારતને ચાર વિકેટથી અવિશ્વસનીય જીત અપાવી હતી. 160 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 31 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અને તેને છેલ્લા 9 બોલમાં 29 રન બનાવવા પડ્યા હતા. પરંતુ ભારતના સૌથી મોટા મેચ વિનરે 53 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારીને ટીમને મહત્વની જીત અપાવી હતી. વિરાટની અત્યાર સુધીની આ સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. વિરાટની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ એક ઈમોશનલ નોટ લખી છે. અનુષ્કાએ આ મેચને તેના જીવનની અત્યાર સુધીની શ્રેષ્ઠ મેચ ગણાવી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

 

વિરાટની પત્ની અનુષ્કા શર્માએ શું લખ્યું?

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કાએ મેચ સમાપ્ત થયા બાદ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “આજે દિવાળીની પૂર્વ સંધ્યાએ તમે લોકોના જીવનમાં ખુશીઓ ભરી દીધી. તમે એક અદ્ભુત વ્યક્તિ છો મારા પ્રેમ. તમારી ધીરજ, દ્રઢ નિશ્ચય અને આત્મવિશ્વાસ મનને આશ્ચર્યચકિત કરી દે છે!! હું કહી શકું છું કે મેં હમણાં જ મારા જીવનની સૌથી શ્રેષ્ઠ મેચ જોઈ છે. જો કે આપણી પુત્રી એ સમજવા માટે ખૂબ નાની છે કે તેની માતા તેના રૂમમાં શા માટે નાચતી હતી અને ચીસો પાડી રહી હતી, તે પણ એક દિવસ સમજી જશે કે તે રાત્રે તેના પિતાએ તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી. એક એવા તબક્કા બાદ જે તેના માટે ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ તે વધુ મજબૂત બનીને પાછો ફર્યો છે. મને તમારા પર ગર્વ છે.”